________________
ચિત્ત નિવાઈ
–સાથ્થી વાચંયમાશ્રીજી મ. જિનશાસન અદ્વિતીય શાસન. તેનાં વિધિનિષેધ અલૌકિક. તેનાં વ્રત-નિયમ અલૌકિક સામાન્ય વ્યક્તિ ક્યારેક જિન શાસનનું ગૌરવ ન પણ સમજી શકે. હીરાનું મૂલ્ય કદાચ ભિક્ષુક ન પણ કરી શકે. તેથી શું હીરાનું મૂલ્ય ઘટી જાય ?
અદ્વિતીય ચીજો અદ્વિતીય વ્યક્તિઓ જ સમજી શકે મારા સુશિષ્ય !
શ્રી આચારાંગ સૂત્ર આજે તને એક ભવ્ય વાત કરે છે. પ્રભુને સાધુ એટલે “ચિત્ત નિવાઈ' જેવો શબ્દ સાંભળીશ એટલે તું અર્થ કરવા માંડીશ અને બેલી ઊકીશ : અરે, આમ તેમ અદ્વિતીય કહો છે. “ચિત્ત નિવાઈ = જેનું ચિત્ત પડી ગયું છે તે. હા...તારે ચિંતક બનવાનું-વિચારક બનવાનું. પછી તારે વિચાર છોડી દેવાન, મૂકી દેવાને. એકલા પિતાના અભિપ્રાયને અનુસરવું એ તે સ્વચ્છેદ વૃત્તિ ખુદના અભિપ્રાય પ્રમાણે જ ચાલવાની આદતવાળા આત્માઓ ઉસૂત્ર પ્રરૂપક અને અભિનિષિક મિથ્યાત્વી બન્યા.
સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના અભિપ્રાયનો ત્યાગ. સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના મતનું વિસર્જન.
આપણે મત-અભિપ્રાય એટલે શું? તેને વિચાર કઈ દિવસ કર્યો છે? બોલ, હું અને તું જ્ઞાની? ના.....જ્ઞાની નહિ તે પછી આપણે અભિપ્રાય કે બને ? અજ્ઞાનીને અભિપ્રાય બને. શું અજ્ઞાનીને અભિપ્રાય તારક બને ?
આપણે અભિપ્રાય એટલે કષાયી આત્માને અભિપ્રાય.
કષાયે આપણને જે માર્ગે દોર્યા તે માર્ગ ઉપર ચાલ્યાં પછી તે માર્ગનું મમત્વ થયું. મમત્વ થયું એટલે મધ્યસ્થ દષ્ટિ રહી નહિ અને મારું તે સારું આવો કદાગ્રહ થયે. આવા કદાગ્રહયુક્ત આપણે અભિપ્રાય.
બેલ, શું આ અભિપ્રાય આપણું પ્રગતિ કરે ? સાધુતાને પ્રારંભ જ ત્યારે જ્યારે સ્વેચ્છાનું સહજભાવે વિસર્જન થાય..વેચ્છાએ પદાર્થને ત્યાગ કરે આસાન પણ, ઈચ્છાનેઅભિપ્રાયને શું ત્યાગ થઈ શકે?
ગુરુદેવ! માફ કરો. બધી વાતમાં માથું હલાવું તે હું કંઈ કાંચી નથી. મારું માથું પણ મણનું છે. ખૂબ વિચારું પછી જ હા કહું. તેમાંય આપના સરખા તારક ગુરુ સામે બેટી હામાં હા કરાય ! જો એવું હું કરું તે શું કહેવાય ? મારા ગુરુદેવને હા જી હા કહેનાર હાજીયા મસા-પાલીસ કરનારા માખણિયા ગમે છે. એટલે મેં નક્કી કર્યું છે, આપનું ખરાબ ન લાગે માટે પણ મારે સત્ય હકીકત કહેવી જોઈએ. બરાબર ને ગુરુજી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org