SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૨ ] [ શાસનનાં શ્રમણોને આગેકૂચ કરી. પૂજ્ય ગુરુદેવ જગતશ્રીજી મહારાજે અત્યંત ઉલ્લાસ અને નિષ્ઠાપૂર્વક સંયમમાર્ગની આરાધના કરતાં, જ્ઞાનયેગ, તપગ અને ભક્તિયેગને પિતાના જીવનમાં સુંદર રીતે વણી લીધાં હતાં. પૂજ્ય ગુરુદેવે દર્શનશુદ્ધિ માટે પરમ તારક શત્રુંજય ગિરનાર આદિ ભવ્ય તીર્થોની યાત્રા કરી જીવનને ધન્ય બનાવ્યું. તપ પ્રત્યે તેઓશ્રીને અપૂર્વ રુચિ હતી. વીશસ્થાનક વગેરે જુદાં જુદાં તપની આરાધના કરેલ. આયંબિલ તપ પ્રત્યેનો અવર્ણનીય પ્રેમ હતો. વર્ધમાન તપની ૬૯ ઓળી કરેલ. ઘણીવાર ચાર કે છ માસ સુધી લાગેટ આયંબિલ કરતાં. દીક્ષા બાદ એકાસણાં કરતાં, બેયાસાગુ તે ક્વચિત જ કરતાં. ૭૪ વર્ષની અવસ્થાએ ગુરુદેવને મેરાઉ મુકામે લકવા થયે. ત્યારે કેઈ પ્રકારની વિલાયતી દવા વિના શ્રદ્ધા, ભક્તિભાવ અને તપ પરની એકનિષ્ઠાથી લકવા જેવું દર્દ પણ સુધરી ગયું. ત્યારબાદ બે માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૦ ઉપવાસ, છ અદ્ધ અને ૧૨ અમો કર્યા. ૨૨૯ છઠ્ઠો કરવાની પ્રબળ ઈચ્છા હતી, પરંતુ ૨૦૬ છઠ્ઠો કરી શક્યાં. પૂ. ગુરુદેવ એકાન્તરે છઠ્ઠ કે અઠ્ઠમ કરે તો પણ પારણે નવકાશી કદી પણ ન કરતાં. લકવા થયા બાદ પયુષણમાં આઠ ઉપવાસ જ કરતાં. છેલે રાયણ ગામે ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવે ૬મી ઓળી શરૂ કરેલ. વચ્ચે પર્યુષણમાં આઠ ઉપવાસ કરી બાકી રહેલ ઓળીનાં ૧૫ આયંબિલ પૂર્ણ કર્યા. પૂ. ગુરુદેવ તપ સાથે જ્ઞાન-ધ્યાનમાં પણ અપ્રમત્તતા દાખવતાં. “ગડપિ વયસિ ગ્રાહ્યા, વિદ્યા સર્વાત્મના સદા” એ સૂત્રાનુસાર તેઓશ્રીની જ્ઞાનપાસના વૃદ્ધાવસ્થામાં પણ ચાલુ રહેતી. સ્વાધ્યાય તેમ જ જાપ અને ધ્યાનમાં પ્રવતતાં તેઓશ્રી અને માટે પ્રેરક ઉદાહરણરૂપ બની રહેતાં. અડગ પ્રતિજ્ઞાથી સ્વધારણામાં સફળ થતાં. પૂજ્યશ્રી સ્વયં ગુણાનુરાગી હતાં, એટલું જ નહીં પ્રશાન્તભાવ, વાત્સલ્યભાવ, માધ્યસ્થભાવ, ભક્તિભાવ જેવા તેમના ઉત્તમ ગુણો આસ્તિક-નાસ્તિક સૌને ગુણાનુરાગી બનવા પ્રેરતા. જ્ઞાની પુરુએ કહ્યું છે કે સંયમી આત્મા પોતે તરે છે અને બીજાને પણ તારે છે. એના પ્રેરક ઉદાહરણરૂપ કરુણાનિધિ ગુરુદેવે અમૃતમય વાણી દ્વારા અમને સંયમને પુનિત રાહ બતાવી અમારો ઉદ્ધાર કર્યો. તેઓશ્રીના સદુપદેશથી શરૂ થયેલ વર્ધમાન તપનાં આયંબિલ ખાતાં, દેવપુર, ભુજપુર, પત્રી, બીદડા, કેડાય વગેરે ગામોમાં આજે પણ સારી રીતે ચાલી રહ્યાં છે. છેલ્લે સં. ૨૦૨૩ના ચૈત્ર મહિનામાં છ કરીને પૂ. ગુરુદેવે આહારનો ત્યાગ કર્યો. જવનું પાણી તેમ જ અલ્પ પ્રવાહી લેતાં અને જાપ તેમ જ સમાધિભાવમાં સ્થિર રહેતાં. વૈશાખ વ૮ ૩ ના પુનઃ લકવાની વિશેષ અસર થઈ. તેવા સમયે સમાધિભાવમાં સ્થિર રહી ચાર કલાક સુધી પરમાત્માની પ્રતિકૃતિ સમક્ષ એકાગ્ર ચિત્તથી દષ્ટિને કેન્દ્રિત કરી સમગ્ર શિષ્યા-પ્રશિષ્યાવૃંદના મુખેથી ઉચ્ચારાતી ધૂનમાં લયલીન બની ગયાં હતાં. અંતે વૈશાખ વદ ૪ શનિવારના તેઓશ્રી પરમ સમાધિને વર્યા. પૂ. ગુરુદેવ સ્થૂલદેહ નશ્વર જગતમાંથી ચાલ્યાં ગયાં; પરન્તુ તેમના વિવિધ ગુણોથી અમારાં સહનાં અંતરમાં તેઓ વિદ્યમાન છે. જીવન મંજિલના રાહમાં આત્મપ્રકાશનાં પુનિત કિરણો પ્રગટાવનાર પ્રેરણામૂતિ ગુરુદેવને અમ પર અનંત ઉપકાર છે. “કાળની કેડીએ ઘડીક સંગ” એવી કેડીમાં વિચરતાં એ ભવપથિક પોતાના રાહમાં પ્રેરણાનાં પુષ્પ વેરતાં ગયાં છે....તેવા પરમ વઘ વિભૂતિનાં ચરણોમાં અગણિત વંદના... લિ. પૂ. ગુરુદેવની કૃપાકાંક્ષી શિષ્યા નિરંજનાશ્રીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy