________________
પર ]
[ શાસનનાં શ્રમણીરત્નો ધર્મશ્રવણ કરતાં રહ્યાં. સાધ્વીજી સમુદાય ઉત્કૃષ્ટ આરાધના કરાવી રહ્યાં. અંતે, ફાગણ સુદ ૧૦ ના દિવસે શનિવારે સાંજે પ-૧૦ વાગ્યે પૂજ્યશ્રીના વિરાગી આત્માએ ચિર વિદાય લીધી.
એક ચમકતા તારો ખરી પડ્યો, પ્રકાશ વેરીને.... ફૂલ કરમાયું, પણ સુગંધ મૂકીને... ચંદન બળ્યું, પણ સુગંધ પ્રસરાવીને...ગુરુદેવ ગયા, પણ સંયમની સુવાસ ફેલાવીને..
કચ્છની ધરતી પર વિવાદનાં કાળાં વાદળ છવાઈ ગયાં. છેક મુંબઈ સુધીના શ્રીસંઘમાં ગમગીની વ્યાપી ગઈ લાખોના માનીતા ગુરુદેવે વિદાય લીધી એ આઘાત વસમો હતો. બીજે દિવસે અભૂતપૂર્વ ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. લાખો અશ્રુભીની આંખોએ પૂજ્યશ્રીને વિદાય આપી. શાસનરત્ના સમતાશ્રીજી મહારાજનું મૃત્યુ પણ મહોત્સવ બની રહ્યું!
તેઓશ્રીએ ૪૩ વર્ષના સંયમપર્યાય દરમિયાન તપશ્ચર્યાના ક્ષેત્રે જ્ઞાનપંચમી, વર્ણવિધિ સહિત નવપદની ઓળી, વષીતપ, વીસસ્થાનક તપ, બે વખત નમસ્કાર મહામંત્રના ૬૮ ઉપવાસ, વર્ધમાનતપની ઓળી, સળંગ ૧૦૧ આયંબિલ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૦ ઉપવાસ, કમપ્રકૃતિના પ૫ ઉપવાસ, સિદ્ધિતપ, ચત્તારી અઠ્ઠ-દસ-દોય, આ ચેવિહાર છઠ્ઠ-અડ્રમ, સિદ્ધાચલજીની નવ્વાણું તથા અંતિમ ક્ષણો સુધી પારસી સાઢ પિરસીનાં પચ્ચકખાણ હતાં. પૂજ્યશ્રી એઆવાં અનુપમ તપ કરીને કર્મશત્રુઓ પર વિજય મેળવીને આત્માના આંગણે તપશ્ચર્યાનાં તેરણ શણગાર્યા હતાં.
રત્નત્રયી અલંકૃત ચારિત્રને લીધે પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. સ્વજ્ઞાતિ પટેલનાં સાત ગામોમાંથી કુરિવાજોને સદંતર ત્યાગ કરાવ્યો. ભટાણામાં પ્રતિષ્ઠા મહોત્સવ, ઉત્તર પ્રદેશના ભરતપુર પાસેના ઢેરા ગામે શિખરબંધી દેરાસરને જીર્ણોદ્ધાર, ડગારામાં શિખરબંધ દહેરાસરનું નિર્માણ અને પ્રતિષ્ઠામહોત્સવ, ડગારામાં બે ચબૂતરા, બે ઉપાશ્રય, ગૌશાળા, ધમકડા, માધાપર, મખાણું, ધાણેટી, જવાહરનગર, નખત્રાણા આદિ સ્થળે ઉપાશ્રયનું નિર્માણ, આગ્રા સૌરપુરીને તથા ડગારા-ધમકડાનો છ'રી પાલિત સંઘ થાણામાં ઉપધાન તપ, ૪૧, ૯, ૨૫, ૧૧, ૭ છોડનાં ભવ્ય ઉદ્યાપન આદિ ભવ્ય કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં. એવાં મહાન વિભૂતિ ગુરુદેવના ચરણોમાં કોટિશ વંદના!
– સા. શ્રી દક્ષાપ્રભાશ્રીજી મહારાજ
કછ દેશનાં મહાન વિદુષી પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજ - વિજય શેઠ અને વિજય શેઠાણીની ગૌરવગાથા તથા મહાન દાનેશ્વરી જગડુશાના જન્મથી પાવન બનેલી કચ્છ દેશની પવિત્ર ભૂમિ. એ પવિત્ર ભૂમિ પર જવાહરનગરના નિવાસી પિતાશ્રી ઓધવજીભાઈ તથા માતા સામુબહેનની રત્નકુક્ષીથી વિ. સં. ૧૯૭૧માં તેમનો જન્મ થયે. નામ ભચીબહેન પાડવામાં આવ્યું. ૧૬ વર્ષની વયે મોટા અંગીયાનિવાસી મેતા હેમચંદ નાનચંદના સુપુત્ર ટોકરશીભાઈ સાથેલગ્નગ્રંથિથી જોડાયાં. તેમની સંસારવેલડીનાં છ ફૂલે હતાં. સંસારમાં સુખદુઃખની છાંયડી તે આવતી જ રહે છે. ૪૦ વર્ષની વયે તેમના પતિ ટોકરશીભાઈને અચાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org