________________
શાસનનાં શમણીરને ]
[ ૪૭ આચારની આવૃત્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ એ આત્માને મોક્ષમાર્ગમાં અનન્ય પૂરક બને છે. આચારાંગસૂત્ર એ આચારસંહિતા-Code of Conduct-ને દસ્તાવેજ છે. શાસ્ત્રમાં પહેલો આચાર છે, પછી વિચાર. અને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આચારથી ભાવસ્થિતિ વિશુદ્ધ બને છે. પરિણામે, આત્મવિકાસની દિશામાં વધુ નિકટ પહોંચી જવાય છે.
દશવૈકાલિક સૂત્ર એ સાધુ-સાધ્વીજીવનના એતિહાસિક દસ્તાવેજ સમાન છે. સંયમની આરાધના માટે તેની પ્રત્યેક ગાથાના અર્થનું ચિંતન અને મનન, ત્યાગ અને વૈરાગ્યપ્રધાન મુમુલના સંયમપથને ઉજમાળ બનાવે છે. તદુપરાંત સંયમની આરાધનામાં અભિનવ ચૈતન્ય પ્રગટાવવામાં સતત પ્રેરણા પ્રદાન કરે છે. સાધુ-સાધ્વીજીના આચારસંબંધી શાસ્ત્રીય સંદર્ભોને આધારે મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે તે વિશેની માહિતી નીચે પ્રમાણે છે :
દ્વાદશાંગીમાં ૧૨મું દષ્ટિવાદ અંગ છે તે પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. પરિકર્મ સાત પ્રકારે, સૂત્ર બાવીસ પ્રકારે, પૂર્વગત ચૌદ પ્રકાર, અનુયોગ બે પ્રકારે અને ચૂલિકા ત્રીસ પ્રકારે. ૧૪ પૂર્વના ત્રીજા પ્રત્યાખ્યાન પૂર્વમાં આહાર વિશેની વિશેષ માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથને આધારે શ્રી શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. આ સૂત્રના પાંચમા અધ્યાયને કેન્દ્રમાં રાખીને શ્રી મદ્રબાહસ્વામીએ પ્રાકૃત ભાષામાં ૬૭૧ લોકપ્રમાણુ પિનિયુક્તિગ્રંથની રચના કરી છે. ઉપરોક્ત ગ્રંથને આધારે શ્રી મલયગિરિ મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ કલેકપ્રમાણે તેની ટીકા રચી છે. ' સાધુ માટે આહારનું પ્રયોજન સંયમવૃદ્ધિ માટે છે. નિર્દોષ આહાર મળે તો જ ગ્રહણ કરે એવો સપષ્ટ નિયમ છે. અને જે તે આહાર ન મળે તે આહારનું કે પ્રજન નથી. “સ્થાનાંગસૂત્રમાં આહારના ચાર પ્રકાર દર્શાવ્યા છે.: (૧) અણું અનાજથી બનાવેલાં ખાદ્ય પદાર્થો. (૨) પાણું-પીવા ગ્ય પદાર્થો. (૩) સ્વાદિમ-લવિ ગ, ઇલાયચી વગેરે મુખશુદ્ધિના પદાર્થો અને (૪) ખાદિમ-શેકેલા ચણા-શીંગ એને ફળફળાદિ.
આચારાંગ સૂત્રમાં આચાર સંહિતા છે, તો સૂયગડાંગસૂત્રમાં મુખ્યદર્શનની વિશુદ્ધ શ્રદ્ધાને વિગતે છે--જ્યારે સ્થાનાંગસૂત્રમાં વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યું છે. પ્રથમ આચાર પછી વિચાર અને દઢતા, પછી વ્યવસ્થા, એમ સૂત્રને કમ પણ હેતુપૂર્ણ છે.
- બારમા દપિટવાદમાં ૧૪ પૂર્વના ઉલ્લેખ છે. તેમાં નવમા પૂર્વમાં આચારસંબંધી ૨૦માં કમનું ઘમાન છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ તેનો આધાર લઈને ઘનિયુક્તિની રચના કરી છે. આ ગ્રંથની ૮૧૨ ગાથા છે તે નિયુક્તિ નામથી ઓળખાય છે. ઘનિયુક્તિની કઈ પૂર્વાચાર્યે ૩૨૨ કલેકપ્રમાણ પ્રાકૃત ભાષામાં ભાષ્યની રચના કરી છે. શ્રી દ્રૌણાચાર્યજીએ સંસ્કૃત ભાષામાં તેની ટીકા રચી છે. તેમાં એઘ સમાચારી વિભાગ સાધુ જીવનમાં ચરણસિત્તરી અને કરણસિત્તરી વિશે મહત્ત્વને પ્રકાશ પાડે છે. ચરણસિત્તરી એટલે સાધુ જીવનમાં પાંચ મહાવ્રતનું સ્વરૂપ અને તે સંબંધી વધુ માહિતી આપવામાં આવી છે. કરણસિત્તરીમાં એટલે પંચમહાગ્રના પાલન અને રક્ષણ કરવા માટે કાળને ક્ષેત્રાનુસાર ગોચર, વસ્ત્ર, પાત્ર આદિની જે જે આવશ્યકતા ઊભી થાય તે અંગેની વિગતોનો તેમાં સમાવેશ થાય છે. ૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org