________________
શાસનનાં મણીરત્ન ]
[ ૬૭ પાર પમાય, અન્યથા સંભવ નથી. (૪૧) સારું સારું વાપરવાથી, સારી ચીજોને ઉપગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે એમ વિચારવું. (૪૨) પાંચ તિથિએ ચેત્યપરિપાટી જરૂર કરવી. (૪૩) પર્વતિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ ૮૫ ક. (૪૪) સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ જીવનશુદ્ધિને ખ્યાલ બરાબર કેળવો. (૪૫) બ્રહ્મચર્ય સંયમને હાથ છે. તે વિના સંયમ મુડદા જેવું છે. માટે બ્રહ્મચર્યની નવ વડાનું પાલન બરાબર કરવા માટે ઉપયેગવંત રહેવું. (૪૬) સાધુએ બેલવામાં કદી પણ જકારને પ્રગ ન કરવો.
સંયમની સાધનારૂપ પગદંડીઓ (૧) ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે. તે વિના કદી પણ આત્મકલ્યાણના પથે પ્રયાણ શક્ય જ નથી. (૨) ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવા જોઈએ, કે મને ભવસમુદ્રમાં પડતો કે બચાવ્યા અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. (૩) ગુરુમહારાજ કાંઈ પણ કહે, આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે, કદાચ કઠેર વરે તર્જનાદિ પણ કરે – આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. આ ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય-તત્ર કે કડવા ઔષધના વિવિધ પ્રવેગેની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે! ! ! આ જાતની શુભ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે. (૪) પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બોલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું. (૫) શરીરને જેટલું ઇચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે. (૬) પાંચ મહાવ્રતનું પાલન પોતાના વહાલા પ્રાણોની જેમ કરવું જોઈએ. (૭) કેઈ પણ સાધુના દે આપણાથી જેવાય નહિ. બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેવવાળ બને છે. કાળું જોવાથી મન કાળું બને છે, ઊજળું જવાથી મન ઊજળું બને છે. (૮) બીજાના ગુણો જ આપણે જેવા જોઈએ. (૯) કેઈની પણ અદેખાઈ-ઈર્ષા સાધુથી ન કરાય. (૧૦) બીજાની ચડતી જોઈને રાજી થવું જોઈએ. (૧૧) “દરેકનું ભલું થાઓ” એવી ભાવના નિરંતર રાખવી જોઈએ. (૧૨) પિતાના ઉપકારી ગુરુમહારાજના દેશે કે ભૂલે તરફ કદી પણ નજર ન જવા દેવી. (૧૩) શરીરની સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ. (૧૪) શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો? આદિ કુદ્ર વિચાર કરવા ન જોઈએ. (૧૫) ગમે તે કહે બેલ (શબ્દ) સહન કરે તે સાધુ. (૧૬) “હું” અને “મારું” ભૂલે તે સાધુ. (૧૭) સારી વસ્તુ બીજાને મળે, મારે ગમે તે વસ્તુથી ચાલશે, આવી ભાવના વારંવાર કેળવવી. (૧૮) હસવું તે સાધુ માટે પાપ છે. (૧૯) સાધુથી કોઈની મશ્કરી કરાય નહિ. (૨૦) ગમે તેવી પણ કેઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. (૨૧) ડેઈની પણ નિંદા કરવી નહિ, તેમ જ સાંભળવી પણ નહિ. (૨૨) સ્વભાવ શાંત રાખવો. (૨૩) સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org