SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો પણ રાત્રિભોજનને ઝેર સમું માને છે અને અભક્ષ્ય-અનંતકાયનું તો એ નામ પણ નથી જાણતું. જે શ્રાવિકા આચાચુસ્ત અને જાણકાર હેય, તે ઘરમાં સંસ્કારની સુવાસ પ્રસરેલી રહે છે. આરાધક વર્ગમાં પણ શ્રાવિકાઓની સંખ્યા વધારે હોય છે. શ્રાવિકા વર્ગ માટે જ્ઞાન અને સુસંસ્કાર પામવાને સ્ત્રોત છે પૂજ્ય સાથ્થીગણ, સાધુ મહારાજના વધુ સંપર્કમાં તે શ્રાવિકાઓ નથી આવતી, એટલે શ્રાવિકા વર્ગ તેમનાથી જેટલે પ્રભાવિત નથી થતું એટલે સાધ્વીવર્ગથી પ્રભાવિત થાય છે. સાવીજી મહારાજના ઉપાશ્રયમાં આવવા-જવાથી, તેમના સંસર્ગમાં આવવાથી, તેમની ત્યાગમય જીવનચર્યા નિહાળીને કેટલીય શ્રાવિકાઓ ઘણું ઘણું પ્રાપ્ત કરે છે. સાધ્વીજી મહારાજ પાસેથી તેમને માર્ગાનુસારિતાના ગુણ, જયણા-પાલન, વેશમર્યાદા, ભઠ્ય-અભક્ષ્ય, બાર વ્રત આદિનું યથોચિત જ્ઞાન મળે છે, અને જીવનમાં ગજબનું પરિવર્તન આવી જાય છે. હા, સાધ્વીગણનું જીવન જેટલું વધુ ત્યાગમય, વૈરાગ્યમય અને ઉચ્ચ હશે, એટલે જ વધારે એ શ્રાવિકા-વર્ગને પ્રભાવિત કરશે. એટલે શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર સાધ્વીસમુદાય આચારચુસ્ત, શુદ્ધ ચારિત્રસંપન્ન, જ્ઞાનવાન હોય, એ જ અપેક્ષિત છે. સાધ્વીવર્ગમાં આવશ્યક ગુણ સહનશીલતા, વૈયાવચ્ચ, ગુરુ-પારdવ્ય, ઉદારતા, સરળતા, નમ્રતા, નિષ્પરિગ્રહતા–આ ગુણ એક આદર્શ સાથ્વીમાં હોવા જોઈએ. આ ગુણે પામવાને માટે કે, આવેશ, પરનિંદા, પોષદર્શન, ઈર્ષા, અભિમાન, તુચ્છતા, માયા, સંગ્રહવૃત્તિ આદિ દુર્ગણાથી આઘા રહેવું જોઈએ. ઘણી વાર જોવામાં આવે છે કે આમાંના કેઈ દુર્ગુણને કારણે જ સ્ત્રીઓ ઘણી બાબતમાં પાછળ રહી જાય છે. સમુદાયમાં હળીમળીને રહેવું હોય તે સહનશીલતાને ઉચ્ચ આદશ જીવનમાં ઓતપ્રેત કરે પડે. સમુદાયમાં એક-બીજાના સ્વભાવ સાથે જ્યારે મેળ નથી જામતે, ત્યારે કલેશપૂર્ણ સ્થિતિ જન્મે છે. ગુરુ અને સહવતી સાધ્વીગણની સાથે તાલ–મેળ બેસાડવાને માટે, બધાનાં વચન સાંભળીને સહનશીલતા રાખવી અતિ આવશ્યક છે. મેટેઓ પ્રત્યે નમ્રતા અને આદરભાવ હોવો જોઈએ, તથા તેમની પ્રત્યેક વાત સાંભળવાની પૂરી તૈયારી હોવી જોઈએ. આપણા હિતને માટે વડીલ કડવાં વેણ પણ કહે, તે એને સુખદ પરિણામ દેનારી કડવી દવાની જેમ ગટગટાવવાં જોઈએ. નાનાઓ પ્રત્યે વાત્સલ્ય, સ્નેહ, સૌજન્ય, ગુરુ ને વડીલે પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ, આદરભાવ, સમવયસ્ક પ્રત્યે મિત્રી ને નેહભાવ– આ સાધ્વીસમુદાયને હંમેશાં આનંદિત રાખનારાં તત્ત્વ છે. સાધ્વીવર્ગના ઉત્થાનને માટે કેટલાંક પગલાં - સાધ્વીવર્ગમાં આચારચુસ્તતા પ્રત્યે જાગૃતિ છે જ, આગળ ધપવાની પણ મહત્ત્વાકાંક્ષા છે; પરંતુ અનુકૂળ સંજોગે અને સામગ્રીના અભાવમાં તેમની મહત્ત્વાકાંક્ષા દબાયેલી રહી જાય છે, અને તેમની પ્રતિભા, બુદ્ધિ બુઠ્ઠી બનીને રહી જાય છે. એટલે એવાં આગળ જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy