________________
| ૭૧ ૩
શાસનનાં શમણીરત્ન ]
મા-બાપવિહેણી બાળકીને દીક્ષા ન અપાવીએ.” એવો દાદા તથા કુટુંબીજનોને વિરોધ છતાં પણ અનેક કષ્ટોને સહન કરી પોતાના ધ્યેયને વળગી રહેવાનું અપૂર્વ બળ પૂર્વની આરાધનાથી પ્રાપ્ત કર્યું.
પૂ. સાધ્વી મહારાજ પાસે પંચપ્રતિકમણ, પ્રકરણાદિ અભ્યાસ કરતાં-કરતાં “પ. પૂ. કેસરવિજય મ. ધ્યાની–ગી છે” આ ગુણાનુવાદ સાંભળતાં હૃદયમાં એક જ નિર્ણય કર્યો કે એ જ મારા તારક ગુરુદેવ, ને એઓ જે સાધનાને માગ ચીધે તે જ માગે ડગ ભરવાં. પૂર્વબદ્ધ અશાતા વેદનીય કર્મના ઉદયને કારણે શરીર નબળું ને અનેક રોગોનું ઘર હતું, છતાં પૂ. કેસરવિજયજી મ.ના પ્રથમ દર્શને જાણ ગાવંચક ન બનાયું હોય ! તેમ તેઓશ્રીએ આપેલી સાધનાના માર્ગે ચાલતાં, ત્રણ દિવસ “ અર્ડ નમઃ” મંત્ર જપ કરતાં ખરજવું આદિ અનેક રોગો શાંત થઈ ગયા, ને જીવનમાં નવી દિશા સાંપડી. ગુરુદેવ જેને સંપ તેની શિકી બનવું, ને જે સાધના બતાવે તે સિવાય અન્ય કેઈ વિકલ્પ નહીં. હૈયામાં અનેરે. ગુરુચરણોમાં સમર્પણભાવ. ગુરુ મ.ના હૈયામાં પણ એક જ પડઘે પડ્યા, કે મારી આજ્ઞામાં વર્તતી ૧૫૦ સાધ્વીઓમાં આ અધ્યાત્મ, યોગસાધનાના માર્ગે આગળ વધશે.
સંસારનાં પ્રલેભનોને ન ગણકારી, બાહ્ય વિરે સામે ટક્કર ઝીલી, સંયમજીવનના દઢ અનુરાગપૂર્વક પાંચ વર્ષની અખૂટ ધીરજ બાદ વીસ વર્ષની કમાય વયે સ્વજનની અનુમતિ પ્રાપ્ત કરી પાલનપુરના પ્રાંગણમાં ચંદનબહેને ૧૩૦૦૦ની માનવમેદની વચ્ચે વિ. સં. ૧૯૮૫માં કારતક વદ ૧૦ના ગુરુવારે ગુરુદેવ કેસરવિજયજી (ત્યારબાદ આચાર્ય પદવીર) મ.સા.ના વરદ હસ્તે ઉલ્લાસપૂર્વક સંયમનો સ્વીકાર કર્યો. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી જીવનમાં ચંદન જેવી ગુણેની સુવાસ તથા શીતલતા પ્રગટાવવા. જ્ઞાનતિને સદાય પ્રદીપ્ત રાખવા માટે, ચંદનબહેન મરી, નાપ્રઢ ને સૌભાગ્યવિનય આદિ ગણેના ઘેઘુર વડલા સમાન પૂ. સા. સૌભાગ્યશ્રીજી મ.નાં શિષ્યા સા. જ્ઞાનશ્રીજી બન્યાં. સંયમ લીધા બાદ તેઓ મોટે ભાગે મૌન, મંત્રજાપ, જ્ઞાનાભ્યાસ ને સ્વાધ્યાયમાં લીન રહેતાં. બે બુક, પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રડણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદીસૂત્ર, પ્રશમરતિ, જ્ઞાનસાર, ગદષ્ટિસમુચ્ચય આદિ અનેક ગ્રંથો કંઠસ્થ ક્ય, ને પહેલી ને છેલી રાત્રિએ સતત સ્વાધ્યાય ને ધ્યાનમાં રત રહેતા.
દક્ષા બાદ પ. પૂ. આ. વિ. કેશરસૂરીશ્વરજી મ. ની અવારનવાર મળતી હિતશિક્ષાને પરમ અમૃતની જેમ આગી, સાચી અમરતાને વરવા સદાય તત્પર રહેતાં. સ. ૧૯૮૮ના શ્રાવણ વદ ૫ ના દિવસે પિતાના પરમ તારક આચાર્યદેવશ્રીનો અમદાવાદ મુકામે સ્વર્ગવાસ થયે. પ્રેમ, કરુણા ને યોગની મૂતિ એ ગુરુદેવના વિરહે હૃદયને સજજડ આઘાત આપે. પણ ભાવિને કે મિથ્યા કરી શકે? પાર્થિવ દેહે કે સૂકમ દેહે ગુરુદેવ ગમે ત્યાં બિરાજતા હોય. પણ સાધક શિષ્યના હૈયામાં એમની પરમ તારક આજ્ઞા તો સદાય જીવતી-જાગતી જ પ્રવર્તે છે, એનો ક્યાં વિરહ છે? “જ્ઞાનશ્રીજી, બીજાને જે કરવું હોય તે ભલે કરે, પણ તું એક ખૂણામાં બેસીને તારા આત્માને શોધજે” એ આજ્ઞાના આધારે એકાંત, મૌન, જાપ ને સ્વાધ્યાયના સહારે સહારે સંયમયાત્રામાં અખંડપણે પ્રયાણ ચાલુ રાખ્યું. ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં અંતરમાં ઊડતાં પરિણામોનું સતત નિરીક્ષણ કરી સંયમમાં બાધક ભાવેને જાણી પ્રજ્ઞા-છીણી દ્વારા એનું ઉમૂલન કરવા સદાય તત્પર રહેતાં. એક નાનકડી પ્રકૃતિને ત્રણ વર્ષની એકધારી જાગૃતિ દ્વારા કાઢયે જ છૂટકે કર્યો. આ સાંભળતાં હૃદય અત્યંત પુલકિત બને છે.
સં. ૨૦૦૮ માં પાલનપુરથી પાટણ આવતાં રસ્તામાં શરદી લાગવાથી માંદગી આવી. તે માંદગીમાં અધ્યાત્મ ને ગમાર્ગની વર્ષોની ઝંખના ને ગૂરણાનાં ને તારક પરમાત્માં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org