________________
[ ૩૯
શાસનનાં શમણીરત્ન ]
વિહારને પ્રારંભ થાય, વિહારનું લક્ષ્ય નિશ્ચિત પણ માર્ગ તો અનિશ્ચિત-કારણ કે કેઈ એ ચીધ્યા માર્ગે ચાલવાનું માર્ગ દીર્ઘ પણ હોય.....માગ કંટકથી ભરાયેલ પણ હિય.. માર્ગ કઠિન પણ હોય છતાંય વિહાર કરવાને....વિહાર કરવાને એટલે આત્મશક્તિને આવાહન કરવાનું. ન ચલાય, પગમાં કાંટા વાગે, થાકી જવાય, આવી બધી કાયર વાત નહિ કરવાની. આત્માનું સામર્થ્ય પ્રગટ કરવાનું.
તું અનંતશક્તિને સ્વામી...આજે તારી આ પરિસ્થિતિ ! ચલ...જલદી ચાલ..ચુપચાપ ચાલ...આત્મસામર્થ્યની સિદ્ધિ માટે ચાલે..આત્મસામર્થ્યના પ્રગટીકરણમાં મદદગાર વિહારયાત્રા નહિ તે બીજું શું ?
સાધુ ! વિહારથી તારાં આ લક્ષ્ય સિદ્ધ થાય તે તારો વિહાર એ યાત્રા. અન્યથા વિહાર એટલે નાહકનું અર્થ શૂન્ય પરિભ્રમણ.
રાગની વૃદ્ધિ માટે વિહાર નહિ...પીનાં તિરસ્કાર ત્યાગ કરવા માટે નહિ. પણ અંતરમાં રહેલી રાગદ્વેષની ભાવના નષ્ટ કરવા માટે વિહાર કરવાને..
સુસાધુ! તને કઈ મળે છે અને પૂછે છે, કેટલે વિહાર કર્યો? તું તારી નોંધપોથી કાઢે છે, પાંચ-પચીશ-સોની ગણતરી કરે છે અને કહે છે “મારે વિહાર?” મુખ ઉપર મલકાટ લાવીને કહીશ ૨૫ વર્ષમાં ૭પ હજાર કિલોમીટર
શાસ્ત્રકાર આપણી મૂર્ખતા પર એક આછેરું સ્મિત કરે છે....ભાઈ! કિલોમીટરની અધિકતા, તેને તું વિહાર કહે તે યાદ રાખજે; સંસારી જીવ જ અધિક વિહાર કરે છે અને ઝડપી વિહાર કરે છે. અહીં રહેલ એક જીવ સિદ્ધશિલાની પૃથ્વી પર નિગોદમાં ઉત્પન્ન થયે તે કેટલે વિહાર થયો, તને ખબર છે? સાતરજજુને...કેટલીવારમાં? મર્યાદિત સમયમાં, વધુ અંતર કાપવું.માઈલની બહુ લાંબી ગણતરી રહે. સાધુ માટે ઉત્કૃષ્ટ વિહાર નહિ પણ શ્રી આચારાંગ સૂત્ર કહે છે : ભાઈ, સાધુ! તું વિહારી....પણ “યં વિહારી' અરે ?
“જયં વિહારી” એટલે વિહારમાં વિજ્ય મેળવનારો? ના....સાધુ મહાત્માની પરિભાષામાં વિહાર કરવાનો પણ પરાજય માટે નહિ, સદા ય માટે. વિહારી એટલે જય વિહારી પણ શ્રી આચારાંગસૂત્ર કહે છે, પુણ્યાત્મા ! સાધક મહાત્મા !
“જય વિહારી' શબ્દનો અર્થ તારી નંધમાં રાખ. જયપૂર્વક વિહાર કરવાને...
વિહાર કરતાં ક્યાંય આડુંઅવળું જોવાનું નહિ, પણ માર્ગમાં જ દષ્ટિ રાખવાની. શું પડી ના જઈએ માટે ?
યતનાપૂર્વક વિહાર થશે એટલે પડી નહિ જવાય એ ચેકસ વાત...પણ તારું લક્ષ્ય તારી જાતને બચાવવાનું જ નહિ, સર્વ જીવોની રક્ષાપૂર્વક કેઈપણ જીવને જરા પણ કષ્ટ ન પડે જરા પણ દુઃખ ન પડે તે વિહાર, તે “જય વિહારી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org