________________
૫૬૪ ]
[ શાસનનાં શમણીરત્ન વાપરીને બેસી રહીએ તેના કરતાં આપણે બંને ૯૯ યાત્રા કરી જીવનમાં એક મહાન લાભ મેળવીએ. તે વિચારે ૯૯ યાત્રા શરૂ કરી અને અષાડ સુદમાં નિવિષ્ણપણે ૯૯ યાત્રા સંપૂર્ણ થઈ
ચાતુર્માસ બાદ મારવાડ ભૂમિમાં સિરોહી જિલ્લામાં પાડીવ ગામમાં પધારી સં. ૨૦૨૫ની સાલમાં શેઠ શ્રી ઝવેરચંદજી નથાજીની સુપુત્રી પુષ્પાબહેનને માગશર સુદ ૧૦ ને દિવસે દીક્ષા આપી અને બેડા ગામમાં જિનશાસનરત્ન રાષ્ટ્રસંત પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે વડી દીક્ષા થઈપછી પૂ. આ. ભગવંતની નિશ્રામાં લુણાવા ચાતુર્માસ કરી પૂ. આ. ભ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મ. સા. જીની જન્મશતાબ્દી નિમિત્તે મુંબઈ પધારેલ. ગુરુદેવની આજ્ઞાનુસારે માહિમ ચાતુર્માસ કરી અનેક આત્માઓને ધાર્મિક સંસ્કારનાં બીજ રોપી સં. ૨૦૨૭ ની સાલમાં પૂ. આ. ભ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂનામાં શ્રીસંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ કરેલ. પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજે ત્યાં ગોડવાડ સમાજનાં ભાઈબહેનોને ગેડવાડ ઉપાશ્રય બનાવવા માટે ઉપદેશ આપ્યો. ચાતુર્માસ પૂર્ણ થયે કુંજગિરી, કોલ્હાપુર વગેરે યાત્રા કરી પૂના ગેડવાડ સંઘ તરફથી ચાતુર્માસ કરેલ. સં. ૨૦૩૦ ની સાલમાં પાટણ નિવાસી (હાલ પૂના) શેઠશ્રી કાંતિલાલ ચુનીલાલની બે સુપુત્રીઓને દીક્ષા આપી. અંતરિ. લજી પાર્શ્વનાથની યાત્રાથે તે તરફ વિચરતાં આકોલા, બાલાપુર થઈને શેગાંવમાં શ્રી સંઘની વિનંતીથી ચાતુર્માસ કરી અનેક આત્માઓને ધર્મના માર્ગમાં જેડી, ગુરુદેવના નામનો જયજયકાર વર્તાવી ભાંડકજી, કુલપાકજી, હૈદ્રાબાદ આદિ સ્થાનોની યાત્રાદિ કરી સં. ૨૦૩૧નું ચાતુર્માસ આકેલા કરેલ. ત્યાં શિષ્યા-પ્રશિષ્યાઓને પંડિતજી પાસે ખૂબ સુંદર અભ્યાસ કરાવેલ. ફરી પૂના પધારી સં. ૨૦૩૨ ની સાલમાં મહેસાણા નિવાસી (હાલ પૂના) ચંપકલાલ ચુનીલાલની સુપુત્રી, તેમ જ વલ્લભીપુર નિવાસી (હાલ ઔરંગાબાદ) શેઠશ્રી પ્રભુદાસભાઈ ગુલાબચંદની બે સુપુત્રીઓ એમ ત્રણ સુમુક્ષુઓને દીક્ષા આપી. ત્યાંથી વિચરતાં પાલિતાણા આવી દાદાની યાત્રા કરી. પિતાના સંસારીપણાના ગામમાં ૨૫ વર્ષે શ્રીસંઘની તેમ જ સંસારી પક્ષે તેમના સુપુત્ર વાડીલાલભાઈ તથા તેમનાં કુટુંબીજનો આદિની વિનંતીને માન આપી (કચ્છ) મોટા અંગીઆ પધારી સં. ૨૦૩૩નું ચાતુર્માસ અનેક આત્માઓમાં જ્ઞાન-ધ્યાન-તપશ્ચય આદિ ધર્મભાવનાની જાગૃતિ લાવવા પૂર્વક ઘણા ઠાઠમાઠથી કરેલ. પૂ. ગુરુમહારાજની કાયમી સ્મૃતિ રહે તે માટે “વલ્લભવિહાર” નામને ઉપાશ્રય બનાવવા માટે અંગીઆ શ્રી સંઘને શુભ પ્રેરણા કરી શ્રીસંઘે સહર્ષ “વલભવિહાર' નામને ઉપાશ્રય બનાવ્યું. ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરાવી કચ્છ પ્રદેશનાં તીર્થોની યાત્રા કરી, શાશ્વતા તીર્થ શ્રી સિદ્ધગિરિજીની છત્રછાયામાં પુનઃ ચાતુર્માસ કર્યું. ત્યારબાદ અન્ય અનેક ગામમાં ચાતુર્માસ કરી ફરી કચ્છ પ્રદેશના વિણ ગામમાં પિતાના સંસારી ભત્રીજા મેતા શાંતિલાલ અમીચંદની બે સુપુત્રીઓને સં. ૨૦૪૧ ની સાલમાં દીક્ષા આપી. શિષ્યા-પ્રશાખ્યાઓ સાથે વિચરી શાસનનાં અનેક કામોને કરતાં સં. ૨૦૪૨ ની સાલમાં મેટા અંગીઆમાં શા ખેંગાર પ્રતાપશીની સુપુત્રીને દીક્ષા આપી. ત્યાંથી અનેક સ્થળે ધર્મની પ્રભાવના કરતાં કરતાં પૂના-ગડવાડ ઉપાશ્રયના શ્રીસંઘની વિનંતીને સ્વીકારી સં. ૨૦૪૬ની સાલનું ચાતુર્માસ ગેડવાડ ભવનના ઉપાશ્રયમાં કરેલ. પિતાના સરલ સ્વભાવે અને મીઠી વાણીથી બહેનોમાં ખૂબ જ ધમને રંગ જમાવ્યું હતું. સં. ૨૦૦૭ માં અચાનક હાર્ટ ઉપર આક્રમણ થવાથી વ્યાધિએ પિતાનો કબજો જમાવ્યું. અને નવકારમંત્રના મરણ પૂર્વક જેઠ સુદ પૂનમના સિદ્ધગિરિના ધ્યાનમાં લીન બનેલે આત્મા ચિરઃકાલને માટે જીવનદીપ બુઝાવીને ચાલ્યો ગયે. સ્વ. સા. પૂ. કનકપ્રભાશ્રીજી મ. ને મન જીવદયાનું ઘણું મહત્ત્વ હતું. જો ઉપર અત્યંત પ્રેમ-કરુણા હતી. દુઃખી જીવ નજરે પડતાં તે જાણે એમના પ્રાણ ચાલ્યા જાય! અબોલા પ્રાણીને, સાધર્મિક અથવા ગરીબને કેઈપણ રીતે કંઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org