________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૭૪૫
એ વિહારયાત્રાઓ બાદ ચાર ભૂજા રોડ-આમેટ ગામે પૂજ્યશ્રીનું સ્વાથ્ય બગડ્યું. પાંચમની સાંજ પછી અચાનક વ્યાધિમાં આખી રાત પસાર કરી. સવારમાં બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરાવ્યું. પડિલેહણ વગેરે સર્વ ચાલુ કિયા, સઝાય સીખે કરાવી. જ્યાં છ વાગ્યાને કાળ પૂર્ણ થયે ત્યાં તે પિતાનો દેહ છોડી દીધો અને પરલોકમાં પ્રયાણ કરી ગુરુ મહારાજ એક જ રાત્રિમાં ચાલતાં થઈ ગયાં. વૈશાખ સુદ છઠ્ઠના સવારમાં સમાધિપૂર્વક, અરિહંતના ધાનપૂર્વક દેહનો ત્યાગ કર્યો ને છ વાગતાં પોતે કાળધર્મ પામ્યાં. ત્યાંના સંઘે યથાશક્તિ અંતિમ ક્રિયા સારી ઊજવી. તેઓને ભક્તિભાવ ઘણો જ સારે હતે. પાલખી વગેરેને તે લેકેનો રિવાજ હોવાથી પાલખી કાઢી હતી. છેવટે અગ્નિસંસ્કારની જગ્યા ઉપર ચતરો બંધાવવાનું નકકી થયું અને અમલમાં મુકાયું. ત્યાં મહારાજ સાહેબના ઉપદેશથી આયંબિલખાતું ખેલવામાં આવ્યું છે. સાધુ-સાધ્વીને ઊતરવા માટે ઉપાશ્રય તૈયાર કરાવ્યું. હજી પણ તે લકે ઉપકાર ભૂલતાં નથી.
મહાજશ્રીને કાળધમ નિમિત્તે અમદાવાદ, મહેસાણા, માણસા, પાટણ વગેરે ગામોમાં અઠ્ઠાઈ મહોત્સવે થયા હતા અને પાલીતાણા, ચાણમા, વિજાપુર વગેરેમાં પૂજાઓ ભણાવી હતી. સાગર ગચ્છ સમુદાયમાં આવા મોટા વિદ્વાન, ડાહ્યા, સમજુ માણસની ઘણી મોટી ખોટ પડવાથી લોકેને ઘણો જ અફસેસ થયો હતો. સાધ્વી-સમુદાયમાં તે કહેવું જ શું? કારણ કે તેમને સરલ સ્વભાવ, ઉદારતા, પોપકારીપણું, સ્વજન-મેળાપ વગેરે અનેક સદૂગુણે તેમનામાં શોભતાં હતાં, જ્ઞાન–ધ્યાનમાં તત્પર રહેતાં હતાં. એ સદ્ગણોએ તેઓમાં વાસ કરેલ હતું. એટલું જ નહીં, પણ તેમની સાથે તેઓશ્રીનું જ્ઞાન પણ સંસ્કૃત, માગધી કાવ્ય, ચરિત્ર વગેરેના અભ્યાસને કારણે ઘણું ઉત્તમ હતું. આજે પણ અનેક લકે તેમના ઉત્કૃષ્ટ ગુણોનું સમરણ કરતાં હોય છે. તે પરમ ગુણિયલ સદ્ગુરુજીના આત્માને અમર શાંતિ રહે.
---
----
સંયમમાગના ઉત્કૃષ્ટ આરાધક-સાધક પૂ. સાધ્વીજી શ્રી અમૃતશ્રીજી મહારાજ ભરતક્ષેત્રની ભારતભૂમિમાં ગરવી ગુજરાતમાં વિજાપુર સત્તાવીશમાં માણસા ગામ છે. માણસામાં ઠાકરનું રાજ્ય હતું. ગામની શેભા અપરંપાર હતી. ચાર જિનાલયે, આયંબિલશાળા, ચાર ઉપાશ્રયેથી ગામ રળિયામણું લાગતું. આ ગામમાં જીવાભાઈ શેઠ અને હર કેરબાઈ શેઠાણી વસતાં હતાં. શેઠ-શેઠાણીને જૈનધર્મ નસે-નસે વ્યાપ્ત હતો, તેમ ગનિષ્ઠ આ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના અનુયાયી હતાં, ને ખૂબ ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરતાં હતાં. ગુરુના હૃદયમાં જાણે વાસ કર્યો હોય તેવી કલ્પના થતી હતી. ગુરુ પણ જ્યારે-જ્યારે કંઈ પણ કામ પડે ત્યારે જીવાભાઈ શેઠને યાદ કરી જરૂર પડશે પિતાની પાસે બેલાવતા. દૂધ-નીરની જેમ ગુરુને શેઠનાં મન એક જ હોય તેવો ભાસ થતો હતો. ગુરુને અનેક ચમકારેને અનુભવ શેઠને થતું હતા. શેઠને એક દિવસ એ આનંદને આવ્યું. ઘેર પુત્રનાં પારણું બંધાયાં. પુત્રનું નામ હીરો પાડયું. લાલન-પાલન પામતા પુત્ર વધવા લાગ્યો.
દુનિયાને એવો ક્રમ છે કે પુત્ર હોય તે માતાને પુત્રીની ઈચ્છા થતી હોય છે. મહાપુણ્યના યોગે તે મનોરથ પણ પૂર્ણ થયો. સં. ૧૯૪૮ના ફાગણ વદ ૧ ના શુભ ચોઘડિયે પુત્રીને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org