________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૭૧ શ્રી નિર્મળાશ્રીજી મ. ( નિમુબહેન રતિલાલ મૂળચંદ ) દીક્ષા : ૨૦૩૫. પૂ. સા. આત્મરક્ષિતાશ્રીજી મ. (સંસારી નામ રાજુલાબહેન મંગળદાસ) દીક્ષા : ૨૦૩૭. ' ઉપર મુજબ શ્રી સીનોર જૈન જ્ઞાતિમાંથી નવ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ.
હીરાલાલ જી ઘીયા, સીનોર
વૈયાવચ્ચનો ગુણભંડાર પૂ. સાધ્વીજી શ્રી વિમલપ્રભાશ્રીજી મહારાજ
ગૃહસ્થપણામાં વિમલાબેન નામ હતું. જૂના ડીસામાં જન્મ હતો. પિતાશ્રી મંગળદાસ, માતુશ્રી કંકુબેન.....
ઉંમરલાયક થતાં શેઠ કુટુંબના શાહ નાથાલાલ હાથીભાઈના સુપુત્ર સહુથી મોટા શ્રી મોતીલાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં....
નાથાલાલની જૂની પેઢી વરસોથી કોલ્હાપુર ચાલી રહી છે. ગોળના વેપારી છે. આ તરફ મોતીલાલ પોતાના પિતાથી જુદા રહેવા નવા ડીસા ગયા અને દોઢ વરસમાં એક બાળકનો વિમલાબેનની કુક્ષીએ જન્મ થયો...
લગભગ તેને રાત્રે દૂધપાન કરાવ્યું નથી...તે દોઢ વરસનો થતાં તો માત-પિતાએ બ્રહ્મચર્યવ્રત સ્વીકારી લીધું...
મોતીભાઈ કોલ્હાપુરમાં ઇન્ટર ભણતા. દેડકા ચીરવાનું આવતાં વૈરાગી બની ગયા...પછી તો બંને પતિ-પત્ની તપમાં, બાળકને સુંદર સંસ્કાર આપવામાં લાગી ગયાં. પ્રભુભક્તિ એવી જોરદાર કે રોજ નૈવેદ્યનો થાળ ધરીને જ એકાસણું કરતાં...સંયમની ભાવના મનમાં ભાવતાં હતાં. જ્યારે યોગ આવે ? બાળકનું નામ ધીરેન્દ્ર રાખ્યું. ગર્ભથી સાડાસાત વર્ષનો થતાં તે પણ પૂર્વજન્મના અભ્યાસથી સંયમ માટે તૈયાર થઈ જતાં.અવસરે મહિમાવિજયજી મ. સા.નો યોગ મળ્યો. વૈરાગ્યવૃદ્ધિ થઈ...અને શ્રી જિનપ્રભસૂરિ મ.ની દીક્ષા જોઈ વૈરાગ્ય વધ્યો. પૂ. અધ્યાત્મયોગી નમસ્કાર મંત્રારાધક શ્રી ભદ્રંકર વિ. મ. સા.નો પરિચય પામી તેઓશ્રી પાસે દીક્ષા લેવા નિર્ધાર કર્યો...પણ નાનો બાળક, ઘરમાં નાથાલાલની અનુમતિ પણ નહિ છતાં..પ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા ડીસાના સંઘની અનુમતિ લઈ ઝગડિયા તીર્થે દીક્ષા આપી... ગુરુવર્ય શ્રી ભદ્રંકર વિ. મ. સા. ની છત્રછાયામાં મોતીલાલ શ્રી મહાયશ વિ. મ. સા.ના નામે સુંદર આરાધના કરવા લાગ્યા. ધીરેન્દ્ર ધુરંધર વિ. મ.ના નામથી જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા.
આ તરફ વિમળાબેન પોતાનાં સાસુએ જે આગળ દીક્ષા લીધેલી તે દિવ્યપ્રભાશ્રીજી નામે હતાં, તેમનાં શિષ્યા વિમલપ્રભાશ્રીજી નામે બન્યાં બાદ...
વર્ધમાન તપને વધતા ભાવે આરાધતાં આરાધતા સોની ઓળી પાટણ મુકામે પૂરી કરી. પારણું શ્રી ભદ્રંકર વિ. મ. સા.ની પુનિત નિશ્રામાં કર્યું.બાદ ઉપર પણ ફરી પાયો ભરીને બીજી અઢાર ઓળી, ૧૦૮ આયંબિલ પણ કય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org