________________
શ્રમણી-શાસન-જ્યોતિ
[ એક સમીક્ષાનાંધ |
માતૃહૃદ્દા સ્વ. પૂજ્ય સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ. સા.નાં શિષ્યા વિદુષી પૂજ્ય સાધ્વીજી શ્રી અનંતકીતિશ્રીજી મ. સા.નાં શિષ્યા સાધ્વી શ્રી સસ્કારનિધિશ્રીજી.
અનંત કરુણાનિધાન તીર્થંકર પરમાત્માએ · સિવ જીવ કરુ` શાસનરસી 'ની ઉત્કૃષ્ટ ભાવદયા મેરોમમાં ભાવિત કરતાં તીર્થંકર નામક નું ઉપાર્જન કર્યુ. ત્રણ-ત્રણ ભવા સુધી વિશ્વના પ્રાણીમાત્ર તરફ કરુણાના અખંડ સ્રોત વહાવ્યા પછી ચાર ઘાતીકમેર્માને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ‘નમા તીર્થંક્સ કહીને સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, જે ચારેય પરમાત્માના શાસનના સુદૃઢ સ્તંભ છે. ચારેયમાંથી એક પણ સ્તંભ સ્ટેજ-સાજ પણ નબળા પડે, તે શાસનની ઇમારત નબળી પડી જાય. જૈન શાસનના અભ્યુદય, ઉત્થાનમાં દરેક અંગના મહત્ત્વના ફાળા છે. સાધુ જૈન શાસનના ગગનમાંડળમાં ચમકતા તારા બની એને અજવાળે છે, તે શ્રાવક સાધુ સંસ્થાને પરિપુષ્ટ કરવાની સાથેાસાથ દાન-શીલ આદિ ગુણાથી શાસનની શાન વધારે છે. શાસનનાં અણુમેલ રત્નાને જન્મ આપીને શ્રાવિકા આ પર'પરાને હુંમેશાં ફૂલી-ફળી રાખે છે, તે સાધ્વી શાસનના સ્ત ંભનું નિર્માણ કરનારી શ્રાવિકાને સદ્ગુણા અને સુસ ́સ્કારની સુગંધથી સજાવે છે. એટલા માટે જ જૈન શાસનમાં સાધ્વી સંસ્થાનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
શ્રમણીસંસ્થાના ઉદ્દભવ
અનાદિ પ્રવાહવાળા આ સંસારમાં શ્રમણીસંસ્થા પણ શ્રમણસંસ્થા જેટલી જ પુરાણી છે. અબાધરૂપે ચાલી રહેલા કાળચક્રમાં ઉત્સર્પિણી પછી અવસ``ણી, અવસિપણી પછી ઉત્સર્પિ`ણી, આ ક્રમ ચાલુ જ રહે છે અને દરેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં એક-એક ચાવીસીના ક્રમ પણ ચાલુ રહે છે. પ્રત્યેક તીથંકર શાસનની સ્થાપના કરે છે અને એમાં આ ચારેય અંગેા તે અવશ્યપણે હોય જ. એથી શ્રમણીસસ્થાને નવેસરથી તા ઉદ્ભવ થયા જ નથી. દરેક તીર્થંકર પરમાત્માના શાસનમાં સાધુએ હશે, અને સાધ્વીએ પણ અવશ્ય હશે. શ્રમણીસસ્થાના ગૌરવપૂર્ણ ઇતિહાસ
જૈન શાસનના સુવર્ણમય ઇતિહાસનું એકેએક પાનું મહાન જૈનાચાર્યાં, મહાન સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાએની ગૌરવગાથાથી શૈાભી રહ્યું છે. આમ તે નારી જાતિને અબળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org