________________
[ શાસનનાં શ્રમણીરત્નો
પાનર પ્રાણીના માર્ગદર્શક
—શાંતાબેન, રશ્મિબેન; સુરત
શાસનકાર્યમાં માર્ગદર્શક તથા દરેકનું કાર્ય કરવા તથા કરાવવાની ભાવના તેમનામાં હતી. આપના આખા સમુદાયમાં મોટી ખોટ પડી અને આપને તો ચોક્કસ તેમની હાજરીની ખામી દેખાય. અમને પણ મોટી ખોટ પડી છે. અમારા જેવા પામર પ્રાણીના માર્ગદર્શક હતાં. તેમની પાસેથી આરાધક ભાવ વધે તેવું માર્ગદર્શન મળતું હતું. તેમના જેવા ગુણો અમારામાં આવે એવી ભાવના ભાવું છું.
અમારી પ્રાર્થના
૮૯૨ |
ભરત કે. શાહ, કરજણ
પૂ. બા મહારાજ સાહેબના અવસાનના સમાચાર જાણી દુ:ખ થયું. પ્રભુ તેઓશ્રીના આત્માને શાંતિ અને આપ સૌને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એ જ અમારી નમ્ર પ્રભુપ્રાર્થના. —સુરેખાબેન ચંપકલાલ, મુંબઈ
આ શું થઈ ગયું ?
પૂ. બા મહારાજ સાહેબજી કાળધર્મ પામ્યાં તે સમાચાર જાણીને ઘણું જ દુઃખ થયું છે. અચાનક આ શું થઈ ગયું ! આપના સમુદાયને તેમ જ જૈન સંઘને મોટી ખોટ પડી છે.
નિર્મળસ્વભાવી
–ઘેવરચંદજી જૈન, ખેરતાબાદ
અમારા પિરવારે બે સાલથી મા મહારાજનાં દર્શન ન કરી શક્યા એ અમારી કમનસીબી હતી. મા મહારાજ સહેબનાં દર્શન કરવા આવતાં ત્યારે ‘ખેરતાબાદવાળા’ કહીને બોલાવતાં અને ખૂબ ખુશીથી બોલાવતાં. મા મહારાજ સાહેબની અમારા પિરવાર ઉપર બહુત બહુત કૃપા હતી. એવા સરસ નિર્મળસ્વભાવી મા મહારાજ સાહેબનાં ચરણોમાં હાર્દિક શ્રદ્ધાંજલિ અર્ધું છું.
ધીર-ગંભીર છાયા
-રમણલાલ ચીમનલાલ શાહ
શ્રી ભરતભાઈ કાપડિયાએ લગભગ રાતના ૧-૩૦ વાગે સમાચાર આપ્યા. આપ સૌના જીવનમાં માતા-ગુરુવર્યાની ચાંદનીમય શીતળ, મધુ જેવી મીઠી, સાગર જેવી ધારગંભીર છાયા જે હતી તે છાયા નીચે આપ સૌ અને અન્ય સાધ્વી ભગવંતો સમ્યક્ રત્ન પામ્યાં. મા સરસ્વતી અને મા ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતીની કૃપા હેઠળ વાચ+યમની સિદ્ધિ મેળવી શુભ + ઉદય પામ્યાં અને અન્ય ગીત+નય+પરમયશ વગેરે પામ્યાં અને આ બધી સાંકળમાં પ. પૂ. આચાર્ય ભગવંત લબ્ધિસૂરિ મ. સા.ની લબ્ધિકૃપા, પૂ. આ. ભગવંત વિક્રમસૂરિ મ.સા.ની ન્યાયકૃપા, પૂ. આ. ભગવંત જયંતસૂરિ મ. સા.; પૂ. આ. ભગવંત નવીનસૂરિ મ.સા.ની જાપકૃપા, પૂ. આ. ભગવંત રાજયશસૂરિ મ.ની ભક્તિકૃપા તથા અન્ય સમુદાયના આચાર્ય, સાધુ-સાધ્વી ભગવંતોની અનન્ય આશીર્વાદકૃપાનાં અમૃત પામ્યાં અને આપ સૌનું જીવન ધન્ય બન્યું. પૂજ્યશ્રીના દીર્ઘ આયુષ્ય + સંયમયાત્રા દરમ્યાન આપ સૌને ઘણો ઘણો લાભ મળ્યો. એ લાભ-કૃપા-અમીદૃષ્ટિને યાદ કરી આપ સૌ સાંત્વના લેશો. એમની સ્મૃતિને ચિરંજીવ બનાવીએ એ જ પ્રાર્થના.
ભુલાય તેવી વ્યક્તિ નથી.
ધર્મબેન; મુંબઈ
અમે તો હંમેશાં મા મહારાજને વડીલ તરીકે જોયાં છે એટલે અમે ત્યાં આવીશું ત્યારે એમનું સ્થાન તો ખાલી જ દેખાશે; પણ આટલી વેદના સાથે સમાધિ ટકાવી નવકારમંત્રનું શ્રવણ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org