________________
[ શાસનનાં શ્રમણીરત્ના
પદ્યનુ` વાચન કર્યું હતું. ગૃહસ્થાશ્રમમાં રહીને જૈન ધર્મીને! આટલે! બધા અભ્યાસ કરવાથી તેમનામાં ધમ ભાવના વિશેષ અને વિશેષ જાગૃત થતી રહી અને આ અસાર સસારમાંથી વ્હેલામાં વ્હેલી તકે નીકળી ત્યાગમાગે વિચરવાની ભાવના દૃઢ થતી ગઈ.
૭૩
સ. ૧૯૯૨ માં તેમના પતિ શ્રી વ્રજલાલભાઈ ટૂક માંદ્દગીમાં અવસાન પામ્યા. હવે દિનપ્રતિદિન દીક્ષા-ભાવના વધતી ગઈ અને તેમની સુશીલ પુત્રી ગજરાબહેને જોયું કે પોતાની માતાને ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર ભાવના છે તેથી વિચારીને એ ધમપ્રિય પુત્રીએ પોતાની માતાને દીક્ષા લેવાની સમતિ આપી અને સ. ૨૦૦૦ની સાલમાં ૬૦ ઘની ઉંમરે જામનગરવાળા પૂજ્ય સાધ્વીજી શ્રી હેતશ્રીજી મહારાજ તથા બહેાળા સાધુ-સાધ્વી સમુદાયની નિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આ દીક્ષા પ્રસંગે અડ્ડાઈ મહેાત્સવ ઊજવાયે.. મેઘીબહેને દીક્ષા પ્રસ`ગે પાંજરાપેાળ તથા પાડશાળાને સારું' એવુ દાન કર્યું અને તેમની ભાવના અને અભિગ્રહ પ્રમાણે તેએ પરમ પૂજ્ય હેતશ્રી મહારાજનાં શિષ્યા બન્યાં. દીક્ષા લીધા બાદ ૬૦ વર્ષની ઉંમર હોવ! છતાં પાતે ત્રણ ઠાણા શિખરજીની યાત્રાએ ગયાં અને તે બાજુ ૧૪ ચાતુમસ કરી જુદાં-જુદાં સ્થળોએ વિહાર કર્ડ પૂજ્ય હેતશ્રીજી મહારાજને વંદન કરી ભાવનગર પધાર્યા. જ્યાં-જ્યાં તેઓએ વિહાર કર્યો ત્યાં જૈન ધર્મીને ઉપદેશ આપી જૈન સમાજમાં અને જૈન કુટુ બેમાં જૈન ધર્મના સસ્કારી રૅડયા અને પેાતાના શાંત સ્વભાવથી તેમ જ જ્ઞાન અને તપશ્ચર્યાથી પોતાની જીવન--સૌરભને મધમઘતી રાખી છે. આજે પણ તેએ પેાતાની બુદ્ધિપ્રભાથી જ્ઞાનની ગંગા વહેવડાવી રહ્યાં છે. ધન્ય જ્ઞાન, ધન્ય જીવનયાત્રા !
અપ્રમત્તતાનીમૂર્તિ, વેહ સંયમી, તાનિધિ, ભગવદ્ ભક્તિવત્સલ! પૂ. સાધ્વી શ્રી મહિમાશ્રીજી મહારાજ
જેઓશ્રીના જીવનમાં અદ્ભુત સુંદર સમતા, તારક જિનભક્તિની સુંદર રેશમે–રામે મમતા, સદ્ગુણના ઉપવનમાં સદાયે રમતાં, હિમાશ્રીજી—ગુરુજી ચરણે પાપે! જાયે નમતાં....
જે
સમતાયેાગની સરસ્વતી, ભક્તિયોગની ભાગીરથી અને જપયેગની જમુના—આ ત્રિવેણીના સુગમ અદ્ભુત રીતે પૂ. મહિમાશ્રીજી મહારાજના જીવનમાં દૃષ્ટિગોચર થતા. મહાન ગ્રંથાના લે યોગનિષ્ઠ આચાર્ય દેવ શ્રી કેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં પૂ. સાધ્વીજી શ્રી અજિત શ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. મહિમાશ્રીજીના ગુણવૈભવનું આલેખન કરવુ તે મેરુ પર્વતના શિખરને કોઈ વામન માનવી આંબવા મથે તેવુ છે.
સચમની સામાચારીનાં ચુસ્ત પાલક પૂજ્યશ્રી સ્વભાવે સાધુતાને શાતી સમતાનાં અને ચાંદની જેવી શીતળતાનાં સાક્ષાત્ મૂતિ હતાં. પૌદ્ગલિક ભાવા પ્રત્યે પ્રીતિ તાડી પરમાત્મા સાથે પ્રીતિ હેડવી તે પૃશ્રાની સાધનાનું મુખ્ય કેન્દ્ર હતું. ત્રિસન્ધ્ય જિનદર્શનના આરાધક પૂજ્યશ્રી જ્યારે કલાક સુધી ભક્તિમાં તન્મય બનતાં ત્યારે સ ભૂલી જઈ ભગવાનમાં જ ખવાઈ જતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org