SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણું રત્ન ] [ ૬૫ છતાં સંસ્કારરૂપે યત્કિંચિંતુ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિક્રમણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથ પણ આમાં જણાવ્યા છે. ઉપર મુજબનું પાયાનું તાત્વિક શિક્ષણ મળ્યા પછી શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂળ સર્વ સાધનાને પૂર્ણ ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવા રૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજરના માર્ગે જલદી આગળ વધી શકાય તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવા રૂપે સ્વકલ્યાણને અનુકૂળ અધ્યવસાયશુદ્ધિનાં સાધન તાવિક શિક્ષણ દ્વારા મેળવ્યાં ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિકાળના સંસ્કાર માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂળ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં, ઉપર જણાવેલ બાબતોમાં યોગ્ય ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ચગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવા રૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેગવંત થવાની જરૂર છે. સંયમ-પાલનની વિશિષ્ટ મર્યાદાઓ (૧) વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે. કારણવશાત્ ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ શખવે. (૨) દિવસે ઊંઘવું તે સાધુ માટે દૂષણ છે. (૩) દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાત કરવી સાધુ માટે ઉચિત નથી. (૪) ભૂલ થઈ જાય તે સરળભાવે ગુરુમહારાજ આગળ નિખાલસ એકરાર કરે જેઈ એ. (૫) કપડાને કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢ. (૬) વારંવાર વાપરવું કે વાસના પિષવા ખાતર વાપરવું ઉચિત નથી. (૭) સારી વસ્તુ આપણી પાસે આવી હોય તે બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. (૮) ગુરુ મહારાજ આવે ત્યારે “મસ્થણ વંદામિ” કહેતાં જ ઊભા થવું જોઈએ. (૯) પિતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુ-આજ્ઞા થયા પછી કદી પણ ન કરે. “બહલ સંદિસાઉં ? આદેશના મર્મને સમજવાની જરૂર છે. (૧૦) કેઈ પણ ચીજ મંગાવવી હોય કે કંઈ પણ કામ કરવું હોય તે ગુરુમહારાજને પૂછવું જોઈએ. (૧૧) બંને ટંકનું પ્રતિકમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. (૧૨) મુહપત્તિનો ઉપયોગ બરાબર જાળવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy