SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન વર્તમાન પ્રવર્તિની પૂ. સા. શ્રી જિનશ્રીજી મહારાજ પૂ. જિનશ્રીજી રાજસ્થાનના તિવરીનિવાસી લાદુરામજી બરડ અને માતા ધૂડીદેવીના સંતાન હતાં. તેમનો જન્મ સં. ૧૯૫૭ના આસો સુદ ૮ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ જેઠીબાઈ હતું. તેમનાં લગ્ન ૧૪ વર્ષની ઉમરે રાજમલજી શ્રીમાલ સાથે થયાં હતાં. દેઢ વર્ષમાં જ વૈધવ્ય આવી પડ્યું. સંસારના તાપથી ત્રસ્ત જેઠીબાઈને સં. ૧૯૭૬માં તિવરી પધારેલાં પૂ. જ્ઞાનશ્રીજીની વાણીથી શાતા મળી. પૂ. જ્ઞાનશ્રીજીના ચાતુર્માસને લીધે જેઠીબાઈ વૈરાગ્યવાસિત થયાં અને દીક્ષા લેવાની ભાવના જાગી. સં. ૧૯૭૬ના માગશર સુદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને પૂ. વલ્લભાશ્રીજીના શિષ્યા જિનશ્રીજી તરીકે ઘોષિત થયાં. સંયમ સ્વીકાર્યા બાદ પૂ. જિનશ્રીજીએ પૂ. ગુરુવર્યાનાં સઘળાં કાર્યોમાં સહગ આપવાનું શરૂ કર્યું અને પિતાની આગવી સૂઝબૂઝથી તેમના મંત્રી સમાન બની રહ્યાં. ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યું. ગુરુની ઇચ્છામાં જ પોતાની સમગ્ર ઇચ્છાનું વિલીનીકરણ કરી દીધું. પરિણામે, ગુરુહૃદયમાં વસનાર શિષ્યોની નામાવલિમાં તેઓશ્રીનું નામ અગ્રસ્થાને મુકાય છે. તેઓશ્રીના આ કાયથી પ્રભાવિત થઈને “શિષ્ય-સમુદાયનું પ્રવતિનીપદ તેમને સોંપવામાં આવ્યું દીર્ધાયુ અને સુદીર્ઘ દક્ષા પર્યાય ભોગવી પૂજ્યશ્રી અમલનેર મુકામે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં છે. પ્રવર્તિની પૂ સા. શ્રી વિમલશ્રીજી મહારાજ પૂ. વિમલશ્રીજીના જન્મસ્થળ અને જન્મતિથિ વિશે માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓશ્રી પૂ. શિવશ્રીજી મહારાજનાં શિખ્યા હતાં અને તેમનું સૌથી મહાન કાર્ય પૂ. પ્રદશ્રીજીના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હતું. પૂ. શિવશ્રી જી માતાપુત્રીને (જયવંતશ્રીજી અને વિમલશ્રીજીને) દીક્ષા આપી અજમેર પધારી ગયાં. ત્યાર બાદ શ્રી પ્રદશ્રીજીને શાસ્ત્રાભ્યાસમાં પારંગત કરવામાં પૂ. વિમલશ્રીજીને જ ફાળે મુખ્ય રહ્યો. આવા ઉત્તમ કાર્ય માટે શાસન તેમનું ગ્રહણ રહેશે. પ્રવર્તિની પૂ. સા. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ યથાનાસગુણ જ્યાં વિચરે ત્યાં પ્રમાદી વાતાવરણ સર્જાઈ જાય, એવાં પૂ. પ્રમોદશ્રીજી મહારાજ નૈસર્ગિક સૌદર્યથી બાહ્ય રૂપના સ્વામી છે, તે જ્ઞાનગંભીર અને લલિતમધુર પ્રવચનશૈલીથી આંતરિક સૌંદર્યનો પણ સમર્થ પ્રભાવી છે. તેઓનું વતન પણ ફલેદી છે. પિતા સૂરજમલજી અને માતા જેઠીદેવીને ત્યાં સં. ૧૫૫ના કાતિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ને દિવસે જન્મેલી લક્ષમી નામ પુત્રી ખરેખર જ્ઞાન અને સંયમની લક્ષ્મીનો અવતાર હતી. તેમની બાલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy