________________
૮૪૮ ]
[શાસનનાં શમણીરત્ન આજથી ૨૦ વર્ષ પહેલાં ઉપધાન તપમાં બેસનાર આવી સંખ્યા અલ્પ હતી. અભિગ્રહ કર્યો કે ઉપધાન પૂર્ણ થાય ત્યાં સુધી પાંચ જ દ્રવ્ય વાપરવાં. નીવિ હોય કે આયંબિલ. મારા મનમાં સંશય થયેલ કે પિતાનું ગામ છે. બીજી બહેને ઉપધાનમાં બેસે છે તે આપણે પણ કરી લેવા, આવું કદાચ હશે તે? પરંતુ પાંચ દ્રવ્યને અભિગ્રહ છે એટલે સંશય ભાગી ગયો. ઉપધાન પૂરા થયા. માળ થઈ ત્યાં સુધીમાં ચંદ્રિકાએ નક્કી કરી લીધું કે હવે બીજુ ત્રીજું ઉપધાન નથી કરવું. હવે તે સીધી દીક્ષા જ. વિહાર ૧ખને આવી. વંદન કર્યું અને પૂ. દેવેન્દ્રસાગરસૂરિજી પાસે હાથ જોડી ઊભી રહી. જીવનભરનો નિયમ કરા કે કઈ દિવસ પાંચથી વધારે દ્રવ્ય નહીં વાપરવાં. હું તે એના મોઢા સામે જ જોઈ રહ્યો. કેવી પુન્યવાન છોકરી છે! પૂજ્યશ્રી કહે, કે તું દીક્ષા ન લે ત્યાં સુધી નિયમ આપું. દીક્ષા પછી તારી ગુરુ કહે તેમ કરજે. મેં વચ્ચે કહ્યું, મહારાજ, એક વિનંતી. પૂજ્યશ્રી કહે, શું? મેં કહ્યું, એને વાયણ શરૂ ન કરે ત્યાં સુધીને નિયમ આપે, પછી ના નાજનાં રપ દ્રવ્ય પણ થઈ જાય. આપે તો ભાગીને દીક્ષા લીધેલી. આને તે મહત્વપૂર્વક લેવાની છે. તે પ્રમાણે નિયમ લીધે. દીક્ષા પછી ભેગા થયા ત્યારે ચંદ્રિકા ચિવર્ષાશ્રીજી બનેલ મેં પૂછ્યું, શાતામાં તેણે જવાબ આપે. નિયમ ૧૦ દ્રવ્યને છે. પ્રાયઃ સાત થાય છે. દક્ષિા પછી શ્રેણીતપ, વીશસ્થાનક તપ કરેલ. પછી તો જાણે પિતાને સમજાઈ ગયું હોય કે મારું આયુષ્ય હવે અલ્પ છે, તે કમાણું કરી લેવી. ઘેર આ કાયાને ખૂબ મિષ્ટાન્ન ફરસાણ ખવડાવેલ છે. (તેમના ઘેર મેં નજરે જોયેલ ચેમાસામાં કાયમ માટે બે મિષ્ટાન્ન, બે ફરસાણ રહેતાં.) તપની ધૂણી ધખાવી. અડ્ડમને પારણે અઠ્ઠમથી પાંચ વર્ષીતપ. વષીતપમાં એક વિશેષતા એ કે પારણે એકાસણું (બિયાસાશું નહી), ગૃહસ્થના મનમાં એમ થાય, કે “આમાં ઝાઝો ફેર શું પડે? બિયાસારું કરે તે બે વાર ખાય. કેટલુંક વધારે ખવાય??” આ ગૃહસ્થને વિષય નથી. પહેલે ફેર નિર્દોષ ગૌચરીને પડે. નિર્દોષ ગૌચરીથી કમબંધના સ્થાને નિજર થાય, પરિણામ નિર્મલ રહે. આરાધનામાં દત્તચિત્તતા આવે. બિયાસણું ન હોય એટલે સવારની પિતાની રોજિંદી આરાધના પારણને દિવસે પણ શાંતિથી થાય. વળી એકાસણું એટલે નૈમેતિક તપ સાથે નિત્ય તપ પણ જળવાઈ રહે, જે બહુ ઓછા તપસ્વી સાચવી શકે છે. આહાર સંજ્ઞા કાપવા અઠ્ઠમના તપ સાથે પારણે એકાસણામાં વિગઈ ત્યાગ કર્યો. ગૃહસ્થોએ વિચાર કરવાને કે કડાવિગઈ બંધ થવાથી કેટલી વસ્તુ બંધ થાય? બીજામાં કડાવિગઈ તથા ગોળ બંધ કર્યા, કેટલી વસ્તુ બંધ થાય? ત્રીજામાં કડાવિગઈ ગોળ, તેલ બંધ, કેટલી વસ્તુ બંધ થાય? ચેથામાં કડાવિગઈ–ગોળ–તેલ–દહીં બંધ કર્યા, શું બાકી રહ્યું? પાંચમા વષીતપ અડ્ડમના પારણે એકાસણામાં કડાવિગઈ-ગોળ-તેલદહીં-ઘી બંધ! શું ખાવાનું? (આ વિગઈ ત્યાગ પણ શાસ્ત્રના હાર્દ સમજીને ત્યાગની બુદ્ધિ, ત્યાગની પરિણતિપૂર્વકને ત્યાગ. શાસ્ત્રનું શસ્ત્ર બનાવીને ત્યાગી દેખાવા સાથે રસનાના તેફાન ચાલુ નહી રાખવાનાં. નહીં તે શાસ્ત્રમાં ગાય-ભેંગ–કિરી વગેરેનાં દૂધ લખેલ છે પણ પાવડરનું દૂધ વિગઈન ગણાય તેમ જાતને છેતરી ને દૂધ વાપરવાનું, તે દૂધનું દહીં વાપરવાનું, તેનું ધી વાપરવાનું, એમ પામોલીન–સૂરજમુખી કે મગફળીના તેલનું વિગઈમાં નામ નથી, માટે તે તેલ તથા તેની તળેલી વસ્તુ વાપરવાની અને ત્યાગી દેખાવાનું આવે દોખ નહીં) આ સમયે કમસત્તા બળવાન બની. ટી.બી.ને હુમલો. ૧ વર્ષ માત્ર એકાસણાં. પાછે આમા બળવાન બન્યો. અને પારણે અઠ્ઠાઈ અને પારણે આયંબિલ. આયંબિલ ય એક ધાન્યનું ચણ એટલ ચણુના જ વસ્તુ. ઘઉં તે ઘઉંની જ વસ્તુ, ભેગા મગ વગેરે નહીં. વર્તમાનકાલીન વિજ્ઞાનની અંધશ્રદ્ધાવાળે વર્ગ ઘણો જ વિશાળ છે તેને તે આ જુએ–સાંભળે કે વાંચે તે દિમાગ જ બંધ થઈ જાય (જો હોય તે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org