________________
પ૯૮ ]
[ શાસનનાં શમણરત્ન પરમપૂજ્ય દીર્ધસંયમી–પ્રતિભાસંપન્ન પૂ. સાદવજી શ્રી મંગળશ્રીજી મહારાજ સૌરાષ્ટ્ર દેશમાં ચૂડા ગામ–જેનું અપર નામ (કંકણપુર) છે. તેમના પિતાશ્રીનું નામ ધરમશીભાઈ અને માતાજીનું નામ ગોમતીબહેન. તેઓશ્રી સુખડિયા કુટુંબના સુખી ઘરમાં લાડકડથી ઊછરેલ હતાં. સ્વનામ મણિબહેન હતું. બાળ અવસ્થાનો ત્યાગ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો તે દરમિયાન તેઓને ભાવનગરનાં પૂ. સાધ્વીજી શ્રી ઉત્તમશ્રીજી મહારાજનો ઉત્તમ યોગ સાંપડતાં અને તેઓશ્રીના સત્સંગમાં આવતાં શ્રી મણિબહેને એકાએક સંસાર પ્રત્યેથી ગુલાટ ખાધી અને વૈરાગી બની સંયમભાવનામાં વધુ સ્થિર બનતાં ગયાં. પરંતુ પોતાના કુટુમ્બમાં ધના તથાવિધ વિશેષ સંસ્કાર ન હોવા છતાં જેમ કયારેક પથ્થરની ખાણમાં પણ રત્ન મળી જાય તેમ ગત ભવના આત્યંતિક દઢ સંસ્કારના કારણે તેઓશ્રી ચારિત્રધર્મ લેવા જરૂર તૈયાર થઈ ગયા.
સંગ સાંપડતાં એકાએક ઘરમાંથી છાનાં ભાગી જઈ જ્યાં પિતાના ગુણીજી હતાં ત્યાં આવ્યાં અને તાત્કાલિક મને સંયમ આપો! આ પ્રમાણે વિનંતી કરતાં, પૃ. ઉત્તમશ્રીજી મહારાજે ભેાંયણી તીથ પાસે બાલિયાસન ગમે તેમને પ્રત્રજ્યા અર્પણ કરી અને પિતાના શિષ્ય બનાવી તેમનું શુભ નામ મંગળશ્રીજી મહારાજ પાવ્યું અને પોતે સ્વનામ ધન્ય બન્યાં હતાં. એમનું નામ લેતાં જ કેઈપણ કાર્ય પાર પડી જ જાય અને આવેલ મુશ્કેલીઓમાંથી પાર ઊતરી જવાય. જેવું “મંગલ નામ તેવાં કાર્યો પણ તેમનાં ‘મંગલ’ જ. યથા નામ તથા ગુણાઃ એ કહેવત તેમને સત્ય લાગુ પડતી હતી.
હતી. પૂજ્યશ્રીએ પ. પુ. આચાર્યદેવશ્રી મેહનસૂરીશ્વરજી મ. તથા પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. ધર્મસૂરીશ્વરજી મ.ના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ હતી.
જ્યારે સંયમ ગ્રહણ કર્યો ત્યારે ફક્ત એક નવકારમંત્ર જ આવડતું હતું. પરંતુ દીક્ષા બાદ ભણવામાં એવાં તે લીન બન્યાં કે કક્કો-બારખડીથી માંગીને-પ્રકરણો-અધ્યયન-દશવૈકાલિકસૂત્રના ભાગ્ય-કમગ્રંથ-બૃહત્ સંગ્રહણી–સેત્રસમાસ—આદિ સ્વાધ્યાયગ્રંથ સાથે કંઠસ્થ કરેલ. તે સિવા–વ્યાખ્યાન વગેરે વાંચવામાં પણ કુશળતા પ્રાપ્ત એવી કરી હતી કે ભલભલાને ધ્રુજાવી દેતાં. એવા સચોટ વક્તા બન્યાં હતાં. પૂજ્યશ્રી અનુભવજ્ઞાની ઘણા હતાં. શ્રી ઉત્તમશ્રીજી મ. પાસે દીક્ષા ગ્રહણ કરવા છતાં તેઓશ્રીએ વર્ષો પયત સમુદાયના નાયક ગુણીજી શ્રી ગુલાબશ્રીજી મ. પાસે રહી અનુભવજ્ઞાન મેળવ્યું હતું. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં સવિશેષ જ્ઞાન ન હોય છતાં આત્મજ્ઞાન જ આત્મકલ્યાણ કરનાર નીવડે છે. વડિલોનો-ગુર્નાદિક-વિનય-વૈયાવચ્છ અને સરળતા આદિ ગુણએ સહજપણે તેઓશ્રીમાં નિવાસ કરેલ હતું. વાત્સલ્યતા અપાર હતી.
ઉગ્ર વિહાર: દીક્ષા લીધા પછી-સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ, મારવાડ-પંજાબ-રાજસ્થાન-ગુજરાત -કચ્છ-બિહાર-બંગલ વિ. પ્રદેશોમાં વિચરતાં ભવ્યને ધર્મ પમાડતાં.
ચારિત્ર પરિપાલન ઃ ખૂબ કડક નિયમનું પાલન કરતાં અને સમુદાયમાં બીજાઓ પાસે પણ કરાવતાં. વિગઈઓને ત્યાગ તેમજ મિષ્ટાન વિ. ને પણ ત્યાગ કરતાં. ક્રિયાભિમુખ–અને જ્ઞાનાભિમુખ રહેતાં. શિષ્યાઓને પઠન-પાઠન ખૂબ કરાવતાં. તેઓશ્રી અમને પણ નિત્ય બોધ આપતાં અને કહેતાં હતાં કે ચારિત્ર લઈને શ્રાવકના મફતના જેટલા વાપરીને જ્ઞાન-ધ્યાન-ચારિત્રમાં ઉદ્યમવંત નહિ બને તો મૃત્યે બાદ ભરૂચના પાડા બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org