________________
૫૦૦ ]
[ શાસનનાં શ્રમણરત્નો તપસ્વીરન'નું બિરુદ પામેલાં પૂ સાથ્વીવર્યાશ્રી મનહરશ્રીજી મહારાજ કર્મોની જ છે સામે ઝઝૂમતાં વિજય મેળવતું ઝીંઝુવાડા નગર જ્યાં અનેક આત્માઓ સંયમના પંથે પ્રયાણ કરી ચૂક્યા છે, એવી પવિત્ર ભૂમિમાં પૂ. મનેહરશ્રીજી મહારાજને જન્મ થયો, જેઓનું સંસારી નામ મણિબહેન હતું.
પિતાનું નામ પોપટભાઈ તથા રત્નકુક્ષી માતાનું નામ બેનીબેન હતું. જન્મથી ધર્મના સંસ્કારોથી સિંચાયેલ મણિબહેન જયારે યુવાવસ્થાને પામ્યાં ત્યારે ભેગાવલી કમના ઉદયે માતાપિતાએ તેમને ભેગીભાઈ સાથે પરણાવ્યાં પણ જાગૃત આત્માની પાછળ તો ભેગકમને પણ ઝૂકવું પડે છે. એક જ પુત્રની પ્રાપ્તિ થતાં તે તેમણે ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. ભોગને રોગ સમાન માનતા એવા ભેગીભાઈ પણ સંસારથી વિરક્ત બનેલા પિતાના એક જ લાડકવાયા પ્રેમાળ પુત્રને મૂકીને સંય૫થે જવાની જ્યારે અનુમતિ માંગી. સંસારથી વિરક્ત બનેલાં મણિબહેને પણ સહર્ષથી અનુમતિ આપતાં પિતાના જીવનને ધન્ય માનવા લાગ્યાં. ભોગીભાઈએ પૂ. શ્રી બાપજી મહારાજના સમુદાયમાં શ્રી મેધસૂરિજી મહારાજશ્રી પાસેથી સંયમ સ્વીકારી ભુવનવિજયજી મહારાજશ્રી નામે પ્રસિદ્ધ થા. મણીબહેને પિતાના ફક્ત આઠ વર્ષના લાડકવાયા પુત્રને રાગના બંધનમાં ન પાડતાં પોતાના રત્નને શાસનને સમર્પિત કર્યું. (જે હાલ આગમપ્રજ્ઞ, દશનપ્રભાવક, સ્થવિર પૂ. મુનિશ્રી જ બુવિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રખ્યાત છે)
પિતે પણ ૪૫ વર્ષની ઉંમરે પૂ. શ્રી નીતિસૂરિજી મ. સા. ના સમુદાયના લાભશ્રીજી મહારાજ ( સંસારી સગાં બહેન) પાસે દીક્ષા અંગીકાર કરી પૂ. મનેહરશ્રીજી મહારાજ સાહેબ તરીકે જાહેર થતાં પિતાના જીવનને જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગથી ખૂબ જ ઉજજવળ બનાવ્યું. શાશ્વત ગિરિરાજની ૯ વખત ૯૯ (૧૦૦૦) યાત્રા કરી પિતાના જીવનને ધન્ય બનાવ્યું. બિહાર, કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અનેક પ્રદેશ વિચરી અસંખ્ય જીવાત્માઓને ધર્મમાર્ગે વાળ્યા. કર્મોને બાળીને રાખ કરવા માટે પોતે પણ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. માસક્ષમણ અઠ્ઠ-દસ-દોય, સિદ્ધિતપ, શ્રેણીતપ, સમવસરણ તપ, પાંચ વર્ષીતપ. ૨૦–૧૬-૧૧-૧૦ ઉપવાસ, ૭ વખત અઠ્ઠઈ, ૬૦ વર્ધમાન તપની ઓળી, આજીવન સુધી એકાસણથી ઓછુ પચ્ચક્ખાણ નથી હ્યું. અત્યારે ૧૦૦ વર્ષની ઉંમરે પણ પિતાની ૪પ શિષ્યા પ્રશિષ્યાઓને હિતોપદેશ આપે ત્યારે એક જ વાત કરે છે—ક્યારેય પણ પરચિંતામાં પડશો નહિ. આત્મચિંતા જ કરજે. પૂ. વાત્સલ્યનિધિ ગુરુદેવના આશીર્વાદ મેળવવા માટે સાધુસમુદાયમાં શ્રાવક-શ્રાવિકામાં કઈ ભાગ્યે બાકી હશે.
સમતાના સાગર, તપ ત્યાગ નમસ્કાર મહામંત્રના જાપની અજોડ સાધનામાં આજે પણ પતે ૧૦૦ વર્ષની ઉમરે અપ્રમત્ત જીવન જીવી રહ્યાં છે. પૂજ્યશ્રીના પિયરપક્ષે સત્તર જેટલી દીક્ષાઓ થઈ છે. સાસરિયાપક્ષે પણ ત્યાગમાગે પાંચથી છ ભાવિકોએ દીક્ષા લીધી છે. આ તપસ્વીરત્નને કેટિશઃ વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org