________________
૨૮૧
અંતિમ આરાધના વિધિ
છદ્મસ્થ–મૂઢ મનવાળે કેટલું માત્ર સંભારે તેથી જે મને સ્મરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુક્કડમ થાઓ (તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.)
जज मणेण बद्ध जं जं वायाए भासि पाव
काएण य जं च कयं मिच्छामि दुक्कडं तरस જે પાપ મનથી બાંધ્યું (કર્યું) હોય, જે જે પાપ વચનથી બેલાયું હોય અને કાચા વડે જે-જે પાપ કર્યું હોય તે સર્વનું મિચ્છામિ દુકકડમ્ થાઓ (મારુ તે દુષ્કૃત મિથ્યા થાઓ.)
हा दुछु कयं हा दुटु कारिअं अणुमयंपि हा दुट्ठ
अंतो अंतो डझइ हिययं पच्छाणु तावेणं હા હા! મેં જે દુષ્ટ વર્તન કર્યું, હા! બીજા દ્વારા જે મેં દુષ્ટ કરાવ્યું, હા ! મેં જે દુષ્ટ કાર્યને અનુદન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારા હૃદયને અંતરમાં (વચ્ચે વચ્ચે) બાળે છે. તેમને તેને પશ્ચાતાપ થાય છે.)
जं च सरीरं सुद्ध' कुडुंब उवगरणरुव विन्नाणं
जीवोवघयजयणं संजाय तंपि निंदामि મારા જે-જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ રૂ૫, વિજ્ઞાન–જીવની હિંસા વગેરે કરાવનારાં થયા તે સર્વને પણ હું નિંદું છું.
गहिऊण य मुक्काई, जम्मणमरणेसु जाई देहाइ
पावेसु पसत्थाइ, बोसिरिआइ मए ताइ ભૂતકાળના અનંતા જન્મ-મરણનાં જે જે શરીરને ગ્રહણ કરીને મેં છેડી દીધાં તે પાપમાં પ્રશસ્ત (એવા) સર્વ શરીરને હું સિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કોઈ સંબંધ નથી.)
આ રીતે આલેચના-દુષ્કતગ-શરીર કે અધિકરણ વોસિરાવવા વગેરે કરાવ્યા બાદ સંધ અને સર્વ જીવ ખામણા કરાવવા. (ર) ખામણું (ક્ષમાપના) કરાવવી:
साहूण साहुणीण य, सावयसावीण चउविहो संघो जं मणवयकाएहिं, साइओ तं पि खामेमि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org