SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરે એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શ્રીને આત્મા, રાત્રિના ૩-૮ મીનીટે આ ક્ષણભંગુર અને નશ્વરદેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યો ! ભારતભરના જૈનસંઘેએ મહાન જ્યોતિર્ધર ગુમાવ્યો ! શાસનને સફલ સુકાની અને બહેશ સહસીધી વીરોદ્ધો ગુમાવ્યો !! શાસનપક્ષનો તાજ કૃદેવે ઝુંટવી લીધો ! હા દેવ !!! ભારતભરના શ્રી સંઘ જેમના કાર્યો અને નામને સારી રીતે જાણે છે તે પરમશાસન-પ્રભાવક-શાસનપ્રસંભસિદ્ધહસ્તલેખક–દેવસૂરસામાચારી સંરક્ષક-શાસનકટકેકારક પૂ.આચાર્ય ભગવંત શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.ના આમ અચાનક જ સ્વજન્મભૂમિમાં મહાવીર જન્મકલ્યાણના પવિત્ર દિવસે રાત્રિના ૩-૮મીનીટે સ્વર્ગવાસ થયાના સમાચાર તાર-ટેલીફોન આદિથી મળતાં હિંદભરના જૈનસંઘાએ ભારે આંચકો અનુભવેલ! શેકની છેરી છાયા પ્રસરી ગયેલ! ટપોટપ દુકાનો બંધ કરી અનેક ગામોની શ્રીસંઘોએ પાખીઓ પાળી ! ગાયને ઘાસ નખાય! ગામો ગામ અઠ્ઠાઈમહત્ય-પૂજાઓ ભણાઈ તેમજ શોકસભાઓ ભરી અંજલીઓ અપાઈ! અને શાસન પક્ષના આચાર્ય આદિ પ્રાયઃ દરેક પદાએ આધાતજનક સમાચાર મળતાં દેવવંદનો કરી ગુણાનુવાદ કર્યા હતા !! પૂ. આસનકટકે દ્ધારક સૂરિપુરંદરશ્રીના વિસ્તૃત જવનવૃત્તાંતથી સુમાહિતગાર થવા માટે શાસનકટકે દ્ધારક સંસ્થા તરફથી નજીકના ભવિષ્યમાં બહાર પડનાર “શાસનકંટકે દ્ધારક સ્મૃતિગ્રંથ' અવશ્ય વસાવશે. પૂ. શાસનસ્તંભ આચાર્યદેવેશશ્રીના નામને તેમજ તેમના શાસનરક્ષાના કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં તૈયાર થઈ રહેલા સમાધિમંદિર તથા સંગેમરમરના શિપકલાયુક્ત ગુરુમંડિરના નવનિર્માણમાં તેમને ઉપકાર ઝીલેલા શ્રીસંઘે તથા અનન્ય ભક્તો ઉમંગ અને ઉલ્લાસથી છૂટે હાથે હજારોને સદ્વ્યય કરી રહ્યા છે. વાચક બિરાદરે ! જરૂર એક વખત તે તારકવિભૂતિ મહાપુરુષના સમાધિમંદિર–ગુરુમંદિર અને જ્ઞાનમંદિરના દર્શન કરી પાવન થવાને અનુપમ લાભ ઉઠાવજે. કોટિ કોટિ વંદન હો એ વિશ્વની મહાવિભૂતિને !! કોટિ કોટિ વંદન હો એ શાસનના અજોડ સંરક્ષક સિદ્ધપુરુષને !! આગામે દ્ધારક જૈનાચાર્ય ધ્યાનસ્થ સ્વર્ગત શ્રી આનંદ સાગર સુરીશ્વરજી મહારાજ જૈન સંઘમાં “સાગરજી મહારાજના ટૂંકા નામથી આબાલવૃદ્ધ સહુના હૈયામાં સ્થાન પામેલા, એકલે હાથે પ્રબલ નિષ્ઠા, ભગીરથ પુરુષાર્થ દ્વારા હસ્તલિખિત ભંડારોની સમયબળે થયેલ દુવ્યવસ્થા, યતિઓના પ્રબલ શિમિલાચારના પરિણામે સાધુસંઘની થયેલ છિન્ન-ભિન્ન અવસ્થા, પ્રબલ જ્ઞાનોપાર્જનની વિશિષ્ટ સગવડને અભાવ આદિ કારણથી જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાયમાં તો ઠીક પણ ચાલુ વ્યાખ્યાનાદિમાં પણ આગામે વાંચી શકવા અસમર્થ બનેલ વીશમી સદીના પૂર્વાર્ધના પ્રથમ ચરણુવતી સાધુ ભગવંતને આગમોના પઠન-પાઠન આદિના સબળ સાધને વ્યવસ્થિતતે મુદ્રિત આગમે, સામુદાયિક વાચનાઓ, આગમના તલસ્પર્શી અનેક વ્યા ખ્યાને, અને છેવટ શિખર ઉપર કળશ ચડાવવા સમાન આરસ અને તાંબાના પતરા ઉપર ચિરસ્થાયી બનાવવાના દષ્ટિકોણથી આગની કરાવેલ કોતરણી આદિથી સ્વતઃ ધર્મપ્રેમી જનતા તરફથી ગુણસંપન અપાયેલ આગમ દ્વારકના નેતા નામથી પ્રસિદ્ધિ પામેલ મહાપુરુષને ટુક પરિચય અપાય છે. વિ. સં. ૧૯૩૧ અષાડ વદ ૦))ના રોજ કપડવંજ (ખેડા)ના શેઠશ્રી ભાઈચંદ મગનલાલનાં સુપત્ની સુશ્રાવિકા શ્રી જમનાબેનની ફક્ષિથી વૃષભના મહારવગ્નથી સૂચિત આ પુણ્યવાનને જન્મ થયેલ. તેમનું સંસારીનામ હેમચંદભાઈ હતું. તેમના મોટાભાઈનું નામ મણિલાલ હતું. પૂર્વજન્મના વિશિષ્ટ સંસ્કારના બળે તેમજ વિ. સં. ૧૯૪૫માં મોટાભાઈની દીક્ષાના પ્રસંગે વધુ વૈરાગ્ય વાસિત બની વિ. સં. ૧૯૪૭માં મહા સુદ ૫ ના શુભ દિવસે લીંબડીમાં તે વખતના મહા-પ્રભાવક, સમર્થ વાદ વિજેતા, Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy