________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૭૭૭ યાત્રા કરતાં કરતાં કનિજર કરતાં રહ્યાં. વૃદ્ધાવસ્થા તેમ જ બીમારીને કારણે ગુરુ સાથે માંડવીની અંદર સ્થિરવાસ રહ્યાં. આયંબિલ તપ ઉપર ખૂબ જ ભાવ. મેટી ઉંમરમાં પણ આઠમ, પાંખી, પાંચમ આદિ મોટી તિથિઓમાં આયંબિલ કરતાં. ભદ્રિકભાવથી ઘણાં કર્મો ખપાવવા લાગ્યાં. વૃદ્ધાવસ્થામાં પોતાનાં કઈ શિષ્યા ન રહ્યાં, પણ તેમનાં સૌમ્ય અને સરળ સ્વભાવને કારણે ગુરુબહેનનાં શિષ્યા-પ્રશિષ્યાદિ બધાં ભાવપૂર્વક સેવા કરવા લાગ્યાં. શરીરમાં સેજા ચડી જાય ત્યારે અને અસહ્ય વેદના વચ્ચે પણ આયંબિલની ધારણ કરી લેતાં. આ તપથી જાણે ખપતાં હોય તેમ રોગ પણ દૂર થઈ જતા.
વિ. સં. ૨૦૨૮ ના ફાગણ સુ. ૮ના દિવસે છેલ્લે આયબિલ સમતાભાવથી કરી બીજે દિવસે સવારે બધી આરાધના શાંતિપૂર્વક કરેલ. ૭ વર્ષ સુધી લકવાની અસર રહી તે પણ લેશમાત્ર દીનતા નહિ. નોમના દિવસે આયંબિલની ભાવના હતી પણ અશક્તિના કારણે ના પાડી. નવકારશી પચ્ચકખાણ પરાવ્યું. વાપરવાની અનિચ્છા છતાં થોડું વાપર્યું, ને કીધું : “હવે મને કાંઈ નથી જોઈતું. નવકાર સંભળા” સવારને સમય હતે, નવકારની ધૂન ચાર શરણ દુષ્કૃત ગહ, બધાની સાથે મિચ્છામી દુક્કડમ, દરેક ભાવિકે પોતાની શક્તિ અનુસાર તપ, જપ, સ્વાધ્યાય, દાન વગેરે સંભળાવ્યાં આ રીતે ફાગણ સુદિ ૯ના સવારે ૯ વાગે સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગસ્થ થયાં. ભવ્ય પાલખીમાં નીકળેલી તેમની અંતિમ યાત્રામાં ગામેગામથી લોકો આવ્યાં. ગુરુ ગયા પણ અનેક સ્મૃતિ અને ગુણ મૂક્તા ગયા. માંડવીમાં કેટલાંક વર્ષ સ્થિરવાસ રહ્યાં. કેટલાએ આત્માએ આ જ ભૂમિમાં રહીને અંતિમ આરાધના કરી પોતાનું કાર્ય સાધી ગયા. વંદન હ! ગુરુ ચરણોમાં અડનિશ.
જ્ઞાન–વાધ્યાન અને તપના ઉત્કટ સાધક અને દીર્ધ દીક્ષા પર્યાયી
૫. સાથ્વીરત્નાશ્રી રૂપશ્રીજી મહારાજ
જન્મ એનું મરણ.” “સંગ ત્યાં વિયાગ.” – આ છે વિશ્વનો સનાતન નિયમ. વિશ્વના આ અચળ નિયમને ફેરવવાની કેઈમાં તાકાત નથી. હા, જ્યાં જન્મ પિોતે મરી ગયું ત્યાં મૃત્યુનો ઉદ્દભવ નથી, પછી વિયોગનાં કારમાં દુઃખ કેવા! જ્યાં સંગની વાત નથી.
આ અદ્દભુત શક્તિ કેવળ “ધર્મસાધનો જ આપી શકે એમ છે. વર્તમાનમાં “ધર્મસાધના કરીને ભવાંતરે અજન્મા [મક્ષગામી] બની શકાય તે વાત અશક્ય નથી. આવી જ સાધના દ્વારા પાવન મૃત્યુને વરેલાં પૂજ્ય ગુરુજી શ્રી રૂપશ્રીજી મ.ની પાવન સ્મૃતિ થાય છે.
કચ્છની ધીંગી ધરા. તેમાં હાલાઈ” વિભાગ “ધર્મભાવનાથી જાણીતા છે. નાના રળિયામણા ડુંગરની ગોદમાં પ્રગટ પ્રભાવી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાદિ જિનેશ્વર ભગવંતોથી વિભૂષિત શિખરબંધી જિનાલયથી શુભતું શેરડી ગામ છે. ત્યાં પૂજ્યશ્રીને સં. ૧૯૫૩માં જન્મ, પિતા કુરપાળભાઈ માતા ખેતબાઈનાં પુત્રીરત્નનું નામ સ્તનબાઈ
તે વખતે કચ્છમાં કેળવણીને પ્રચાર ખાસ ન હોવા છતાં પૂર્વના પશમથી ને પૂજ્યના સંસર્ગથી ધાર્મિક જ્ઞાનની પિપાસા જાગેલી, પરંતુ તે સમયની રૂઢિ મુજબ નાની વયમાં તેઓનાં લગ્ન નાના રતડિયાના ભાણજી દેરાજ સાથે થયેલ. “સંસાર તો સગ-વિયેગની ઘટમાળ રૂપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org