SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાસનનાં શમણીરત્નો વર્ય શ્રી જયાશ્રીજી મહારાજ, પૂ. માં મહારાજ, પૂ. બેન મહારાજ આદિ સહ તપસ્વિનીની સુંદર સારસંભાળ વૈયાવૃત્ય કરી રહ્યાં હતાં. ડોકટરને જરૂર લાગતાં તેઓશ્રીને યુઝ ચડાવ્યું. સાંજે બધાં ખૂબ જ સ્વસ્થ હતાં. શ્રાવણ વદ ૯ના પૂ. ગુરુદેવ પુનઃ આ તપસ્વિનીની સુખ શાતા પૂછવા પધાર્યા. ત્યાં બધાને ચૈત્યવંદનાદિ કરાવ્યાં. ‘બધાને સારું છે ને? હવે હું જાઉં ને?’ એમ પુનઃ પૃચ્છા કરી ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. તપસ્વીઓના તપ-અનુમોદનાથે આજે ૧૦-૩૦ વાગ્યે શાંતિપૂજનું આજન હતું. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી મહારાજ કહે, “મારે શાંતિપૂજામાં આવવું છે.” બીજાં સાધ્વીજી કહે, “સારું, તમને સ્ટ્રેચરમાં લઈ જઈશું.’ હજી પણા નવ થયા હતા. શાંતિપૂજા દસ વાગે શરૂ થવાની હતી. હાથમાં દર્દ થતું હોય તેમ પૂ. સંઘયશાશ્રીજીએ હાથ ઊંચાનીચા ક્ય. મોટા મહારાજે કહ્યું, ‘પિરિસી ભણાવી લઈએ. સમય થયો છે. પિરિસી ભણાવવા દરિયા વહિયા કર્યા. કાઉક્સ પૂરો થતાં સંઘયશાશ્રીજીએ કહ્યું, ‘લોગસ્સ બોલે.” અને લોગસ્સ સાંભળતાં જ આંખ ઢળી ગઈ? પૂ. ગુરુદેવને સમાચાર આપ્યા, “સંધયશાને સારું નથી... પધારો.” પૂ. ગુરુદેવ કહે, “એક જ મિનિટ. સુમતિનાથ પ્રભુનાં દર્શન કરીને આવું.' પૂ. ગુરુદેવ દર્શન કરવા દેરાસરનાં પગથિયાં ચડ્યા. અને સુમતિનાથ પ્રભુના નયનમાંથી તેજપુંજ રેલાતે જે. સર્ચ લાઈટથી પણ વધુ પ્રકાશ એ તેજપુંજન હતા. પૂ. ગુરુદેવે આવીને સંઘયાને બે લાવી જયાં; પરંતુ જવાબ તો તેમણે પૂ. ગુરુદેવને દેરાસરમાં જ આપી દીધો હતો કે “ગુરુદેવ! હું દિવ્યલેકમાં છું. જેતાજોતાંમાં તો દેરાસરમાં સર્વ પ્રતિમાજી અને દેરાસરની દિવાલોમાંથી કેસરવર્ણા અમીઝરણાં થવા લાગ્યાં. અમદાવાદમાં વાયુવેગે પ્રસરી ગઈ. લોકોના ટોળેટોળાં દેરાસરના દર્શને અને તપસ્વીનાં દર્શને ઉમરચાં. દેરાસર અને ઉપાશ્રય વચ્ચે જાણે માનવસેતુ રચાઈ ગયો! કલાક સુધી અમીઝરણું ચાલુ રહ્યાં ! - સાંજે પાંચ વાગે પૂ. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજીના પુણ્યદેહને જચિન પાલખીમાં પધરાવ્યું. અંતિમયાત્રા શરૂ થઈ. સર્વની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. બીજે દિવસે સવારે શાંતિનગરના ભાવિકે દર્શન માટે દેરાસર પધાર્યા ત્યારે દેરાસરના શિખર પર અને જમતીમાં ફૂલની વૃષ્ટિ જોઈ. ત્યાર પછી તો અમદાવાદના કેઈ ને કઈ દેરાસરે આઠ દિવસ સુધી સતત અમી ઝર્યાના સમાચાર મળ્યા! લકે કહેતાં કે, પૂ. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી દેરાસરની યાત્રા કરવા આવે છે. એમના કાળધમ પછી બરાબર સાતમા દિવસે જે ઘરમાં કાળધર્મ પામ્યાં હતાં તે ઘરની દીવાલો પર કેસરછાંટણાં થયાં. હાલ પણ તેની સાક્ષી છે. આવી મહાન બહેનના સંયમ આલંબને નાની બેને પણ સંયમ ગ્રહણ કર્યું છે. પૂ. સા. શ્રી સુધાંશુ શાશ્રીજીના શિષ્યા બની સા. શ્રી નમ્રયશાશ્રીજી નામે સુંદર જ્ઞાન-ધ્યાનની આરાધના કરી, વર્ધમાન તપ આયંબિલ ઓળીની આરાધનામાં તેમણે પ્રશંસનીય પુરુષાર્થ કર્યો છે. દીક્ષા લઈને માત્ર અઢાર મહિનાના સંયમપર્યાયમાં જેમણે ભવ્ય આત્મકલ્યાણ સાધ્યું, જેમના તપના નિમિત્ત શાસનને જયજયકાર ગાજ, એવા પરમ તપસ્વિની સાધ્વીશ્રી સંઘયશાશ્રીજીના ચરણે ભાવભરી વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy