________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૭૯૧
દર્શાવતાં. નમસ્કાર મ`ત્ર, અરિહંતપદના જાપ વગેરે બાકીના સમયમાં ચાલુ રાખતાં. ‘ઉવસગ્ગહરા જાપ નિત્ય પદ્માસને બેસી મૌનપૂર્વક કરતાં.
તેએ સ્વકલ્યાણ સાથે પરકલ્યાણમાં પણ સદા તત્પર રહેતાં-જે કઈ આવે તેને માંગલિકની સાથે શત્રુજય લઘુકલ્પ સભળાવતાં. ભાવિકે એમને યાત્રાવાળા મહારાજ કહીને ખેલાવતાં. દિવસમાં ગમે તેટલા ગમે ત્યારે આવે, બધાંને બેચાર વખત પ્રેમભાવપૂર્વક સભળાવતાં. એમણે છેલ્લી જિંદગી સુધી આ રીતે જ જીવન વિતાવ્યું.
સં. ૨૦૪૮ પોષ સુદ ૬ ના દિવસે કોઈ અગમ્ય ચેતનાપૂર્વક પેાતાની ક્રિયાએ કરી વાણીના રણકાર, જોમ-જુસ્સા, છેલ્લી ઘડી સુધી એવા જ રહ્યો. ગુરુદેવ એવા જ જુસ્સાથી અમને બધાંને છેલ્લા પચ્ચક્ખાણ આપ્યા. બધી જ ક્રિયાએ આનંદપૂર્વક કરી અને એકાએક ૮૪ લાખ જીવાર્ની ક્ષમાપના, ચાર શણ, દુષ્કૃતનુ બધાએ તપ ત્યાગ જાપ, સ્વાધ્યાય ચાત્રા, દાનપૂછ્ય સભળાવ્યાં. નવકારમ'ત્રની ધૂન સાંભળતાં લીન થઈ ગયાં. માત્ર પદર મિનિટમાં તેા પેાતાની જીવનલીલા સંકેલી અને કોઈ અગમ્ય સ્થાને પહેાચી ગયાં. ધન્ય હા એવાં ગુરુદેવને અને તેમના ઉન્નત સંયમ જીવનને !
શિષ્યા-પ્રષ્ટિાદિ પરિવારનાં કેડિટેશઃ વંદન છે !!
ધર્મશાસ્ત્ર-સાહિત્યનાં પરમ ઉપાસિકા અને તપ-જપનાં સાધિકા
પૂ. સાધ્વીરત્ના શ્રી મુક્તિશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીજી શ્રી મુક્તિશ્રીજી મહારાજ ખરેખર, અચલગચ્છના વમાન સાધ્વી સમુદાયમાં મણિરત્ન સમાં છે. તેએાશ્રીનુ સ'સારી નામ જ મણિબાઈ હતું. અને મુક્તિને મેળવવાની અદમ્ય ભાવના સાથે તેએએ માત્ર ૧૪ વર્ષની નાની વયમાં સચમના સ્વીકાર કરી, સાધ્વીશ્રી મુક્તિશ્રીજી જ નામ ધારણ ક્યુ' હતું. શૌય અને સમ`ણ ભાવથી ગુજતી કચ્છની ધરામાં સાંધવ નામે ગામમાં ખેાના મુલજી લખાના ગૃહે કુવરબાઈની રત્નકુક્ષીએ વિ. સં. ૧૯૬૭ ના અષાઢ સુદ ૬ ના શુભ દિને મણિબાઈ ના જન્મ થયા હતા. ધમ સાંસ્કારથી આખું કુટુંબ પલ્લવિત હતું. મિણબાઈ ના ઉછેર પણ ધર્મ સ‘સ્કારથી નવપલ્લવિત બન્યા હતા. ધમના સંસ્કાર અને ધમઅભ્યાસની જ્યેાત તેમનાં તન મનને પ્રવાળી રહી હતી. પાંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, છ કમ ગ્રંથ અને સંસ્કૃત એ બુકના અભ્યાસ તેમણે જોતજોતામાં સંપાદન કર્યાં હતેા. જ્ઞાનની સાધના સાથે તેમની સંયમભાવના પણ પ્રદીપ્ત બની હતી. અને તેની ફળશ્રુતિરૂપે વિ. સ. ૧૯૮૧ના કાર્તિક વદ ૬ ના કચ્છ—જસાપુર મુકામે દીક્ષા ગ્રહણ કરી. પૂ. સાધ્વીજી શ્રી કેવળશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વીશ્રી મુક્તિશ્રીજી નામથી વિભૂષિત બન્યાં હતાં.
પૂ. સા. શ્રીં મુક્તિશ્રીજી મહારાજને સંયમમાગે જ્ઞાનપ્રાપ્તિની સાનુકૂળતાએ જેમ જેમ પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેએ જ્ઞાનના માર્ગે ઉત્તરાત્તર આગળ ને આગળ વધતાં જ ગયાં. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા પણ એટલી જ પ્રબળ હતી કે ધર્મશાસ્ત્રનાં ગહન તત્ત્વાને પણ તે સહેજમાં આત્મસાત્ કરી લેતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org