SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ? [૬૨૭ ચાર દાયકા પૂરા થયા, ન થયા... અને સંયમજીવનના તે હજી અઢી દાયકા જ પસાર થયા ત્યાં તે કર્મરાજાએ પોતાના ખેલ ખેલવા શરૂ કરી દીધા. નખમાં ય ક્યાંય રોગનું નામનિશાન નહોતું અને અચાનક ક્યાંથી મહાભયંકર કે જેનું નામ પડતાં પણ માનવી ધ્રુજી ઉઠે એવો કેન્સર નામનો રોગ થય. શક્ય તેટલા દ્રવ્ય-ઉપચાર કર્યો પરંતુ કમરાજાએ પિતાની કાતિલ કરવતા ફેરવવાની શરૂ કરી દીધી. ત્યાં એની આગળ કોઇનું શું ચાલવાનું હતું ? દ્રવ્યૌષધિ અને ભાવૌષધિ રૂપ નવકાર મંત્રનો જાપ, અરિહંતપદને જાપ સતત ચાલુ જ હતે. જાણે કે કાળે પિતાની જાળ બિછાવવાની શરૂ ન કરી દીધી હોય, અને તેઓશ્રીને પણ સૂઝી જ ગયું હોય એમ ઘણીવાર કહેતાં, “હવે તે વૅરંટ આવી ગયો છે. તેથી તૈયાર થઈ ને જ રહેવાનું... ક્યારે કાળ કેળિયો કરી જશે એ થોડી ખબર છે!” પરેશન તેમ જ કેમોથેરેપીનાં જેકશનને કેસ પૂરો થતાં, જરાક સ્વસ્થતા લાગતાં વિહાર પણ શરૂ કરી દીધે ને સાથે બિયાસણ પણ.... તેઓને પ૦૦ આયંબિલ કરવાની ઘણાં વર્ષની ભાવના હતી. પણ કઈ અંજળ જ નહોતું આવતું. પરંતુ કેન્સરનું નામ પડયું ત્યારથી જ મનમાં નિશ્ચય કર્યો હતો કે જે શારીરિક સ્વસ્થતા સાનુકૂળ થઈ જાય તે ૫૦૦ આયંબિલ શરૂ કરીશ. વર્ધમાન તપની ૨૯મી ઓળી શરૂ કરી ને ઓળી પછી એકાંતર આયંબિલ ચાલુ રાખ્યાં.... મુખ ઉપરની તેજસ્વિતા ને દિવ્ય કાંતિ જોઈ કેને ખ્યાલ પણ ન આવે કે પૂ. સાધ્વીજી મ.ને આવું દર્દ ઉદયમાં આવ્યું હશે! હમેશાં હસમુખું વદન અને વાકછટા પણ એવી કે સામી વ્યક્તિને પાણી-પાણી કરી દે! આવું દર્દ ઉદયમાં આવવા છતાં પણ કયારેય મુખ પર ગ્લાનિની એક રેખા અંક્તિ નથી થવા દીધી. હંમેશાં એક જ વાત કહેતાં કે “ આપણાં કરેલાં કર્મ જ ; આપણને ઉદયમાં આવે છે. એમાં મૂંઝાવાનું શું? અંધક મુનિ, ગજસુકુમારમુનિ વગેરે જેવા ઉત્કૃષ્ટ પરિષહો તે નથી આવ્યા ને! આ ભવમાં તો સારું જ છે કે સાધુપણું ને સમજણશક્તિ છે તેથી શાતાપૂર્વક કમને ભગવી તે શકીએ ! તેઓશ્રીનું ચાતુર્માસ સં. ૨૦૪૭ માં મુંબઈ-ડાકુરદ્વાર–શાંતિનાથ જૈન દેરાસર મધ્યેથયું. આ ચાતુર્માસમાં અભૂતપૂર્વની આરાધના કરી ને કરાવી. છેવટે પર્યુષણ બાદ ફરી રોગ પરિષહ ઉદયમાં આવ્યું. બરાબર બાર મહિને ફરી કેન્સરના રંગે હુમલો કર્યો. પરંતુ ખૂબ જ સમતાના બખ્તર વડે તેઓશ્રીએ રોગોની ફેજને પરાભવ કર્યો. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની સતત કાળજી રાખતાં. છેવટે ૧૫-૨૦ દિવસની ભયંકર વેદના ભેગવી અસહ્ય વ્યાધિમાં સમાધિને સ્થિર બનાવી. પરંતુ ભાદરવા વદ ૦))નો ગોઝારો દિવસ આવ્યા. તે દિવસે સવારથી જ શ્વાસ લેવાની તકલીફ લાગતી હતી. પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતીજીને સંથારો. ચાર શરણાં વગેરે સંભળાવી, દરેક વસ્તુ વિસરાવી દીધી. નવકારમંત્રની સતત ધૂન ચાલુ હતી. “અરિહંત-અરિહત” કરતાં, ૪૨ વર્ષની લઘુવયમાં જ ૧૨-૩૦ મિનિટે કાળધર્મ પામ્યાં ને પરલેક તરફ હંસલે ચાલ્યો ગયો. ખરેખર ! કાળના વિકરાળ પંજાએ પોતાની અદેખાભિરી ચાલ અજમાવતાં જરાય #ભ ન અનુભવ્યું. તેઓશ્રીના સચ્ચારિત્રને પરિમલ આજે પણ અનેક પુણ્યાત્માઓને પાવનપંથે પ્રેરી રહ્યા છે. અનેક ગુણરત્નના મનોહર પ્રકાશથી દેદીપ્યમાન પ. પૂ. સાધ્વીજી મ. ના અભુત તપ, ત્યાગ ને ધર્મમય રત્નમયી જીવનને પ્રભાવે અનેક જીવોમાં ધરણા પ્રગટી રહી છે. ધન્ય છે એવા ગુરુવરને ! કોટિ-કેટિ વંદન હૈ એ ભવ્યાત્માને ! પૂ. સા. શ્રી પાયશાશ્રીજી મહારાજના સદુપદેશથી ચંદનબહેન, શોભનાબહેન કપનાબહેન ભરૂચવાળાના સૌજન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy