________________
ચૈત્યવંદનમાળા
૨૬
કર જોડીને વિનવું, સામું રહી ઈશાન, ભાવ જિનેસર ભાણને, દેજે સમક્તિ દાન પ...
(૧૧) જય જય ત્રિભુવન આદિનાથ, પંચમી ગતિ ગામી, જય જય કરુણવંત પ્રભુ, ભવિજન હિત કામી-૧ જય જય ઈન્દ્ર નરેન્દ્ર વૃદ, સેવિત શિર નામી, જય જય અતિશય અનંત વત, અંતર ગતિ યામી...૨ પૂર્વ વિદેહે વિરાજતા, શ્રી સીમંધર સ્વામ, ત્રિકરણ શુદ્ધ ત્રિકાલ ભૈ, નિત પ્રતિ કરૂં પ્રણામ...૩...
(૧૨) શ્રી સીમંધર સાહિબા, મહાવિદેહ ક્ષેત્ર મઝાર, ભક્તિ ભાવે વંદન કરૂં, દિન મેં વાર હજાર...૧ ધન્ય ધન્ય વિજય પુષ્કલાવતી, ધન્ય પુંડરિકિણી ધામ, ધન્ય ધન્ય માતા સજ્યકી, ધન્ય પિતા શ્રેયાંસ નામ... ૨ ચારાશી લખ પૂર્વ સ્થિતિ, ધનુષ પાંચસે કાચ, ધરી લંછને શોભતી, સોવન વરણ કાય ...૩ કુંથુનાથ આરે જનમિયા, ઈન્ડે કિયે અભિષેક, સુવ્રત સમય દીક્ષા ગ્રહી, તાર્યા જીવ અનેક ઉદય પેઢાલ જિનાંતરે, વાસે સિદ્ધ સ્વરૂપ, અધમ ઉદ્ધારણ તાર જે, દેજે જ્ઞાન અનૂપ...૫
(૧૩) શિવસુખ દાતા સહકરૂં, સીમંધર જિનરાજ, વિચરે પૂર્વ વિદેહમાં, પુખલાવતીયે આજ...૧ વીસ લાખ પૂરવ લગે, કુંવરપણે શ્રીકાર. સઠ લાખ પૂરવ વળી, પાલી રાજ ઉદાર....૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org