________________
૩૦૮
સમાધિ મરણ
જાણું ઉત્કૃપટી કરુંજી; ઉદ્યત કરું વિહાર, ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર. કૃ. ૧૩ સહજ પડેય મુજ આકરેજી, ન ગમે રૂડી વાત, પરનિંદા કરતાં થકાંજી, જાયે દિન ને રાત. કૃ. ૧૪ કિયા કરતા દેહલીજી, આળસ આણે જીવ, ધર્મ પખે ધંધે પડાજી, નરકે કરસ્ય રીવ. કૃ. ૧૫ અણહુતા ગુણને કહે , તે હરખું નિશદિન, કે હિત શીખ ભલી કહે છે, તો મન આણું રીશ. કૃ. ૧૬ વાદ ભણી વિદ્યા ભણીજી, પર રંજન ઉપદેશ, મન સંવેગ ધર્યો નહીંછ, કિમ સંસાર તરેશ. કુ. ૧૭ સૂત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુણતાં કર્મ વિપાક, ખિણ એક મનમાંહી ઉપની, મુજ મરકટ વૈરાગ. કુ. ૧૮ ત્રિવિધ ત્રિવિધ કરી ઉચરંજી, ભગવત તુજ હજુર, ' બાર બાર ભાંજુ વળીજી, છુટકવારે દૂર. કૃ. ૧૯ આપ કાજ સુખ રાચતાંજી, કીઘા આરંભ કેડ, જયણું ન કરી જીવની, દેવ દયા પર છોડ. કુ. ૨૦ વચન દેષ વ્યાપક કહ્યાજી, દાખ્યાં અનર્થ દંડ. ફૂડ કપટ બહુ કેળવી, વૃત કીયા શતખંડ. કુ. ર૧ અણ દીધે લીજે ત્રિણેજી, તેહી અદત્તાદાન, તે દૂષણ લાગ્યા ઘણજી, ગણતાં નાવે ધ્યાન. કુ. ચંચલ જીવ રહે નહીં જી, રાચે રમણી રૂપ, કામ વિડંબણ શી કહું, તે તું જાણે સ્વરૂપ. કૃ. ૨૩ માયા મમતામાં પડે, કીધે અધિક લેભ. પરિગ્રહ મે કારમજી, ન ચઢી સંયમ શોભ. ક. ૨૪ લાગ્યા મુજને લાલચેજી, રાત્રી ભોજન દેષ, મેં મન મુક માહરાજી ન ધ ધર્મ સંતોષ. કૃ. ૨૫ ઈહિ ભવ પરભવ દુહવ્યાં, જીવ ચોરાશી લાખ, ' ' તે મુજ મિચ્છામિ દુકકોંજી, ભગવંત તેરી શાખ. ક. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org