________________
૭૮૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો રીતે સંયમી જીવન જીવી રહ્યાં. સ્વભાવ ભેળ, ભદ્રિક ને નિખાલસ. પટમાં મુદ્દલ કપટ નહીં. જેવું હૈયે તેવું હોઠે. એવાં ભદ્રિક સ્વભાવને કારણે ખૂબ જ ચાહના મેળવી. ગુરુણીજી શ્રી કનક શ્રીજી મહારાજની સેવામાં એકાગ્ર રહ્યાં. પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરિજી મહારાજ સાહેબની સેવાનો પણ લાભ લેતાં. સહચારિણી તરીકે પૂ. મુક્તિશ્રીજી મ. ની ગુરુબહેન તરીકે સેવા કરી. પૂ. અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મ. સા. ની પણ લાગણી મેળવી.
પૂ. અચલગચ્છાધિપતિશ્રીના હાથે લખાયેલ શ્રી કપસૂત્રનું ભાષાંતર પણ છપાવવાનો લાભ લીધે. ગુણપરાગની ૩ આવૃત્તિ, સ્વાધ્યાયસૌરભ, રત્નાવલી આદિ પુસ્તકો છપાવ્યાં તેમ જ પૂ. ગચ્છાધિપતિશ્રીના હાથે લખાયેલ છેલ્લું ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પણ છપાઈ ગયું છે. શ્રી મુલુન્ડ જેન વે. મૂ. સંઘના પ્રમુખશ્રી મેરારજી નાનજી ગાલા તેઓને માની જેમ માન આપતા અને તેમનું બધું જ કામ સુંદર રીતે કરી આપતા.
તપમાં પણ શૂરાં છે. ૩ વરસીતપ, એક માસંખમણ, સેળભત્તા, અનેક અઠ્ઠાઈઓ, ૫૦૦ આયંબિલ આદિ અનેક તપસ્યાઓ કરેલ તેમ જ આટલી મોટી ઉમરે પણ આજેય પર્વતિથિએ ઉપવાસ જ કરે છે. છેલ્લાં અગિયાર વર્ષથી પાલીતાણું સ્થિરવાસ કરેલ છે અને દરરોજ તળેટીના દર્શને જાય છે. તળેટીની જ લગભગ ૨૨ સો જેટલી યાત્રા કરી છે. ઉપરની ત્રણ નવ્વાણ પણ કરી છે. એમનાં શિષ્યા સાધ્વી શ્રી રતનશ્રીજી પણ એ સેવા કરે. પ્રશિષ્યાઓને પણ પ્રેરણા કરે અને અપ્રમત્ત રહેલા કેર કરે. ઘણું સંસ્થાઓમાં પ્રેરણા કરી દાન ઘણું ભાગ્યશાળીઓ પાસેથી અપાવ્યાં છે. પોતે આખું જીવન શુદ્ધ સંયમમાં વિતાવેલ છે. ભૂલ થાય તો મિચ્છામી દુક્કડમ લે ને આપે. વચને સિદ્ધ જેવા. જે માંગે તે મળી રહે. જીવનમાં સ્વ-પર કલ્યાણનાં ઘણાં સારાં કાર્યો કર્યા છે. હજુએ ઉપદેશધારા ચાલુ જ છે. પૂ. અચલગચ્છાધિપતિએ તેમને સાધ્વીગણમાં મુખ્યા સાધ્વીની પદવી આપી છે. ગુરુદેવ પ્રત્યે ખૂબ જ ભક્તિ છે અને ગ૭ પ્રત્યે પણ લાગણી ખૂબ જ છે. કેટલાક તપાગચ્છના પૂ. મુનિ ભગવંતો કે આચાર્ય ભગવંતોએ પણ એમને “મા” કહીને સંધ્યાં છે. અચલગચ્છના જાણીતા પ્રવચનકાર પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મહારાજને સંયમ માટે તૈયાર કરનાર પણ તેઓશ્રી છે.
પિતે આખો દિવસ જ્ઞાન, ધ્યાન તથા જાપમાં વિતાવે. કઈ મળવા આવે તે પણ તેમની સાથે વાત નહિવત્ કરતાં ને સ્વાધ્યાયમાં જ ધ્યાન આપતાં. પ્રભુ એમને દીર્ધાયુ આપે જેથી ગચ્છ-ગુરુ અને શાસનની સેવા કરતા રહે એજ પ્રાર્થના.
–સાધ્વી ચંદ્રોદયશ્રીજી
કરૂણાવારિધિ, તપ નધિ પૂ. સાધવરત્ન શ્રી જગતશ્રીજી મહારાજ બહુરત્ના વસુંધરાની ગોદમાં અનેક માનવપુષ્પો પ્રાદુર્ભાવ પામે છે અને માનવતાની સુવાસથી જગને મહેકાવે છે. તેવા મહાનુભાવોનાં મંગલમય પ્રેરણાદાયક જીવનને યાદ કરતાં પણ રેમેરોમ પુલકિત બની જાય છે. અહી ઉચ્ચતર રીતે જીવન જીવી ગયેલા સૌના આદર્શ સમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org