________________
૮૫૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન પ્રવચન કરવામાં કે ક્ષોભ નથી. માત્ર માનવામાં રહે તે અભ્યાસનું શું? તેથી વારાફરતી ટુકડીને મહેસાણા વગેરે અભ્યાસની સગવડતાવાળા સ્થાને મોકલીને ભણાવતા પણ રહેવાનું. આજે માલવાનાં નાનાં-મોટાં ગામ-નગરમાં જે ધર્મ આરાધના-પ્રભાવના વગેરે દેખાય છે તેમાં મનેહરશ્રીજીને ફાળે ઘણા મોટા પ્રમાણમાં છે.
સાવીશ્રી ઇન્દશ્રીજી :- “હું આ સાધ્વીને સાધ્વી માનતું જ નથી.” સં. ૨૦૨૫ના માગશર સુદ ૬ કે ૭ના દિવસે જામનગર મેરારબાગના ઉપાશ્રયના ઓટલા પાસે મોટેથી ઉચ્ચારાયેલા મારા શબ્દો સાંભળીને એક સાધ્વીજી બહાર આવી ગયાં. ગુસ્સે થઈને બેલ્યા, શું તું
કરા? મેં કહ્યું, જે કહ્યું તે બરાબર છે. હું તમારા ઈશ્રીને સાધવી જ માનતા નથી. એટલામાં અંદરથી ઈન્દુશ્રીજી બહાર આવ્યા. બહુ જ પ્રેમ થીબેલ્યા, ભાઈ! અંદર આવ. અંદર ગયો. બોલ, શું ફરિયાદ છે? તમે ૧૪ ઠાણા છે, જેમાસામાં હું સાત વખત બોલાવવા આવેલે, પણ ચાર મહિનામાં એક દિવસ પણ તમારા એકે સાધ્વી મારે ત્યાં ગોચરી લેવા આવ્યા નથી. કેમ? પૈસાવાળાને જ ઓળખે છે? શહેરના દરેક ઉપાશ્રયેથી હું સાધુ-સાધ્વીને બોલાવું છું. કેઈ એ ના નથી પાડી. સ્થાનકવાસી મહાસતીએ પણ ના નથી પાડી. તમારા આચાર્ય દેવેન્દ્રસાગર આટલા મોટા તે પણ કેટલા સરળ છે! તેમણે પણ મારે ઘેર પગલાં કર્યા, અને તમને ચાર મહિનામાં સાત વખત બેલાવવા આવ્યા, એક વખત અનુકૂળતા ન મળી? મારો ઊભરો ઠલવાઈ ગયો. વળી પ્રેમથી કહ્યું, તારા ઘેર ચોક્કસ વહોરવા આવી જશું. મારી દીક્ષા નક્કી થઈ ગઈ. પાલીતાણામાં દીક્ષા પહેલાં મળ્યાં. ખૂબ પ્રેમથી બેલા. થોડી શિખામણ દીધી. દીક્ષા લીધા પછી માલવાનાં ક્ષેત્રો સાચવવા ભલામણ કરી.
પૂ. ગચ્છાધિપતિ આ. દેવશ્રી માણિક્યસાગરસૂરિજીની અંતિમ બીમારી ચાલે. એ વખતે હું ત્યાં. દરરોજ વિવિધ સ્તુત્રાદિ સંભળાવતા. ઈન્દુશ્રીજી ત્યાં આવ્યા. વંદન કર્યું. એક નજરમાં નક્કી કરી લીધું. આટલા સાધુની ગચ્છાધિપતિ પાસે હાજરી અનિવાર્ય. તુરત બધાને કહ્યું, બધાને કાંપ લાવો. મારો પણ માગેલે. મેં કહ્યું, બે-ત્રણ દિવસ પછી જોઈશું. સવારે સૂર્યોદય પછી તુરત કાંપ કાઢવા બેઠો ત્યાં ઓચિંતાના આવી ગયા. “તમને ના પાડી તોય કાંપ કાઢવા બેઠા! ” એક વાક્યમાં ચહેરા ઉપર દુઃખ-લાગણી–રોષ–બહુમાન–વ્યથા એકસાથે પ્રગટ થતાં હતાં. બપોરે ફરી
ન કરવા આવ્યાં. મને બહાર બોલાવ્યો. “આવા મહાપુરુષને અમે તમારી જેવી આરાધના કરાવી શક્તા નથી. તે થોડોક નિર્જરાનો લાભ અમને આપવો ન જોઈએ? સાધુઓને મળે તે લાભ અમને સાધ્વીઓને ક્યારે મળવાને? આજે શાસનમાં આવા જ્ઞાની સમતાવંત કેટલા? એમને થોડીક પણ શાતા-શાંતિ સેવામાં નિમિત્ત બનીએ તે જે નિજર થાય તે ઉત્તમ કેટની હોય. હવે મને પણ થોડી નિજરામાં ભાગીદાર બનવા દેજો.” એમના ગયા પછી થયું, ખરેખર, ધન્ય છે આ સાધ્વીને. ૪૦-૫૦ જેટલે તે એને પિતાને શિખ્યાદિ પરિવાર. માલવાની વાઘણ જેવું ઉપનામ, પણ નિજકરાનું લક્ષ કેટલું છે! આટલે નાને સાધુ હોવા છતાં આરાધના કરાવું છું માટે કાંપ માગે છે. પરંપરાથી નિજર માટેનું ધ્યાન કેટલું સુંદર છે! ત્યારે મને ૨૦૨૪ને ચોમાસાને પ્રસંગ યાદ આવ્યું, કે ગૃહસ્થપણમાં હું બેલેલ તે ભૂલ હતી. આ એક જ સાધ્વીની ટુકડી એવી હતી કે જે દરેક સાધુઓને પ્રતિદિન વંદન કરીને જતી. આ મોટાં સાધ્વી પિતે બધાને વંદન કરતાં. મતલબ કે સાધુવંદનથી થતી નિર્જરા તરફ ત્યારે પણ તેમનું લક્ષ હશે!
- સાધ્વીશ્રી અમિતગણશ્રીજી – આપસૂઝ અને સ્વ-પરિશ્રમે આગળ વધીને માલવામાં પિતાની વિશિષ્ટ આભા ઉત્પન્ન કરનાર આ સાધ્વીજીની એક ખોજ શ્રીસંઘને ઘણી લાભદાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org