________________
૮૫ર ]
[ શાસનનાં શ્રમણીરત્ન મ.ને મળજો, યાત્રા બરાબર કરાવશે. એટલે તુરત ફરી ઉપર જાય. દર્શન કરાવે. બે વાગે નીચે ઊતરે, પછી પાણું લેવા, ગોચરી લેવા જાય. આવી અનેકને યાત્રા કરાવેલ છે. ત્યારે સ્વાભાવિક શ્રાવક-શ્રાવિકા કામ માટે પૂછે, તે પ્રતિમાજી ભરાવવાનું કહે. કેઈ સારી કામળી-કપડો-ઘડિયાળપેન કશું આપવા આવે તે ના પાડે. પરાણે મૂકી જાય તો પિતે તપાસ કરીને યોગ્ય લાગે તો સાધુ-સાધ્વીને આપી દે, પણ જાતે ઉપયોગ કરે નહીં, એટલી નિઃસ્પૃહતા. જીભ ઉપર અદ્ભુત કાબૂ. ખાવા-પીવામાં લાલુપતા નહીં. બેલવામાં પણ ઘણે કાબૂ. હાલ પ્રાયઃ મધ્યપ્રદેશમાં છે. તેમની તીર્થભક્તિને નમસ્કાર.
સાધ્વીશ્રી પ્રવીણુશ્રીજી :- ઉત્તમ શ્રમણીરત્ન હતાં. અશાતા, વેદનીય કર્મ જાતે ભેગવવાને તથા પરિવારમાં અશાતા, વેદનીયથી પીડાતાં સાધ્વીઓ જેવાનો કેઈએ પેગ લઈને આવેલા કે એક સાધ્વીને સારું થાય ત્યાં બીજી શિષ્યા કે પ્રશિષ્ય બીમાર બને. બીમારી પણ ભયંકર. કેક વખત બે-ત્રણને સાથે પ્રસંગ બને. જે બીમારી જોઈને તેમના સંસારી નેહીઓ વિનતી કરે કે અમે અમારા સાદેવીજીને ઘેર લઈ જઈએ, ત્યારે સ્પષ્ટ ના પાડે. મારા જીવતા કેઈને ઘેર નહીં મોકલું. પિતે એવી સેવા કરે કે સગાં-વહાલાં એમ કહે કે ઘેર એની મા પણ આવી સેવા ન કરે. ખૂબ સમતાવાળા. છેવટે પિતાને કેન્સર થયું તે પણ કાળ પામતા રસુધી એક સરખી સમતા. સારા સારા મજબૂત ગણાતા, દુનિયાને ધ્રુજાવતા માણસે પણ લાંબી માંદગી જોયા કે ભેગાવ્યા બાદ શરીર–મનથી હારી જતા જોવામાં આવે છે ત્યારે આ સમતામયી સાધ્વીને જોઈને થાય કે વીતરાગ શાસન કેવું પચાવેલ છે!
સાધ્વીશ્રી શ્રતવર્ષાશ્રીજી – જેન જગતમાં માત્ર તપાગચ્છમાં નહીં, પણ કઈ પણ વેતામ્બર-દિગમ્બરમાં આ અજોડ તપસ્વી શ્રમણીરત્ન છે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં આ સાધ્વી જેવી તપશ્ચર્યા કેઈએ કરી નહીં હોય, કેઈ કરશે કે કેમ, તે પ્રશ્ન છે.
ઘરમાં દરરોજ બે ફરસાણ–બે મીઠાઈ પડેલાં હોય તેવા નવસારીના બાબુલાલ વીરચંદના સુખી ઘરમાં ગ્રેજ્યુએટ થઈને ૫૦૦ આયંબિલની તપશ્ચર્યામાં દીક્ષા લીધી. ૫૦૦ આયબિલના પારણે પારણું ન કરતાં ઉપવાસ શરૂ કર્યા. ૨૧માં ઉપવાસે નવસારીથી વિહાર કર્યો ૪૩માં ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા. હું તે વખતે શંખેશ્વરમાં હાજર હતે. ૪૫ ઉપવાસ ને પારણામાં આયં. બિલના દિવસે પિતાના જ એક હાથમાં તરપ-દાબડિયે, એક હાથમાં લેટ (લાકડાનો ઘો) લઈને વહેરવા નીકળેલા મારી સગી આંખે જોયા. તેમના સંસારી માતુશ્રી પારણું કરાવવા આવેલા તેમને ત્યાં વિહરવાની ના પાડી, કે તમે મારા માટે કરેલ છે, નહીં લઉં. કેટલાક દિવસ આયંબિલ કરી અઠ્ઠમ . પાછા થોડા આયંબિલ અને અઠ્ઠમ, એમ કરતાં ચૈત્ર સુદ ૪ થી વૈશાખ સુદ ત્રીજ સુધીનું માસક્ષમણ કર્યું. પારણે પાછું આયંબિલ. નહીં કઈ પત્રિકા, નહીં મહોત્સવ, નહીં પ્રચાર, તપસ્વિની તરીકે દેખાવાની લેશ માત્ર આશંસા નહીં! જીભ ઉપર કે અદ્ભુત કાબૂ !
માસક્ષમણ નહીં, પણ ૧૦૮ ઉપવાસ કરનાર પણ છે, પરંતુ પારણે કેવું? આગળ કેવું? ક્યા સમયે? વઢિયારની ભૂમિના બળબળતા તાપમાં ઉનાળામાં માસક્ષમણ કરનાર કોઈ માઈનો લાલ મેં તે જેસાંભળેલ-વાંચેલ નથી. અનેકઃ વંદનાવલી આવા પરમ તપસ્વી મૂક આરાધકોને.
- સાધ્વીશ્રી રેવતી શ્રીજી – લગભગ ૭૦૦ સાલવીઓની નાયક. પિતે દીક્ષા લઈને સંસારી 8 બહેનોને પણ દીક્ષામાં લીધી. પઠન-પાઠન તપ-ભક્તિ બધું વગાયું. ૧૦૦ ઓળી પૂર્ણ કરી છતાં આહાર-સંજ્ઞા ઉપર ઘણે સારે કાબૂ મેટા ભાગે જે વધારે તપશ્ચર્યા કરે છે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org