SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ ] [ શાસનનાં મણીરત્નો તત્ત્વાર્થસૂત્ર-વીતરાગસૂત્ર-અભિધાન ચિંતામણિ કેશઆ બધું તે નવકારની જેમ જ કંઠસ્થ ! સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં તે તેમના જેવાં વિદુષી સાધ્વી શ્રમણીસંઘમાં ગણ્યાગાંઠયાં જ હશે. પૂ. સાધવ સર્વોદયાશ્રીજી (મા મહારાજ)ના વિશાળ સમુદાયમાં સંસ્કૃત-પ્રાકૃત અભ્યાસ કરાવવાનું શ્રેય તેઓશ્રીને મળેલ છે. દશવૈકાલિકની ટીકા, ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા, પિંડ નિર્યુક્તિ-ઘ નિયુક્તિપયા–ત્રિષષ્ઠીશલાપુરુષ જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા છે. વિજય પ્રશસ્તિ, હીરસૌભાગ્ય, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, શાંતિનાથ મહાકાવ્ય આદિ અનેક મહાકાવ્યો, પ્રાકૃત દ્વયાશ્રય, સંસ્કૃત દ્વયાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે છે. તેઓશ્રીની આવી જ્ઞાનમયતા, સ્વાધ્યાયમગ્નતા અને અપૂર્વ ગ્રાહ્યશક્તિ જેને પૂ. તીર્થપ્રભાવક ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજએ અંગસૂત્ર કરવા પ્રેરણા કરી. આચાર ડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, ભગવતીસૂત્ર આદિ અગિયાર અંગે એક પછી એક કંઠસ્થ કરવાને પ્રારંભ કર્યો. આખું ભગવતીસૂત્ર તેમણે એકાસણાના તાપૂર્વક કંડસ્થ કરેલ. માત્ર તેઓ અભ્યાસ જ કરે તેવું નહિ, પણ સંસ્કૃત ભાષામાં અને પ્રાકૃત ભાષામાં છંદબદ્ધ કાવ્યરચના પણ કરે છે. “વિક્રમ ભક્તામર ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્રોગ્ય બની છે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજની અષ્ટક રચના. પણ સુંદર કરી છે. સમુદાયમાં કેઈ પણ સાધુ-સાધ્વી સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્યરચના કરે તે તેઓશ્રીને અવશ્ય બતાવે અને તેમને સંતોષ થાય તો જ તે રચના બરોબર થઈ છે એમ માને. તેઓશ્રી જ્યારે જાઓ ત્યારે અધ્યયન-અધ્યાપનમાં જ મગ્ન હોય! તેઓ સદાય કહે કે, સાધુજીવનમાં અભ્યાસ ન કરીએ તો આનંદ શાને! સ્વાધ્યાય અને જ્ઞાન તો જીવનમાં ક્ષણે ક્ષણે ન વૈરાગ્ય અને નવું ચિંતન જગવે. ગૃહસ્થને અગિયારમો પ્રાણ ધન છે, તો સાધુજીવનમાં અગિયારમે પ્રાણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમગ્ન સાક્ષાત્ મૂતિ એટલે પૂ. શ્રી રત્નચૂલાશ્રીજી મહારાજ પૂ. ગુરુદેવ તે કહેતા કે, “રત્નસૂલા! તું તે સરસ્વતી છે! જ્યારે જે પૂછો તે સર્વ મુખપાડ.” શસ્ત્રાભ્યાસ પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં સમુદાયમાં જ્ઞાન -દર્શન-ચારિત્રતપ આદિનું પ્રવર્તન સુંદર રીતે કરાવે. પિતાની ઇચ્છા-આકાંક્ષાને ગૌણ કરી, ગુવજ્ઞાને જ જીવનમાં પ્રાધાન્ય આપે. મેટા સમુદાયમાં કેઈ સબળા, તો કોઈ નબળા હોય કે અધીરા, તે કેઈ ધીરજવાન હિય; કોઈ ગરમ, તા કેઈનરમ હોય, પરંતુ દરેકની સાથે સમજદારીપૂર્વક વર્તવાની તેઓશ્રીની આવડત ખૂબ જ પ્રશંસનીય છે. ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા તેઓ જાણે છે. કઈ પણ નવા ક્ષેત્રમાં મંગલમય કાર્યો કરવાનાં હોય તો તેની ભૂમિકા માટે તેઓશ્રીની પસંદગી થાય. ખેડૂત સૂકી જમીનને ખેડીને રસભર હરિયાળી બનાવે, તેમ સહના હૃદયમાં ધર્મભાવની લહેર લહેરાવે. અનેક આત્માઓને ધર્મમાં જોડે, શ્રદ્ધાનું બીજ રોપે. તેમના જીવનમાં વહેતી જ્ઞાનવેરાગ્યની વાતો સને પ્રભાવિત બનાવે. અભ્યાસ કરનાર રસથી અભ્યાસ કરે તો કેઈપણ સમયે ભણા તૈયાર થાય. જ્યાં જ્યાં ચાતુર્માસ હોય, ત્યાં ત્યાં જ્ઞાનપધો અને જ્ઞાનશિબિરનું આયેાજન હોય જ. જેટલો અભ્યાસનો શોખ, એટલી જ ભક્તિ અને વૈયાવચ્ચમાં લીનતા! કઈ પણ સાધ્વી મહારાજને તપશ્ચર્યા ચાલે તે તેમની સેવાને લાભ અવશ્ય લે. ગ્લાન હોય તો તુરત સંખશાતા પૂછે. ઔષધાદિનો પ્રબંધ કરી, જે રીતે શાતા ઊપજે તે રીતે પ્રયત્નો કરે. તેઓશ્રીમાં નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને રહેવાની અનોખી કળા છે. સ્વભાવ પણ સરળ અને આનંદી. કેઈ નાનાં સાધ્વી પણ હંસીમજાક કરે તો પોતે પણ હસે. શારીરિક પ્રતિકૂળળામાં ખૂબ જ સહનશીલતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy