SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૬૦પ સરળ અને શાંત સ્વભાવી પૂજય સાવીજી કમલાથીજી મહારાજ ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી દભાવતી નગરી, જે વર્તમાનમાં ભેઈ નામે પ્રસિદ્ધ છે તે. દીક્ષાની ખાણ ગણાય છે. આ નગરીમાંથી સે ઉપરાંત પુણ્યાત્માઓ સાધુ-સાવા રૂપે દીક્ષિત થયા છે. આજે આ નગરીમાં ભવ્ય શિખરોથી શોભતાં છ જિનમંદિરો ઊભાં છે; તેમાં મુખ્ય અને અતિ આકર્ષક શ્રી લઢણ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ઇતિહાસ કહે છે કે આ મૂર્તિનું નિર્માણ વેળુ, રેતી અને છાણથી એક વણજારા દ્વારા થયેલું છે. ભગવાન પાર્શ્વનાથ અર્ધપદ્માસને બિરાજમાન છે. હંમેશાં શ્યામ રંગને જ લેપ થતું હોવાથી પ્રતિમા શ્યામરંગી છે. બીજું મુખ્ય મંદિર શ્યામ આરસના બનેલા શામળા પાર્શ્વનાથ પ્રભુજીનું છે. ત્રીજું નવું બનેલું ભવ્ય મંદિર શ્રી આદીશ્વર પ્રભુજીનું છે, જેની કળા-કોતરણી બેનમૂન છે. આખું મંદિર સુંદર મૂતિઓથી શોભી રહ્યું છે. તે ઉપરાંત બીજાં ત્રણ ભવ્ય મંદિરો છે. તે ઉપરાંત, ગામ બહાર, ૩૦૦ વર્ષ પહેલાં ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ચગેવિજયજી મહારાજની ભવ્ય દેરી, પાવાપુરીની પથ્થરની ભવ્ય રચના. જય તીર્થના પથ્થરના બનેલા પટની દેરી તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી મહારાજની સુંદર દેરીથી શોભતી યશવાટિકા આવેલી છે. આવા પુણ્ય પ્રભાવી નગરમાં ધર્મશ્રદ્ધાળુ શેઠ શ્રી ખુશાલચંદ પ્રેમચંદ તથા તેમનાં ધમપત્ની જેકેરબહેન રહેતાં હતાં. તેમને એક પુત્રીને જન્મ થયે, જેનું નામ કમલા પાડવામાં આવ્યું. માતા-પિતાના સુંદર સંસ્કારોથી બહેન કમલામાં બાળપણથી જ ધર્મના સંસ્કારનું સિંચન થયું. બાર વર્ષની નાની વયે શ્રી ચીમનલાલના સુપુત્ર શ્રી અંબાલાલ સાથે કમલાના લગ્ન થયા. પરંતુ લગ્નના છ મહિનામાં જ અંબાલાલ ઝેરી તાવને લીધે અવસાન પામ્યા અને કમલાબહેન આ વાઘાતથી હચમચી ઊઠયાં. સંસારની અસારતા તેમને હૈયે વસી. જીવનની દુઃખદ પરિસ્થિતિએ તેમને વૈરાગ્યમાગે વાળ્યાં. સમય જતાં સંસાર છોડી સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી. પુણ્યાગે આ અરસામાં સાધ્વીજી કલ્યાણશ્રીજી બિરાજમાન હતાં. તેમનાં શિખ્યા સાધ્વીજી કંચનશ્રીજી ડભેના જ વતની હતાં અને કમલાબહેનના સગા પણ થતાં હતાં. તેમના સંપર્કથી દીક્ષાની ભાવના દઢ થઈ. સં. ૧૯૮૪ માં પરમ પૂજ્ય પરમોપકારી આચાર્ય શ્રી વિજયાહન સૂરિજી મહારાજનું ચાતુર્માસ હતું. તેઓશ્રીની વૈરાગ્યવાસિત વાણીથી કમલાબહેન સંયમમાગે સંચરવાના સંક૯પધારી થયાં. અને ચોમાસા બાદ ૧૮ વર્ષની ઉમરે સં. ૧૯૮૫ ના માગશર સુદ બીજને દિવસે પૂ. શાસનપ્રભાવક ગુરુદેવને હસ્તે દીક્ષા અંગીકાર કરી, સાધ્વીજી કંચનશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી કમલાશ્રીજી તરીકે ઘોષિત થયાં. પૂ. ગુરુણીની સેવામાં રહી પોતે જ્ઞાની-ધ્યાન-તપસ્વી બન્યાં. જ્ઞાન અને ક્રિયામાં ખૂબ જ જાગૃત રહી, ઉત્તમ રીતે સંયમજીવનનું પરિપાલન કરવા લાગ્યાં. તેમનામાં વડીલોની આજ્ઞા પાળવાના અને વૈયાવચ્ચેના સંસ્કાર વિકસ્યા હતા. તેમનામાં જ્ઞાનપિપાસા પણ તીવ્ર હતી, તેથી તેમણે પ્રકરણો, દશવૈકાલિક, વ્યાકરણ, કાવ્ય, પ્રાથમિક સૂત્ર આદિને ઊંડો અભ્યાસ કર્યો. તેમના જીવનમાં પહેલેથી જ સરળતા, ભદ્વિક્તા, નિષ્કપટપણું અને શાંત-સ્વભાવના ગુણો હતા, તેમાં જ્ઞાન અને ભક્તિથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy