________________
[ શાસનનાં શ્રમણરને સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના છેવાને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર ! પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણુને સાક્ષાત્કાર જે હોય તે પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા. માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહિ મળે. સતત વાંચન-જાપ-સ્વાધ્યાયમાં જ રક્ત રહેનારાં કદી શારીરિક સ્વાથ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે.
સંયમજીવનનાં ૩૯ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રને જાપ સવા કોડ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને જાપ સવા કોડ, શ્રી ભગવતી પદ્માવતીને જાપ સવા કોડ, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કોડ, શ્રી અરિહંતપદને જાપ સવા લાખ, શ્રી સિદ્ધપદને જાપ સવા લાખ, શ્રી જ્ઞાનપદને જાપ નવા લાખ, શ્રી ચારિત્ર પદને જાપ સવા લાખ, શ્રી નવપદજીનો જાપ સવા લાખ, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારે.
પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીના પરમ વિનયી શિષ્યા સા. જુલાશ્રીજીના મૂળવતન (સંસારી ગામ) અમરેલીમાં શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રસાદ” નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવા શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પિતાના સંયમજીવનની સાફલ્યતાને સાર્થક કરી છે.
તેમનું હસતું મુખારવિંદ, અનુપમ વાત્સલ્યતા, મધુર ભાષા, સંઘના અભ્યદયની ચિંતા. વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા, ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ. નું સર્વમંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને એ માટે તેઓશ્રી નિરામય દીઘયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
પૂ સા. શ્રી જ્યોતિપ્રભાશ્રીજી મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની પુણ્યભૂમિ અને પરમહંત શ્રી કુમારપાળ રાજાની અહિંસાની અમરવેલની ફળદ્રુપ ભૂમિ, અનેક જિનમંદિરોથી સુશોભિત, એવા અણહિલપુર પાટણના વતની અને હાલ મુંબઈમાં શાહ મણિલાલ મેતીચંદ દવાવાળાનું એક ધર્મનિષ્ઠ કુટુંબ રહેતું હતું. મણિભાઈ સ્વભાવે સરળ અને ભદ્રિક પરિણામી હતા. તેમને શીલસદાચારી, શાંત-ધમપરાયણ એવાં કાન્તાબહેન નામે ધમપત્ની હતાં. તેઓને બે પુત્રો અને બે પુત્રીનો પરિવાર હતો. આ કાન્તાબહેનની કુક્ષિએ ઈ. સ. ૧૯૪૪ ના ચૈત્ર વદ ૦))ના શનિવારના દિવસે પુત્રીનો જન્મ થયો. અનુક્રમે આ બાળકીનું નામ “જશવંતી” પાડવામાં આવ્યું. માતા કાન્તાબહેન ધર્મપરાયણ હોવાથી નાનપણથી જ બાળકમાં ધર્મનું સિંચન કરતાં. કમે કરી આ બાળકી જેમ મટી થઈ તેમ તેને પોતાની સાથે દેરાસર-ઉપાશ્રયે લઈ જતાં અને વારંવાર કહેતાં કે, તું મટી થાય ત્યારે જરૂરથી આવી દીક્ષા લેજે, સાધ્વી બનજે. ત્યારે જશવંતી કહેતી કે, મારે તે કાંઈ દીક્ષા લેવી નથી, તમારે લેવી હોય તે લેજો. હું તે મોટી થઈશ ત્યારે કૅલેજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org