SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] ૪૭૯૯ કેસરિયાજી, સમેતશિખર આદિ પુણ્યભૂમિઓની સ્પર્શનાથી આત્મ-નિમળતા પ્રાપ્ત કરી હતી. લગભગ ચાતુર્માસ તથા શેષ કાળ પૂ. ગુરુ મ.ની નિશ્રામાં રહીને જ પસાર કરતાં. સં. ૨૦૪૧ની સાલમાં સમુદાયના એક વૃદ્ધ અને પ્લાન સાધ્વીજીની વૈયાવચભક્તિ માટે અમદાવાદ ચાતુર્માસ કર્યું. ત્યાંથી ખંભાત પધાર્યા. ત્યાર બાદ પ્રસંગોપાત્ત બાજુના પેટલાદ ક્ષેત્રમાં જવાનું થયું. ત્યાં એકાએક પેટમાં દર્દ થયું. સંઘે ડોકટરની સલાહ લીધી. મોટા શહેરમાં લઈ જવા જણાવ્યું. કેવી મનની મક્કમતા, કે આટલું દ–વેદના છતાં પાછા ખંભાત વિહાર કરીને આવ્યાં. પૂ. દાદી ગુરુજી તથા પૂ. ગુરુ મ. આદિ વડીલેની નિશ્રા મળી. દિન પ્રતિદિન દર્દ વધતું ગયું. તાત્કાલિક સારવાર માટે ડોકટરની સલાહ લીધી. નિદાનમાં કેન્સરને અસાધ્ય વ્યાધિ, છેલ્લા સાત મહિના રહ્યો. આ દર્દની પિતાને જાણ થતાં સમાધિમરણ માટે સંયમજીવનની સાધના-આરાધનાની કાળજી વધારી દીધી. નિત્ય જયતિહઅણસ્તોત્રનું સ્મરણ, જાપ શરૂ થઈ ગયે. કિન્તુ કમરાજા પાસે કેઈનુંય ચાલતું નથી. દદે માઝા મૂકી. ડોકટરેએ આશા છોડી. છેલ્લા સાત દિવસથી પૂ. ગુરુજીને વેદનાને કઈ પાર ન હતો. અસહ્ય પીડા છતાં પણ મુખ પર સ્વસ્થતા, પ્રસન્નતા સિવાય કશું જ દેખાતું ન હતું. સં. ૨૦૪૩ના પિષ સુદ ૧૨ના દિવસે વાતાવરણ ગંભીર બન્યું. વિશાળ સાધ્વીસમુદાયની ઉપસ્થિતિમાં સારોયે ઉપાશ્રય જ નહીં; આખી પળ નવકારમંત્રની ધૂનથી ગાજી ઊઠી. પૂ ગુરુદેવ પણ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવા પૂર્વક કર્મરાજા સામે ઝઝૂમવા લાગ્યાં. સૂરજ આથમ્ય. ચોમેર અંધકાર છવાઈ ગયે. સાથોસાથ પૂ. દાદી ગુરુ, પૂ. ગુરુજી તથા શિષ્યાપ્રશિષ્યાઓના દિલમાં પણ અંધકાર છવાઈ ગયે. બરાબર રાત્રે ૮-૩૦ કલાકે દેહરૂપી પિંજરમાંથી પ્રાણપંખી ઊડી ગયું. અમારાં પૂ. ગુરુજીને લઈ લેતાં કર્મરાજાએ જરા પણ ખચકાટ ન અનુભવ્યું. એક અણુમેલ સાધ્વીરત્નની ખોટ અમ સમુદાયમાં પડી. પૂજ્યશ્રીએ અમને ચારિત્રજીવનના માર્ગે ચડાવ્યાં, ચારિત્રજીવન જીવતાં શીખવ્યું. હજુ ચારિત્રજીવનમાં અમે દઢ બનીએ એ પહેલાં તો ૩ શિષ્યા અને ૭ પ્રશિષ્યાના અર્ધવિકસિત બાલુડા પરિવારને છેડી તેઓશ્રી અનંતની વાટે સદાને માટે ચાલતાં થયાં. આજે પાંચ-પાંચ વરસ થવા આવ્યાં છતાં, એ ગુરુદેવ ! આપને કારમે વિરહ અમારા હૃદયમાં સાલી રહ્યો છે. આપનું આરાધનાભર્યું જીવન અને આશ્રિતો પ્રત્યેનું વાત્સલ્ય અમારી સ્મૃતિમાંથી ખસતું નથી. અમને સંયમરનનું દાન આપનાર આપ હવે જ્યાં હો ત્યાંથી અમ પર આત્મયની દિવ્ય કૃપા વરસાવી અમારો ઉદ્ધાર કરે જે, અને અમારાં સમસ્ત પાપનો નાશ કરી અમને મુક્તિમઝિલના દ્વારે પહચાડજો, એ જ એક અંતરની તીવ્ર ઝંખના. પૂ. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી તથા પૂ. સા. શ્રી શ્રેયસુપ્રજ્ઞાશ્રીજી મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy