SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૫૫૯ અધારામાં અથડાતા જનાને માદન આપે છે તેમ, અનેક જીવેાના માગદશક, પ્રેરક, ઉદ્ધારક, શાસનરત્ના પૂ. સમતાશ્રીજી મહારાજનું જીવન એવુ જ વૈભવપૂર્ણ છે. કચ્છ પ્રદેશમાં નાનકડું મેરા ગામ યાદવ વંશના પટેલજનાનુ` ત્યાગનું સામ્રાજ્ય છે. મેરાના રહેવાસી પટેલ વસ્તાભાઈનાં ધર્મ પત્ની સુદેબાઈની રત્નકુક્ષીએ એક કન્યારત્નના જન્મ થયેા. કંચનવણી કાયાવાળી કન્યા જાણે દિવ્યલેાકમાંથી અવતરેલ ન હોય ! આગામી કાળે અણે સ્વપરનું હિત કરી સાનેરી કિરણા પ્રસરાવનાર ન હોય, તેવા સકેતરૂપ શુભ નામ ‘સાના ’ પાડ્યુ. તેજસ્વી મુખડુ, ભવ્ય લલાટ અને મનેહારી વ્યક્તિત્વને લીધે સેનાબહેન સૌને હૈયે વસી ગયાં. બાલવયમાં જ લગ્ન કરી નાખવાના રિવાજ, એટલે સેાનાબહેનનુ ડગારાના વતની પટેલ રતાભાઈ સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યુ. પણ ભવિતવ્યતાના યોગે ટૂંકા સમયમાં જ સેાનાબહેન પર દુઃખના ડુંગર તૂટી પડડ્યા. વીસ વર્ષની યૌવનવયે તેએ વિધવા થયાં. આ ઘટનાથી સંસારની વિચિત્રતાને અનુભવ થયા. અંતરમાં વૈરાગ્યના ઉય થયા. જગત વામણું લાગવા માંડ્યુ. ગારા ગામમાં શ્રાવકોની વસ્તી હેાવાથી અવાર-નવાર સાધુ-સાધ્વીજીઓનું આવાગમન થતું. સેાનાબહેનને પૂજન્મના કોઈ પવિત્ર સંસ્કાર! હાવાથી સચમીએને જોતાં જૈનધમ પ્રત્યે લાગણી થવા લાગી. પટેલ જ્ઞાતિમાં વિધવા થાય ત્યારે દિયરવટું કરવાના રિવાજ હોવાથી સત્ કુટુબીજનેએ સેનાબહેનને પુનલગ્ન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. પરંતુ આ બ્ય આત્માને તે એક જ લગની, એક જ ડુ કે, મારે સાધ્વી ધવુ' છે, જૈનધર્મનાં સાધ્વી થવુ` છે. આત્મકલ્યાણના પંથે જવું છે. નવકાર મહામંત્રની ઓળખ નહિ, જૈનસાધુઓના પરિચય નહિ, તપ-ત્યાગથી સાવ અણુજાણ; અને એમાંયે પટેલ કુળ વૈષ્ણવ ધર્મને માનનારું અને ખેતીવાડી કરનારું, એમાં સાનાબહેનને શ્રમણી બનવાનું મન થાય એ ખરેખર આશ્ચયજનક કહેવાય. પરંતુ કસેાટી સેનાની જ થાય, થીરની નહિ. સાનાબહેન પણ અનેક સેાટીમાંથી પસાર થયાં. સયમના પથે જવા સતત પુરુષાર્થ કરવા લાગ્યાં. અને એક દિવસ સાનાબહેને અભિગ્રહ લીધે કે, કોઈ સંત પધારે તે આહારપાણી વહેારાવીશ અને અન્ન ગ્રહણ કરીશ તેમ જ આવનાર સંતના ચરણે જીવન સમર્પણ કરીશ. પછી તે સાધુ ગમે તે પંથના હાય, સ્થાનકવાસી કે તેરાપથી કે અચલગચ્છ કે તપાગચ્છના હાય, પણ તેના ચરણે જીવન સમર્પણ કરીશ. આવા અભિગ્રહને ત્રણ ત્રણ દિવસ થઈ ગયા. ત્રણ દિવસના ઉપવાસી સેાનાબહેન માટે ચેાથા દિવસે સૂર્યનાં સાનેરી કિરણા અવનિપટ પર ઊતર્યા. પજાબકેસરી યુગવીર પૂ. આ. શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિ ની પૂ. જયશ્રીજી મહારાજ, પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજ, પૂ. તરુણશ્રીજી મરારાજ, પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ આદિ પરિવાર સહિત વિહાર કરતાં ડગારા ગામે પધાર્યાં. વૈશાખના બળબળતા બપોરે મરુભૂમિમાં પાણી માટે ભટક્તા જીવને પાણીનાં દન થતાં જેવા આનંદ થાય, તેવા આનંદ સેનાબહેનને ગુરુદેવનાં દર્શન થતાં યેા. સાનાબહેને અતરની ઇચ્છા ગુરુદેવ પાસે વ્યક્ત કરી કે, 'ગુરુદેવ ! મને તારેા. મારા ઉદ્ધાર કરો. હું આપનાં ચરણામાં જીવન સમર્પિત કરીને મારું જીવન સાર્થક કરવા ઇચ્છું છું. ’ પરંતુ, પટેલ જ્ઞાતિમાંથી દીક્ષા લેવાની અનુમતિ મળે એવી શકચતા ન હતી. પૂ. ગુરુદેવ લક્ષ્મીજી મહારાજ ચાતુર્માસમાં અમદાવાદ આવવાનુ` કહી, આશ્વાસન આપી, બીજે દિવસે વિહાર કરી ગયાં. સેાનાબહેન સ'સારની એડીમાંથી બહાર નીકળવા માટે તક શેાધવા લાગ્યાં. તે માટે તેણે જૈન શ્રાવકોના સપર્ક સાધ્યેા. ડગારવાળા વેલજી શાહ અને અજારવાળા પ્રેમચ ́દ પાશવીર પાસેથી માદન મેળવ્યું અને પૂ. પિતાશ્રી વસ્તાભાઈ ને સાથે લઈ રાતેારાત ડગારાથી નીકળી ગયાં અને અમદાવાદ પહોંચી ગુરુદેવ શ્રી જયશ્રીજી મહારાજનાં ચરણે આવી ગયાં. પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy