SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] | [ ૭૧૫ મનને તૈયાર કરતાં પહેલાં આપશ્રીજી બુદ્ધિના પ્રદેશને પણ સ્વચ્છ કરે છે. આપશ્રીજી બુદ્ધિને અહંકાર અને અભિનિવેશના અધિકારમાંથી મુક્ત બનાવતા નિરહંકાર અને દિવ્ય શ્રદ્ધાથી યુક્ત પ્રજ્ઞારૂપ બનાવે છે. સાધ્વી પરિવારના નાયક હોવા છતાં નિરહંકારિતા અને દિવ્ય શ્રદ્ધામાં સ્નાન કરતી આપની પ્રજ્ઞા ઉપર ઓવારી જવાયા વગર રહી શકાતું નથી. આ પ્રજ્ઞાપ્રાપ્તિ માટે ઇન્દ્રિયને લાલસા ને તૃષ્ણાના વાહન ન બનાવતાં ઈન્દ્રિમાં ઊડતી લાલસા અને ભગતૃષ્ણાના સતત પ્રતિકાર રૂપ અત્યંતર તપશક્તિ વિકસાવી રહ્યાં છે. એ લાલસા ને તૃષ્ણાના વિષમ અટવી વટાવતાં સંતોષ ને શમની દિવ્ય સૃષ્ટિમાં પ્રવેશ કરવારૂપ ઇન્દ્રિયેનું સૌદર્ય, પ્રત્યાહાર, તપશુદ્ધિનું ફળ અંશે આપના જીવનમાં દષ્ટિગોચર થયા વિના રહેતું નથી. પ્રકૃતિનું ક્ષેત્ર શરીર છે. પ્રકૃતિના ક્ષેત્રમાંથી ફેંકાતા સંસ્કારના સ્વીકાર કે પ્રતિકાર કર્યો વગર તટસ્થ રહેતું શરીર, પ્રકૃતિના વિકૃત પ્રગટીકરણને નિરુપયેગી શરીર એ જ યોગસાધના માટેનું નિરોગી શરીર છે. આપશ્રીજી યમ, નિયમ, સંયમ આદિ દ્વારા શરીરને વેગસાધના માટે ઉપયુક્ત ને સહિમણું બનાવવા પ્રયત્ન કરતાં શરીરનું તથા ઇન્દ્રિય, બુદ્ધિ ને મનનું આમ રૂપાંતર કરે છે. આમ યોગની પૂર્વભૂમિકારૂપ ચેતનાદિના શુદ્ધીકરણના કાર્યનાં આપશ્રીજીમાં દર્શન થાય છે, તેમ જ કેગના ગ્રંથમાં કહેલી ગની ભૂમિકાના ગુણનાં પણ અલ્પાંશે આપશ્રીજીમાં દર્શન થાય છે. ગૃહસ્થજીવનમાં કે સંયમજીવનમાં પાપ કે દો આપશ્રીજીએ તીવ્રભાવે પ્રાયઃ કર્યા નથી. એના પ્રત્યે સદાય જાગ્રત રહીને એનાથી વિરમવા પ્રયત્ન કરો છે. ઔદયિક ભાવ પ્રાયઃ આપશ્રીજીના ચિત્તને આકર્ષતા નથી. આપશ્રીજી એને બહુમાનતા નથી. વળી આપશ્રીજીમાં સર્વત્ર ઉચિતતાનાં દર્શન થાય છે. ગુરુભગવંતના મુખે તત્ત્વશ્રવણ કરવાને ભાવ આપશ્રીજીમાં ઉચ્ચ કોટિને છે. નજીકમાં વ્યાખ્યાન હોય તે વ્યાખ્યાનના સમય પહેલાં ત્યાં જઈને આપશ્રીજી બેસી જાય છે, ને અનેરી શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે શ્રવણ કરો છો. ત્યાં સુધી જવાની શક્તિ ન હોય તે મુકામમાં સાધ્વીજી પાસે પણ શાસ્ત્રવાચન કરાવી આપશ્રીજી તત્ત્વશ્રવણની ઝંખના પૂરી કરે છે. તત્ત્વની વાત ફક્ત સાંભળે છે એટલું જ નહીં, જીવનમાં ઉતારો છે. મૃતધર્મની સાથે ચારિત્રધર્મને પણ દઢ રાગ વતે છે. પાંચ-પાંચ વર્ષ સુધી લેહીનાં પાણી કરી મેળવેલા ચારિત્ર પ્રત્યે ભાવ ને અહોભાગ્ય પ્રગટ કરતાં આપશ્રીજી ઉદ્ગાર કાઢે છે કે “આપણે કેટલાં ભાગ્યશાળી છીએ કે આપણને નિરુપાધક સંયમજીવન મળ્યું, આવા તારક ગુરુને વેગ મળે ! હવે ખૂબ જાગ્રત બનીને સ્વાધ્યાય, વૈયાવચ્ચ આદિ સંયમ યોગો દ્વારા સાધ્યનું ચરમ શિખર સર કરી લઈએ. સંસારમાં હવે રખડવું નથી.” ચારિત્ર-મેહનીયની મંદતાને કારણે અંતર પરિણતિને નિમલ કરવારૂપ માર્ગને અનુસરવા આપશ્રીજી સદાય તત્પર છે. ગુરુદેવ પાસેથી કે શાસ્ત્ર.આલાબનથી જ્યાં પિતાનાં ક્ષતિ–દેવ જણાય ત્યાં પ્રજ્ઞાપનીયતા ગુણને કારણે તે દેશને સ્વીકાર કરી તેનાથી મુક્ત થવા અને ગુણોને વધારવા આપ તત્પર જ છે. વિશુદ્ધ આશયને કારણે આપનું ગુણાનુરાગીપણું વિશિષ્ટ કેટિનું છે. જ્યાં ગુણ દેખાય ત્યાં આપની સરસ્વતી પૂર્ણ સદ્દભાવથી એની પ્રશંસા કર્યા વિના રહી શકતી નથી. સાધુના મૂળ ગુણરૂપ ગુરુકુલવાસને આપશ્રીએ અખંડપણે સેવ્યું છે. ગુઆણાને અધીન બનીને આપ જીવ્યાં છે, ને જીવે છે. શારીરિક શક્તિ ઓછી હોવા છતાં પિતાના બળને ગોપવ્યા વિના સમતાપૂર્વકના જ્ઞાન, વિનય, સંયમ યુગોની યતનાનાં આપશ્રીમાં દર્શન કરતાં હદય પુલકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy