________________
૯૮૯ ]
શાસનનાં શ્રમણીરત્ના
અવાજમાં મૃદુતા, આચરણમાં સહજતા અને સરળતા, આંખેામાં નિરપેક્ષ અમી; વાણીમાં આત્માની ભીનાશ. તેમના સપર્કમાં આવનાર અચૂક તેમનામાંથી પ્રતિબેધ પામતા. પૂજ્યશ્રી માટે ટૂંકમાં જરૂર કહી શકાય, કે તેએશ્રી કમ ચૈાગિની હતાં, કઠોર તપસ્વિની હતાં, વાત્સલ્યવારિધિ હતાં; અપ્રમત્તતાની જીવંત પ્રતિમા હતાં. સાથે જ તે સર્વોત્તમ જીવન જીવી ગયાં. તેઆશ્રી પ્રણમ્ય તા હતાં જ, પ્રેરક પણ બન્યાં.
તેઓશ્રીનાં છેલ્લાં વરસાની વાત છે. આ વાત કઈ વાતો નથી, પ્રેરક હકીક્ત છે. દેહ છે. એટલે દરદની સંભાવના રહેવાની જ. દેહમુક્તિ નથી થઈ ત્યાં સુધી શુભાશુભ કમના ઉદ્દય અને ભાગ પણ રહેવાના જ. પૂજ્યશ્રી પણ દેહધારી હતાં પરંતુ તેઓશ્રી દેહાસક્ત ન હતાં. દેહ તેમને માટે કર્મ મુક્તિનું સાધન હતુ. છેલ્લાં વરસામાં પૂજ્યશ્રીએ ચમત્કારિક અને પ્રભાવિક ભારેાલ તીર્થમાં ૫૦૦ આયંબિલને! તપ ઉપાડયો. તપ સમયે તેમનુ આરેાગ્ય જોઈ એ તેવું ન હતું. ગેસના દદથી દેહ અવારનવાર પીડાતે. પરતુ પૂજ્યશ્રીએ આત્મા સાથે અનુસ`ધાન સાધ્યું હતું. આથી દેહપીડા છતાં પતે તે શાંત અને પ્રસન્ન હતાં. તેમાં પણ પૂજ્ય લબ્ધિવિજયજી ગણિ (હાલ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીજી મ.)ની પુનિત નિશ્રામાં તપ થતાં એક બળ મળેલું. આથી જ તેઓશ્રીએ સ્વસ્થચિત્તે આ સુદીર્ઘ તપ પરિપૂર્ણ કર્યાં. તેઓશ્રીના જીવનના આ સૌથી છેલ્લે ઉગ્ર અને દીઘ તપ હતા. તેમ છતાં એક વિગઈ તેમ જ પાંચ કાચી વિગ ના ત્યાગ અને હુંમેશાં ઓછામાં એછુ' બિયાસણાંનું પચ્ચક્ખાણ તેા કરતાં જ,
પૂજ્યશ્રીને પાછલી અવસ્થામાં, મારવાડના ચાલુ વિહારમાં, અસાધ્ય રોગ લાગુ પડતાં, અસહ્ય વેદના હોવા છતાં પણ પાવિહાર કરી પાટણ પધાર્યાં. ડોકટરના કહેવાથી અનિચ્છાએ પણ આપરેશન નક્કી કર્યુ.. આપરેશનના દિવસે સવારે હાસ્પિટલ જતાં પહેલાં પાટણના પ્રાચીન–પ્રસિદ્ધ પચાસરાદિ પાંચ ચૈત્યાના નિત્યક્રમ મુજબ ચૈત્યવંદન-દેવવંદન કર્યા બાદ જહાસ્પિટલ ગયાં. એપરેશન સફળ થયું. આપરેશન પછીના છઠ્ઠા દિવસે પૂજ્યશ્રીની વિનયી શિષ્યાએ પૂછ્યું, ‘ડાકટરે આપને ખીચડી વાપરવાનુ કહ્યું છે, તે આપને માટે ગેચરી લઈ આવુ?” પૂજ્યશ્રીએ તરત ઠપકાભર્યાં સૂરે કહ્યું : · દેરાસરમાં ગેાચરી માટે પુછાય ? શિષ્યા : પૂજ્યશ્રી ! આ તે હોસ્પિટલ છે. અહીં કયાં ભગવાન છે ! ' પૂજયશ્રી : કેમ ભગવાન નથી ? જે, આ પંચાસરા પાર્શ્વનાથ ભગવાન રહ્યા !' પૂજ્યશ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવતના તપમાં એટલા બધા એકાકાર અને તન્મય બની ગયાં હતાં કે તેમના માટે હોસ્પિટલ પણ દેરાસર બની ગઈ હતી !
આપરેશન બરાબર થતાં અશાતાવદનીય કમને લીધે તાવે ઘેરો ઘાલ્યો. સતત છ દિવસના તાવમાં પૂજયશ્રીએ સમતાપૂર્વક વેદના સહન કરી અપૂર્વ કોટિની સકામ નિરા કરી. અંત સમય જાણી પૂ. સાધ્વીશ્રી હેમલતાશ્રીજી (સ'સારી પુત્રી) મહારાજે સુંદર નિયમણા કરાવી. શ્રી નવકાર મહામંત્રના ધ્યાનમાં તલ્લીન બનાવી દીધાં. માંદગીના બિછાને અને વેદના વચ્ચે પણ તેમના હાડ પર સતત નવકારનુ રટણ રહેતુ, અને આ મહામત્રના જાપ કરતાં કરતાં જ તેઓશ્રીએ સં. ૨૦૩૬, બીજા જેઠ સુદ ૩ના રાજ સમાધિપૂક દેહત્યાગ કર્યો. ચહેરા પર મૃત્યુની કેઈ વેદના નહી. હસતા ચહેરો તેએશ્રીએ આ ફાની દુનિયામાંથી ચિરવિદાય લીધી. ભક્તોએ પણ પૂજ્યશ્રીની પાલખી બાંધવામાં અને તેમાં તેઓશ્રીને બેસાડવામાં તેમની અંતરભાવનાને જીવંત બનાવી. હાથમાં નવકારવાણી ગણતાં હેાય તેવી મુદ્રામાં પૂજ્યશ્રીને બેસાડયાં હતા, અને એ મુદ્રામાં જ તેમના નશ્વર દેહ ચિતાની જવાળાઓમાં ભસ્મ થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org