________________
૮૯૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો દર્શનના ઉમળકાભરેલા ભાવોથી તેઓ કેટલાં ધન્ય બન્યાં હશે !
પૂજ્યશ્રીની વિદાયથી હૃદયમાં જે અવકાશ-ખાલીપણાનો અનુભવ થતો હશે તે સમજી શકાય છે. આ પ્રસંગે અમો બંને નત મસ્તકે પ્રભુને પ્રાર્થીએ છીએ કે ઉચ્ચ ગતિ પામી જીવનનો વિકાસક્રમ પૂર્ણ કરે.
જૈન સમાજની માતા -લીના શાહ, મંજુલાબેન અભેચંદ શાહ, કોઈમ્બતુર
પૂ. મા મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું. એમના જતાં જૈનધર્મમાં એક ખૂબ જ પ્રેમાળ, જ્ઞાની, સુશીલ, નમ્ર તથા સાથે સાથે તેમના નિયમમાં કડક એવાં સાધ્વીજી મ.સા.ની ખોટ કોઈ નહીં પૂરી શકે. તેમના જતાં આપણને બધાંને ખોટ લાગશે. ૪૪ વર્ષનું સંયમજીવન અને ૪૪ સાધ્વીજી બન્નેનો આંક સંખ્યા કોઈ પુણ્યશાળીને જ મળે. આટલા મોટા સમુદાયને કેવા પ્રેમથી તેઓ રાખતાં! પૂ. મા મહારાજ આખા જૈન સમાજની માતા હતાં. એક સરળ, નિયમમાં કડક પ્રેમી માતાને અમે ખોયાં છે. એમના આત્માને પરમ શાંતિ મળે તે જ પ્રાર્થના. સિતારો ગુમાવ્યો
-હસમુખભાઈ ચંદુલાલ કોઠારી, લીંબડી પૂ. માં મ.સા. નવકારમંત્રના સ્મરણ અને અઠ્ઠમતપની આરાધના પૂર્વક કાળધર્મ પામ્યાં. આપણે આપણા ધર્મનો એક સિતારો ગુમાવ્યો. એમની ખોટ પૂરા થાય એમ નથી. તપસ્વી
-ભરતભાઈ સી. શાહ, પ્રીતિ-દીપિકા) બેંગલોર પૂ. બા મહારાજ સાહેબ આજે આપણાં બધાંથી વિખૂટા પડી ગયાં. હવે તો સંભારણાં યાદ સ્વરૂપે રાખવાના. બહુ જ તપસ્વી હતાં.એમના અવાજમાં કડકપણું હતું પણ સરળ હતાં. અનંતની વાટે
–સોમચંદ ચુનીલાલ પરિવાર મુંબઈ પૂ. બા મહારાજના સમાચાર સાંભળી દુઃખ થયું છે. કારમી વેદના સહન કરી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પરમ શાંતિ-શાંતિપૂર્વક વેદના વેદી અનંતની વાટે ચાલ્યાં ગયાં. પૂજ્યશ્રીને તો પ્રભુની દેશના સાંભળવાની તમન્ના હતી. સદ્દગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે પ્રાર્થના. વિખૂટું પડે છે ત્યારે
– ભીખીબેન પોપટલાલ મુંબઈ તમને તો ઘણો જ ઊંડો આઘાત લાગ્યો હશે પણ તમે તો ઘણાં જ સાહસી અને સમજુ છો તેથી તમને વધારે તો શું લખવું તે સમજાતું નથી. જીવનમાં ઘણું ઘણું જોયું હોય છે અને સાંભળ્યું હોય છે પણ જ્યારે પોતાના અંગત જીવનમાં પોતાનું જ માણસ વિખૂટું પડે છે ત્યારે અત્યંત આઘાત લાગે છે અને તે પણ ખૂબ જ અસહ્ય આઘાત. પૂ. બા મ.સા. ને વીસરવાં ઘણાં મુશ્કેલ છે. તમારું પણ ઘણું ઘણું ધ્યાન રાખતાં હતાં. યાદ ભુલાય તેવી નથી
–વિજયભાઈ –મૂના તમે હિંમત રાખશો. તેમણે ઘણા ધાર્મિક કાર્યક્રમો કરાવ્યા છે. આપણા સાધ્વી-સમુદાયને મોટી ખોટ પડી છે. અમારી ઉપર તેઓ બહુ પ્રેમ વરસાવતાં હતાં. તેમની યાદ ભુલાય તેવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org