________________
૭૦૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો તું પણ દીક્ષા લેજે. જીવનભર તેમનાં પગલે તેમની આજ્ઞા પ્રમાણે ચાલજે.... પુત્રીને માતા કેવી સરસ શિખામણ–પેટી દાયજામાં આપે છે અને કેવું ઉત્તમ વિનયી પુત્રીરત્ન, જે તેને અમલમાં મૂકીને સાર્થક બનાવે છે! લાખાએ એક જ આવી વિરલ વ્યક્તિ આપણને જોવા મળે છે.
સંસારસાગરમાં પડ્યા પછી નાવ આગળ ચાલે છે. માતાની કક્ષામાં એક મૂલ્યવાન રત્ન ગર્ભરૂપે આવે છે. જન્મ પહેલાં સ્વપ્નમાં સાક્ષાત્ લક્ષમીજી લીલી સાડીમાં સજીધજીને માથે મુગટ-બાજુબંધ-બેરખાં ધારણ કરી રૂમઝૂમ રૂમઝૂમ કરતી આવે છે અને કહે છે : હું તમારા ગૃહે આવું છું. આ રીતે પ્રથમ પુત્રીરત્ન પ્રાપ્ત થયું. ઇંદિરા એવું પાડ્યું. ત્યારબાદ એક પછી એક એમ ચાર પુત્રીરત્ન પ્રાપ્ત થાય છે. બીજી બાજુ જન્મ પામેલાં સંતાનોને કેવી રીતે અજન્મા બનાવવાં, સંસારરૂપી કાદવમાં આ સંતાને ખેંચી ન જાય તે માટે માતાપિતા ખૂબ જ ચિંતિત અને જાગૃત છે. અને તેના માટે બાળકને સાચા જીવનના રાહ પર લઈ જવા, ધર્મનું વિશેષ ઘડતર થાય અને ભાવિ દુગતિ અટકે તે માટે નાનપણથી જ જિનપૂજા, પાઠશાળા, રાત્રિભૂજન-ત્યાગ
, સ્વાધ્યાય, વ્રત-નિયમાદિ પૂવકનું જીવનઘડતર કરવા કાર્યરત પણ છે. સાથે દાદીમા શુકન-કંવરબહેન ગામમાં પાઠશાળા નથી તે ખેટ ઘર બેઠાં પૂરે છે. બાળકોના સુસંસ્કારોની સતત કાળજી લે છે. તેટલાથી માત-પિતાને સંતોષ થતો નથી. સતત મંથન કરે છે કે જન્મમરણના ફેરા કેવી રીતે ટાળવા? અંતે અંતરિક્ષણ તીર્થની પદયાત્રા સંઘમાં નીકળેલા એવા પૂ. બાપુજી નિર્ણય ઉપર આવે છે કે મારે મારા સંતાનને સંયમના પંથે જ મોકલવાં .
અને, આ નિર્ણયની સાકારતાનો શુભારંભ દ્વિતીય પુત્ર ચંદનરાજથી થાય છે. વર્ધમાનતપિનિધિ પૂજ્ય આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પ્રશાંતમૂતિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ના શિષ્યપદે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ચંદ્રસેનવિજયજી નામે પ્રસિદ્ધ થાય છે. અને તેના ચાર દિવસના જ આંતરે સૌથી મોટાં પુત્રીરત્ન ઇન્દિરાબહેન દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી અમીરસાશ્રી જી નામે એ જ સમુદાયવતી પૂ. સાધ્વીજી શ્રી વિદ્યપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા થાય છે. ત્યારબાદ એક દિવસ પિતાશ્રી બલવંતરાજજી કોઠારી પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. પાસે ખાસ વિનંતી કરવા આવ્યા કે, “પૂ. આચાર્ય ભગવંતશ્રી ! અમારે સપરિવાર દીક્ષા લેવાની ભાવના છે. આપ મહારાષ્ટ્ર મુકામે દાર©ા ગામે પધારે.” પૂ. આચાર્ય શ્રી લાભાનલાભ જાણી દાર૭ા પધારે છે. એકસાથે એક જ કુટુંબ પરિવારમાં જ ૧૦ દીક્ષા થાય છે, જે ભારતવર્ષમાં એક અને ઇતિહાસ સજે છે. તુલછાબાઈ અને પતિદેવ બલવંતરાજજી, વિદરાજ, દીપરાજ અને હસરાજ એ ત્રણેય પુત્ર, પુત્રી અરુણાકુમારી તથા દિયરની બે પુત્રીઓ શભાકુમારી અને ઉત્તમકુમારી, બહેનની પુત્રી સંતેષકુમારી ઉપરાંત રસીલાબહેન વિ. સં. ૨૦૨૯ના વૈ. સુદ ૫ ના દિને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને તેઓ ત્યાગમાર્ગે અનુક્રમે પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી, પૂ. મુનિરાજ શ્રી વીરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુચંદ્રવિજયજી, પૂ. મુ. શ્રી દેવચંદ્રવિજયજી, પૂ. મુ. શ્રી હેમચંદ્રવિજયજી, પૂ. સાધ્વીશ્રી રાજરત્નાશ્રીજી, પૂ. સા. શ્રી સૌમ્યપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી સુયશાપ્રજ્ઞાશ્રીજી અને પૂ. સા. શ્રી ત્રાજુપ્રજ્ઞાશ્રીજી નામથી અલંકૃત થાય છે. આ પૂર્વે પુત્ર ચંદનરાજ (જેઓ હાલમાં પૂ. આ. ભ. શ્રી વિજયચંદ્રસેનસૂરિજી નામે અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે) અને પુત્રી દદિરાબહેન (જેઓ હાલમાં પૂ. સામવીશ્રી અમીરસાશ્રીજી નામે સ્વપર આત્મકલ્યાણ સાધી રહ્યાં છે.) વિ. સં ૨૦૨૬ ના વૈ. સુદ ૧૧ અને ૧૫ ના દીક્ષિત બની ચૂક્યાં હતાં અને તે પૂર્વે પણ તુલછાબહેનનાં એક બહેને, તેઓ મૂળ સ્થાનકમાગી હોય, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org