________________
શ્રી નેમિનાથાય નમ:
- દિગ દર્શન અંત સમયે શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંત કથિત ઉત્તમાથની સાધના દ્વારા સમાધિ મરણ પ્રાપ્ત કરીને જેમણે સંસાર પર્યાપ્ત કરેલે છે તેવા પુન્યવંત અને અગણિત વંદના”
શ્રી જીનેશ્વર પરમાત્માનું શાસન પામીને આવા સમાધિ મરણને જીવ પ્રાપ્ત કરી શકે તેવી નિર્મલ પોપકારની બુદ્ધિથી પૂર્વના મહાપુરૂષે અનેક રચના કરેલી છે.
જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા મહાપુરૂએ કરેલી અંતિમ સાધનાનું વર્ણન આવે છે. વર્તમાનમાં અંત સમયે અલગ અલગ પૂ. આચાર્ય ભગવંતે તેમજ પૂ. સાધુ–સાવી–શ્રાવક-શ્રાવિકાઓ રૂપ ચતુર્વિધ શ્રી સંઘમાં વ્યક્તિગત પુછીને શું આરાધના અંત સમયે કે અંત સમય સુધારણું માટે કરે છે કે કરતા તે માહિતી મેળવી. પ્રસંગે-પ્રસંગે અંત સમયે નિર્ચામણું કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે જે અનુભવ થયા એ બધાના ફળ રૂપે આ સમાધિ મરણ પુસ્તક પ્રકાશીત થાય છે.
પ્રસ્તુત અતિ ઉપયોગી સંકલન વિવેચનમાં સૌ પ્રથમ વિભાગમાં આરાધનાને દશ અધિકારનું સંક્ષીપ્ત તથા વિસ્તૃત વિવેચન આપેલું છે.
ઝાઝે સમય ન હોય ત્યારે સંક્ષીપ્ત આરાધના કામ આવશે અને વધારે સમય હાય, સ્વસ્થ જીવન હોય, વારંવાર આરાધના દ્વારા સંસ્કારો શુદ્ધ કરવા હોય તેમાં વિસ્તૃત વિવેચન કામ લાગશે.
વિભાગ ૨ માં અંતિમ સાધના કરેલા કેટલાક પુન્યવંત જાની આરાધના મૂકેલી છે. જે વાંચતા મારે પણ આવી રીતે આરાધના કરવી જોઈએ તે બોધ સહજપણે મળે છે. આ બધા જ પ્રસંગે, જ્ઞાનપિપાસુ સાદાઈસરલતાની મૂર્તિસમાં અનેક પ્રૌઢ ગ્રંશે જે માત્ર વિદ્વઃ ભેગ્યા હતા તેનું ગુજરાતી ભાષાંતર કરીને જેન જગતને ઉપકાર કરનાર પૂ. ગચ્છાધિપતિ હમસાગરસૂરીશ્વરજી મહારાજ સંપાદિત અંતિમ સાધના પુસ્તકમાંથી લીધેલા છે.
ત્રીજા વિભાગમાં પ્રસિદ્ધ એવું પુન્ય પ્રકાશનું સ્તવન છે સાથે અલ્પ પરિચીત (માણિકયસિંહસૂરિકૃત) અમૃત પદ આરાધના તેમજ અધ્યયન અધ્યાપનના પરમ પ્રેમી પૂ. આગદ્ધારક શ્રીજીના સમુદાયના રન એવા પૂ. ચંદનસાગરજી મહારાજે છપાવેલ પાસચંદ મુનિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org