________________
२४८
-
-
સમાધિ મરણ ગણાય છે, તેમ શ્રમણ્ય એ સઘળાં ગુણેમાં પ્રધાન છે. જયારે સંથારાની આરાધના આના કરતાં અધિક ગણાય છે. ૧૩
સર્વ ઉત્તમ તીર્થોમાં જેમ શ્રી તીર્થંકરદેવેનું તીર્થ, સર્વ જાતિના અભિષેકેને વિશે સુમેરૂના શિખર પર દેવદેવેન્દ્રોથી કરતા અભિષેકની જેમ સુવિહિત પુરૂષોની સંથારાની આરાધના શ્રેષ્ઠતર ગણાય છે. ૧૪
તકમળ, પૂર્ણકળશ, સ્વસ્તિક, નન્દાવર્ત અને સુંદર ફૂલમાલા આ સઘળીયે મંગળવસ્તુઓ કરતાં, અગ્નિમાલની આરાધનારૂપ સંથારે એ અધિક્તર મંગળ છે. ૧૫ - શ્રીજિનકથિત તમરૂપ અગ્નિથી કર્મકાષ્ઠોનો નાશ કરનાશ, વિરતિ નિયમપાલને શૂરા, અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ આતમ પરિણતિવાળા, તથા ઉત્તમ ધર્મરૂપ ભાથુ જેને મેળવ્યું છે એવા મહાનુભાવ આત્માઓ સંથારારૂપ ગજેન્દ્ર પર આરૂઢ થઈને સુખપૂર્વક પારને પામે છે. ૧૬
આ સંથારો સુવિહિત આત્માઓને માટે અનુપમ આલંબન છે. ગુણેનું નિવાસસ્થાન છે, ક૯૫–આચારરૂપ છે. તથા સર્વોત્તમ શ્રી તીર્થકરપદ, મેક્ષગતિ અને શ્રી સિદ્ધદશા વગેરેનું મૂળ કારણ છે. ૧૭
તે શ્રીજિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર મેળવ્યું છે. વળી તારા ભવનને વિષે ધર્મરૂપ રતનને આશ્રયીને રહેવાવાળી વસુધારા પડી છે. કારણ કે જગતમાં મેળવવા યોગ્ય છે, તે સઘળું તે મેળવ્યું છે. ૧૮
“તેમજ સંથારાની આરાધનાને સ્વીકારવાના યોગે, તે જિનપ્રવચન વિશે સારી ધીરતા રાખી છે. આથી ઉત્તમપુરૂષોથી સેવ્ય અને પરમદિવ્ય એવી કલ્યાણલાની પરંપરાને તે પ્રાપ્ત કરી છે. ૧૯
તથા સમ્યગ્રજ્ઞાન અને દર્શનરૂપ સુન્દર થી મનોહર, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનરૂપ પ્રકાશથી શોભાને ધરનાર અને ચારિત્ર, શીલ વગેરે ગુણથી શુદ્ધ ત્રિરતનમાલાને તે મેળવી છે. ૨૦
સુવિહિત પુરૂષશે, જેના યોગે ગુણની પરંપરાને પ્રાપ્ત કરી શકે છે, તે શ્રીજિનકથિત સંથારાને જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે આત્માઓએ જગતમાં સારભૂત જ્ઞાન વગેરે રત્નનાં આભૂષણથી પોતાની શોભાને વધારી છે.” ૨૧ . સમસ્ત લેકમાં ઉત્તમ અને સંસાર સાગરના પારને આણનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org