SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ શાસનનાં શમણીરત્ન સ્વાધ્યાય : જ્ઞાનમાર્ગની ઉપાસનામાં સ્વાધ્યાય એ પ્રાણ સમાન છે. સ્વાધ્યાય માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ કરે નહિ. દિવસ અને રાતના પહેલા અને ત્રીજ પહેરમાં અવશ્ય સ્વાધ્યાય કરે જોઈએ. એટલે બાર કલાકને સમય સ્વાધ્યાયમાં વ્યતીત કરવાનો છે. આગમગ્રંથોમાં કેટલીક સાધ્વીજીએને ઉલ્લેખ છે કે તેઓએ શાનો ગહન અભ્યાસ કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી. અંતકૃતદશાંગ સૂત્રમાં યક્ષિણી આર્યાને ઉલ્લેખ છે. એમની નિશ્રામાં પદ્માવતી આદિ સાધ્વીએ શાસ્ત્રાભ્યાસ કરતી હતી. એમનો અભ્યાસ ૧૧ અંગ સુધીને હતે. જ્ઞાતાધર્મકથામાં સુત્રતા આર્યાની નિશ્રામાં દ્રૌપદીએ ૧૧ અંગને અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે. ઉપરોક્ત સંદર્ભથી એમ સ્પષ્ટ જાણી શકાય છે કે સાધ્વીજીઓને પણ અભ્યાસ માટે પૂર્ણ તક હતી. અને અધ્યયન દ્વારા સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકતી હતી. અંતકૃતદશાંગ અને જ્ઞાતા ધર્મકથા ગ્રંથને આધારે દીક્ષા લીધા પછી સાધ્વીજીએ પ્રવતિની સાધ્વીજી સમક્ષ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ અંગેની પાંચ પ્રવૃત્તિ છે : વાચના (વાયણા). પૃચ્છના (પુછના). પુનરાવર્તન (પરિયડ્રણા). મનન (આશુપેહા). ધર્મકથા (ધમ્મકહા). આ રીતે પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવો જરૂરી છે. ઉપરોક્ત સ્વાધ્યાય-પ્રવૃત્તિનું પરિણામ એ છે કે, જે કાંઈ અભ્યાસ થાય છે તે પરિપૂર્ણ બને છે. વારંવાર વાંચવું, યાદ કરવું, સૂત્રાર્થ સમજવા અને તેનાં રહસ્યને પામવાં. આ સ્વાધ્યાય સિવાય અન્ય કઈ માર્ગ નથી. રત્નત્રયીની આરાધનામાં સમ્યકજ્ઞાનની આ પ્રવૃત્તિ એ સાચા અર્થમાં મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવામાં ઉપયુક્ત સિદ્ધ થાય છે. અધ્યયન દ્વારા સમ્યફદર્શનની વિશુદ્ધિને ચારિત્રના પરિપાલનની નિષ્ઠા પ્રાપ્ત થાય છે. મિથ્યાભિમાનીના ગર્વને નષ્ટ કરવાનું પણ જ્ઞાન એ પ્રયજન બને છે. જ્ઞાનદષ્ટિથી સાધ્વીજી સ્વયં સૂત્ર, અર્થ અને ભાવને સમજી શકે છે. આ રીતે અધ્યયનની પ્રવૃત્તિની મહત્તા સમજવી જોઈએ અને સાધ્વીજીએ તેમાં વિશેષ પ્રવૃત્તિ આદરવી જોઈએ. સાધ્વીજી સ્વયં અધ્યયન કરે તે તો ઇષ્ટ છે, પણ અન્ય સાધ્વીજીઓ, શિષ્યાઓ અને શ્રાવિકાઓને પણ અભ્યાસ કરાવવાની જવાબદારી તેઓ સ્વીકારે છે. અધ્યાયને સમય : આકાશમાં ઉકાપાત, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, વીજળી પડવી, રાજા અથવા અધિકારીનું મૃત્યુ અને યુદ્ધને સમય અધ્યાય ગણાય છે. શ્રાવણ, કારતક, માગશર અને વૈશાખ વદ અમાસના દિવસે અસ્વાધ્યાયના છે. શારીરિક પીડા કે રોગને સમય પણ અધ્યાયને ગણવામાં આવે છે. અધ્યાય વિશે વૈદિક પરંપરામાં પણ એકમ, આડમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાને કરેલ છે. તપ : આત્માને લાગેલાં કર્મોને નાશ કરવા તપ કરવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે. એક ઉપવાસ, છહ, અઠમ, પંદર દિવસના કે મહિનાના ઉપવાસ અને બીજા નાનાંમોટાં તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy