________________
પૂ. શ્રી સરસૂરીશ્વરજી મ. સા.નાં સમુદાયવર્તિની શ્રમણીરત્નો
ગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજયકેસરસુરીશ્વરજી મહારાજ સાહેબજી ચોગમાના અનન્ય સાધક અને પરમ નિસ્પૃહી હતા. પાલીતાણામાં પૂજ્યશ્રીને જન્મ. માતા-પિતા બનેના અકાળ અને આઘાતજનક અવસાનથી વૈરાગ્ય પામી વડેદરા મુકામે પૂ. આ. દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને ચરણે જીવન સમર્પણ કર્યું.
૩% અહીં નમઃ નો જાપ તેમને અતિ પ્રિય હતા. ધ્યાનને અભ્યાસ ખૂબ જ ઊંડે હતે. ધમપ્રેમી જિજ્ઞાસુ જીવોને ધર્મને બોધ સુગમ થાય તે માટે હૃદયંગમ શૈલીમાં ગ્રંથની રચના કરી. વિ. સં. ૧૯૮૩ માં ભાવનગરમાં તેઓશ્રી સૂરિપદથી વિભૂષિત થયા. અનેક શિષ્ય-પ્રશિષ્ય થયા. અનેક ક્ષેત્રમાં વિચારીને જીવને માગ સન્મુખ બનાવ્યા. તેમના શિષ્ય પરિવારમાં પણ ગમાર્ગને પ્રેમ વારસામાં ઊતરેલો જોવા મળે છે.
પૂજ્યશ્રીના સમુદાયમાં સાધ્વીવ પણ ૨૦૦ જેટલી સંખ્યા ધરાવે છે. સાધ્વીઓને જ્ઞાનાભ્યાસ માટે ખૂબ જ ચીવટપૂર્વક સૂચન કરતા હતા. જ્ઞાન અને તપમાં આ સમુદાયનાં સાધ્વીરને પણ અગ્રસ્થાને હોવાનું જોવાય છે. અનેક પ્રતિભાસંપન્ન, દીઘ ચારિત્રપર્યાયી, વાત્સલ્યગુણસંપન્ન અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત એવાં શાસન પ્રભાવિકાઓએ શાસનનું ગૌરવ વધાર્યું છે.
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org