________________
શાસનનાં શમણીરત્ન !
[૫૯૧ પહોંચાડી શકે. આવા ઉદાત્ત વિચારને લીધે પૂજ્યશ્રી દાહોદ, વીયિા, બોટાદ, ચિત્તલ, ગોંડલ આદિ સંઘોના ઉપકારી બન્યાં હતાં.
ખરેખર, ૨૦ વર્ષના સંયમપર્યાયમાં પૂજ્ય શ્રી ઘણું પામી ગયાં અને અનેક ભવ્ય જીવોને ઘણું પમાડી ગયાં. જપ-ધ્યાન-ક્રિયા-સ્વાધ્યાય આદિમાં સદાય અપ્રમત્ત રહેતાં. ક્યારેય વ્યથિત બનતાં નહીં. મુખ પર સદાય પ્રસન્નતા રહેતી. તેઓશ્રી કહેતાં કે, જિંદગીને પ્રસન્નતાથી,
તાથી સહજતાથી જીવીએ તે જ જીવન સાર્થક છે. મૃત્યુ શબ્દ તે બહ બિહામણો છે. મૃત્યુને જાણવાની તાલાવેલી જગજૂની છે. જીવન વાસ્તવિક છે. અજ્ઞાની જીવ પણ આનાથી ડરે છે. પણ જ્ઞાનીને મૃત્યુમાં મહોત્સવનાં દર્શન થાય છે. માટે દરેકે મૃત્યુને જીવનસાથી સમજીને સહજતાથી સ્વીકારવું જોઈએ.
ઈ. સ. ૧૯૯૦માં પૂજયશ્રી જામનગરની પવિત્ર ધરતી પર સદાને માટે અનંતની વાટે ચાલ્યાં ગયાં. તેઓશ્રીન કાળધર્મના સમાચાર સાંભળી સૌ કંપી ગયાં. દાહોદ, મુંબઈ, અમદાવાદ, ચિત્તલ, ગોંડલ, રાજકેટ, વીંછિયાના સંઘના આગેવાનો તથા વિશાળ ભક્તસમુદાય ઉપસ્થિત થઈ ગયે. દેવવિમાન સમી પાલખીમાં પૂજ્યશ્રી નાનશ્વર દેહ સાથે અંતિમ યાત્રા નીકળી. જય જય નંદા, જય જય ભદ્રાના ગગનભેદી અવાજથી વાતાવરણ છવાઈ ગયું. દાહોદ શ્રીસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ એ પ૦,૦૦૦ મણની ઉછામણું બોલીને ગુરુદેવ પ્રત્યે ભક્તિ દર્શાવી.
એવા અનંત ગુણોના ઉપકારી ગુરુદેવ દિવંગત થયા. કાચી માટી કરતાં આત્માના સાચા ઉદ્ધારની ખેવના કરનાર ગુરુદેવ અનેકોને અશ્રુભીની આંખે સૂનાં છેડીને સ્વર્ગે સિધાવ્યાં. એવાં ઉપકારી સાક્વીવર્યાને કેટિ કોટિ વંદના !
–સા. શ્રી કીતિ પ્રભાશ્રીજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org