________________
શાસનનાં શમણીરત્નો ]
[ ૭૭૫ શત્રુંજય મહાતીર્થની અનુપમ ગુરુભક્તિ દ્વારા યાત્રા કરાવી. ગુરુશ્રી મહારાજે પણ અનુપમ છેલ્લી દાદાની યાત્રા કરી. પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજી મહારાજ વાત્સલ્યભાવ, સમતા, શાંત, સહિષ્ણુતા, કોમળતા, ધીરતા આદિ અનેક ગુણોથી અલંકૃત હતાં. વિશાળ સમુદાયમાં રહીને હળીમળીને પ્રેમપૂર્વક રહેતાં હતાં.
એમનાં વડીલ ગુરુબહેનશ્રી કનકશ્રીજી મહારાજ પણ એવાં જ સંયમપ્રેમી હતા. એ સમજતાં હતાં કે આ આત્માને કહેવાથી બીજા આત્મા પિતાની ભૂલની માફી માંગશે. જેમ વીર પરમાત્મા ગૌતમસ્વામીને જ સંબધી બધાને ઉપદેશ આપતા તેમ પૂ. શ્રી કનકશ્રીજી મહારાજ એમને જ કહેતાં. અને પૂ. ગુલાબશ્રીજી મહારાજ પોતાની ભૂલ ન હોવા છતાં એટલા જ નમ્રભાવે કહેતાં : “હા ગુરુદેવ! મારી ભૂલ થઈ! હવે નહિ થાય.” અને બનતું પણ એવું કે જેની ભૂલ હોય એ પોતે આવીને કહેતા કે, “ગુરુદેવ! એ ભૂલ તે મારી હતી. પૂજયશ્રી ક્ષમાના ભંડાર પણ હતા. નાનાં સાધ્વીજીઓ તરફ પણ ક્યારેય પોતાની મોટાઈ બતાવતાં ન હતાં. સૌને એમની સાથે જ રહેવાનું મન થાય. એમના પાસેથી જ્યારે પણ છૂટા પડવાનું થાય ત્યારે દુઃખ લાગે એ તે એમને વાત્સલ્ય પ્રેમ હતો. પૂજ્યશ્રીના આવા શ્રેષ્ઠ ગુણને જોઈ-સાંભળી દાદાગુરુએ વિચાર્યું : આ સાધ્વી પ્રવતિની મહત્તરા પદને ગ્ય છે. અને સ. ૧૯૮૯માં તેમને પ્રવતિની મહત્તરા પદથી અલંકૃત કર્યા. છતાં પણ એવાં જ નિરભિમાની. પાંચમા આરામાં પણ ચોથા રાની વિભૂતિ જેવા આત્મા હતા. શ્રાવક શ્રાવિકાઓમાં પણ તેમના પરત્વે એટલે જ સદ્ભાવ.
છેલ્લાં પચીશ. વર્ષથી તેમને આંખેથી કશું જ દેખાતું નહિ છતાં અપ્રમત્તભાવે નિરંતર સજઝાય-ધ્યાનમાં લીન રહેતાં. છેલ્લાં ૨૧ વર્ષ સુધી વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓ તેમનાં વંદન-દર્શનાર્થે આવતાં. સૌને તેઓ પ્રેમભાવ અને વાત્સલ્યભાવથી બેલાવતાં. ભલે આંખે દેખાતું ન હતું, છતાં પણ એક વખત તેમના કાને અવાજ સંભળાયો તો બીજી વખત એ વ્યક્તિને ઓળખી લેતાં. આવી એમની પ્રજ્ઞા હતી. માંડવીમાં દરેક ગચ્છને પૂ. આચાર્યાદિ શ્રમણભગવંતો આવતા અને એમને દાનાદિનો લાભ આપતા અને બધાની સાથે તેઓ એ જ વાત્સલ્યભાવ બતાવતાં. આગમાદિ શાસ્ત્રોના મર્મજ્ઞ પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજશ્રી તો એમ કહેતા કે, ખરેખર ! માતાની જેમ પ્રેમ વાત્સલ્યથી બધાને બોલાવે છે. ચોમાસું બેસતાં કે ઊતરતાં ગચ્છના બધા સાધ્વીજીઓ એમનાં વંદનાથે આવતાં. ૪૦ થી ૫૦ ઠાણ ક્યારેક સાથે થઈ જતાં–બધાને પ્રેમથી બોલાવતાં. વંદન કરતાં હાથ રાખે તો પૂજ્યશ્રીનો કણો હાથ પોચા રૂ જેવા લાગતા. એવો જ એમના હૈયાનો ભાવ પ્રગટ થતો. કેવી હશે એ પ્રેમાળ પ્રકૃતિ! પુને સદ્દભાવ કે અલૌકિક હશે!
પૂજ્યશ્રીને ભગંદર, પક્ષઘાત, હાર્ટ એટેક જેવા ભયાનક રેગ થયા છતાં વેદનાઓને સમતાભાવે સહન કરતાં. ક્રુટના ક્યારેય ઉપયોગ નહિ. ડૉકટરને સ્પર્શ કરવા ન દે. લેડી ડોકટરને જ બતાવતાં. શુદ્ધ સંયમ પાળીને બધાંને આદરૂપ બનતાં. રોગો પણ શાંત થઈ જતાં. અંતે સં. ૨૦૨૨માં શ્રાવણ મહિનામાં પાછી બીમારી શરૂ થઈ રોગ પણું દિનપ્રતિદિન વધવા લાગ્યો. મુખ ઉપર જરા પણ દીનતા નહિ. લીનતાથી સહન કરી રહ્યાં હતાં. અપ્રમત્તભાવે પોતાની ક્રિયામાં સજાગ બની અંતેવાસી સાધ્વીજીઓને કહેતાં મને પ્રતિક્રમણ કરાવે, પડિલેહણ કરાવે, દાદાની ભાવના કરાવે, સ્વાધ્યાય કરે. બસ! એ જ વાત, તે પણ શુભ ભાવથી. આયંબિલની વસ્તુ વપરાવતાં તે કહેતાં, આજે તે અમૃત ભેજન મળ્યું. બીજી કોઈ વસ્તુ આપીએ તે કહેતાં : વિષ ભેજન છે, કણ વાપરે ! એમ કહી ના પાડતાં. પૂજ્યશ્રીએ એ રીતે રસના ઉપર પણ કાબૂ મેળવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org