SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન શાસ્ત્રીય ચર્ચા, વિદ્વાન મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની હદયની તટસ્થ ભાવનાપૂર્વકની દષ્ટિ તથા શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની વિષય પ્રતિપાદન કરવાની શૈલી અદ્ભુત હતી. સંમેલન બાદ, કપડવંજનાં શાંતાબહેન નંદાશ્રીજી, ચાતુર્માસ બાદ કપડવંજનાં પ્રધાનબહેન-નામ પ્રધાનશ્રીજી, કમળાબહેન-વિદ્યાશ્રીજી, સુંદરબહેન-વિનયશ્રીજી પૂ. દાનશ્રીજી મહારાજનાં શિષ્યા થયા. ત્યાર બાદ, પુષ્પાબહેન-પ્રીતિશ્રીજી, પાટણમાં કપડવંજનિવાસી શાંતાબહેન-યશશ્રીજી પણ પૂજ્યશ્રીનાં શિષ્યા બન્યાં. એક વાત પૂ. દાનશ્રીજી મહારાજ વાંચતાં હતાં, ત્યાં એકાએક આંખે અંધારાં આવ્યાં. ઓછું દેખાવા લાગ્યું. તુરત જ સાધ્વીસમુદાય ભેગો થઈ ગયે. કેઈ દુખાવો નહિ, કઈ તકલીફ નહિ; પણ આંખની જ્યોતિ સાવ ઝાંખી થઈ ગઈ. કહેવત છે ને, “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. આજ સુધીમાં કરેલા સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાદાન કરતાં જ રહ્યાં. દરમિયાન પાલનપુરનાં પરસનબેન–પ્રમે શ્રીજી શિષ્યા બન્યાં. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મહેસાણા પધાર્યા. ત્યાં તબિયત અસ્વસ્થ બની ગઈ. છતાં પાંચમને ઉપવાસ કરેલ. સેવા-વૈયાવચ્ચ માટે કપડવંજથી શ્રાવિકા બહેને આવી ગયાં. તબિયત સુધારા પર આવતાં શ્રીસંઘે કપડવંજ તરફ વિહાર કરવાની વિનંતી કરી. ત્યાં પહોંચી સામુદાયિક આયંબિલની ઓળીની આરાધના કરાવી. ગુરુણી શ્રી દેવશ્રીજી મહારાજ સં. ૨૦૦૪ માં અમૃતસરમાં કાળધર્મ પામ્યાં. આ સમાચારથી કપડવંજમાં બિરાજમાન પૂ. શ્રી દાનશ્રીજી મહારાજને ખૂબ આઘાત લાગ્યો. કપડવંજમાં શાંતાબેન-ધનશ્રીજી મહારાજ પૂ. શ્રી દાનશ્રીજી મહારાજનાં અંતિમ શિષ્યા બન્યાં. ત્યાર બાદ પૂજ્યશ્રીની તબિયત બગડવા માંડી. શિષ્યાઓ–પ્રશિષ્યાઓ કપડવંજ આવી ગયાં. શ્રીસંઘે ડોકટરો બોલાવ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, હવે શરીર થાક્યું છે. હવે ડોકટરો શું કામના ? હું તે મારા કર્મોથી નિર્જરા કરું છું. એક દિવસ બપોરે પૂજ્યશ્રીએ બધાંને પાસે બોલાવ્યાં અને કહ્યું કે, “તમને લાગે છે કે ઠીક છે, પણ આ હંસલે હવે ઊડી જવાની તૈયારીમાં છે. તમે સૌ મારી મૂડી છે. નાનાં સાધ્વીઓનું વિશેષ ધ્યાન આપશે. સમુદાય મોટો છે, તેથી સંપથી વજે; તપત્યાગની ભાવના, અભ્યાસ અને સમભાવ રાખજે. શુદ્ધ ચારિત્ર, તપશ્ચર્યા અને જ્ઞાનપિપાસા પ્રતિ ધ્યાન આપશો. ગુરુવર્યાની આજ્ઞાનું પાલન કરશે. સમુદાયની પ્રતિષ્ઠા વધે તેવાં ઉજજ્વળ કાર્યો કરશે, તેવાં મારાં અંતરના આશીર્વાદ છે.” સૌને ખમાવ્યા. દીપક બુઝાતું હતું. રાત્રિ ઝમઝમ પસાર થઈ રહી હતી. નવકાર મંત્રનો જાપ ચાલુ હતા. મધ્યરાત્રિએ બંને કાંટા ભેગા થયા. એકાએક મુખારવિંદમાંથી “શાંતિનાથદાદા” શબ્દ નીકળી ગયે. સહુ પૂ. ગુરુણીની શાંત-પ્રશાંત મુખમુદ્રાને જોઈ રહ્યાં. ૧૨-૩૫ મિનિટે પાર્થિવ દેહ છેડીને હસ ઊડી ગયે. ઉપાશ્રયમાં દેવી સુગંધ મહેંકી ઊઠી. સૌની આંખ અને અંતર રડી ઊઠયાં. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ કહેતા કે, ગુજરાતમાં પૂ. દાનશ્રીજી મહારાજની મોટી ખોટ પડી છે. કારણ કે, પૂ. પ્રવતિની સાધ્વીવર્યા પૂ. દાનશ્રીજી મહારાજને પરિવાર લગભગ ૨૦૦-૨૫૦ થવા જાય છે. આજે પણ આ વિશાળ પરિવાર પ્રેમ-મમતાથી સંગઠિત છે તેમાં પૂજ્યશ્રીના આશીર્વાદ કારણભૂત છે. એવા સમર્થ પ્રભાવી સાધ્વીરત્નાને કેટ કેટિ વંદના! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy