________________
શાસનનાં શ્રમણીરત્ન !
[૫૧૩ રંગાઈ ગઈ હતી, તેમાં પુત્રીમાં પણ નાની વયે આવા સંસ્કારો જોતાં તેમના હરખનો પાર ન રહ્યો. એમને થતું કે, મારી પુત્રી ધમમાગે સંચરીને જરૂર કુળ ઉજાળશે. આઠ વર્ષની વયે તે નારંગીબહેને પૂ. ગુરુવર્ય ધનશ્રીજી મહારાજના સાન્નિધ્યમાં પ્રતિક્રમણ અને નવસ્મરણ શિક્ષણ પ્રાપ્ત કરી લીધું. અને નવ વર્ષ અને ત્રણ માસની કુમળી વયે, વિ. સં. ૧૯૮૭ના અષાડ સુદ ૮ ને શુભ દિને શાસનપ્રેમી શ્રી ચીમનલાલ કડિયા આદિના સહકારથી ચાણસ્મા મુકામે દીક્ષા લીધી. ધર્મઅમૃત પામેલાં નારંગીબહેન નિમળ સંયમના ધારક સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી બન્યાં. તેરસને દિવસે માતા સૂરજબહેને પણ સંયમ સ્વીકાર્યો અને સાધ્વી શ્રી સુનંદાશ્રીજી બન્યાં. આમ માતા અને પુત્રીએ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં પ્રજ્યા પ્રાપ્ત કરી પાવન સંયમપંથે પ્રયાણ કર્યું.
અભ્યાસ – ઈ. સ. ૧૯૫૫ માં નાગપુરમાં મેટ્રિક થયાં અને ભાષારત્નની ડિગ્રી મેળવી ઈ. સ. ૧૯૫૬ માં વર્ધા કેન્દ્રથી “સાહિત્યરત્ન'ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૯૫૭માં ભાગલપુરમાં ઈન્ટર પાસ થયાં. ઈ. સ. ૧૯૫૮ તથા ૧૯૬૦ માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની બી. એ. અને એમ. એ. ની પરીક્ષા આપી તેમાં એમ. એ. ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે મેળવી ત્યારપછી ભારતીય દર્શન' પર મહાનિબંધ લખીને બિહારની વૈશાલી વિદ્યાપીઠને પ્રસ્તુત કર્યો. આમ પૂજ્યશ્રીએ વ્યાવહારિક શિક્ષણના સર્વોચ્ચ શિખરને સર કર્યું. સાથે સાથે બનારસમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો અને મજકુરપુરમાં “જૈન દર્શનમાં અભાવ મીમાંસા” ઉપર નિબંધ લખે.
શાસનપ્રભાવના –સંયમમાગ સ્વીકાર્યા પછી પૂજ્યશ્રીએ જ્યાં ઓછો વિહાર થાય છે તેવા પ્રદેશોમાં જિન શાસનની પ્રવૃત્તિઓ પ્રસારવાને સંકલ્પ કર્યો. અને ખાનદેશ, માળવા, વિદર્ભ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ સુધી વિચરીને ઠેર ઠેર અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા જૈન ધર્મની પ્રભાવના કરી. બાવીશ વર્ષ સુધી તેઓશ્રી ગુજરાત બહાર વિચર્યો. એનાથી પૂજ્યશ્રીની કીતિ સમગ્ર ભારતવર્ષમાં પ્રસરી. અનેક ગામ-નગરોમાં વિહાર કરતાં કરતાં શ્રીસંઘોએ તેઓશ્રીને “શાસનપ્રભાવક'. “શાસનદીપ’ ‘સમાજે દ્વારક' આદિ પદવીઓથી અલંકૃત કર્યા.
પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી મહારાજે પાલનપુરમાં ૨૯ જેટલાં વિવિધ સ્કૂલે-સંસ્થાઓમાં જાહેર પ્રવચને કરેલ તથા સંસ્કાર અધ્યયન સત્ર (કન્યાશિબિરોનું આયોજન થયેલ. પૂજ્યશ્રીના ૬૩ વર્ષના દીક્ષા પર્યાયની ઉજવણીમાં અમદાવાદમાં આઠ દિવસને જિનભક્તિ મહોત્સવ યોજાયે હતો. પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુ ભરાવવા, બિરાજમાન કરવાના તથા છરિ પાળતા સંઘેનું આયોજન થયું હતું.
સં. ૨૦૫૦ માં અમદાવાદથી શેરીસા છરિ પાળા સંઘ પૂજ્યશ્રીની પ્રેરણાથી નીકળે હતા, જેના સંઘપતિ શ્રી પારકાન્તભાઈનાં ધર્મપત્નિ નિર્મળાબહેન, પુત્રી પન્નાબહેન, પુત્ર રાજેન્દ્રભાઈ અજયભાઈ, રાજેશભાઈ વગેરે—જે સંઘ ચિરસ્મરણીય બન્યું હતું. તે ઉપરાંત નાગોરથી મેડતા રોડ (ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીથ) છરિ પાળતા સંઘ હિંગનઘાટથી ભાંડુકજીને છરિ પાળતો સંઘ વગેરે.
પૂજ્યશ્રીના શિબિર આજનના પ્રભાવે ૩૫ બહેનેએ દીક્ષા લીધી, અનેક બહેને ધર્મક્રિયા કરતી થઈ, સ્થાનકવાસી બહેને પણ દેરાસર પૂજા-સેવા કરતાં થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org