________________
૩૧૪
સમાધિ મરણ
મન ચંચલ ન રહે કિમેજી, રાચે રમણી રે રુપ, કામ વિટંબણું શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપરે. જિ. મુ. ૧૧ કિશ્યા કહું ગુણ માહરાજી, કિયાં કહું અપવાદ, જેમ જેમ સંભારુ કિયેજી, તેમ તેમ વધે વિખવાદ રે. જિ. મુ. ૧૨ ગિરૂઆ તે નવિ લેખવેજી, નિર્ગુણ સેવકની વાત, નીચતણે પણ મંદિરેજી, ચન્દ્ર ન ટાળે જ્યોત રે. જિ. મુ. ૧૩ નિગુણે તે પણ તાહરેજી, નામ ઘરાવ્યું દાસ, કૃપા કરી સંભારજી, પુરજે મુજ મન આશ . જિ. મુ. ૧૪ પાપી જાણ મુજ ભણુજી, મત મુકે રે વિસાર, વિષ હલાહલ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિ. મુ. ૧૫ ઉત્તમ ગુણકારી હુવેજી, સ્વાર્થ વિના સુજાણ, કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માંગે દાણ રે. જિ. તું ઉપકારી ગુણ નિલજી, તું સેવક પ્રતિપાળ, તું સમશ્ય સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિ. મુ. ૧૭ તુજને શું કહીયે ઘણું જ, તું સહુ વાતે રે જાણ, મુજને હાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિ. મુ. ૧૮ નાભિરાયા કુળ ચંદલેજી, મરુદેવીને રે નંદ, કહે જિન હરખ નિવાજ જોઇ, દેજે પરમાનંદ રે. જિ. મુ. ૧૯
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૨) શ્રી સંભવનાથ સ્તવન સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી; ભવભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી, નરક નિગોદમાં રે, હું તિહાં બહુ ભવ ભમરો, તુમ વિણ દુખ સહ્યાં છે, અહનિશ કોઠે ધમધમી સા. ૧ ઈદ્રિય વશ પડે રે, પાળ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ ઘર્યા રે, હણા થાવર હું સે; વ્રત ચિત્ત નવિ ઘર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તહાં મેં હઈડું ખોલ્યું. સા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org