________________
શાસનનાં શ્રમણરત્નો ]
[ ૪૭૭ ખુશીથી, સંમતિથી વિ. સં. ૨૦૦૪, અષાઢ સુદ ૨ ના પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. સા. શ્રી હીરાશ્રીજી મ. નાં સા. શ્રી મુક્તિપ્રભાશ્રીજી નામે શિષ્યા બન્યાં, અને વધતા ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતાં જીવનને ઉજજવલ બનાવી રહ્યાં. તપ, ત્યાગ અને તિતિક્ષાસભર જીવન જીવતાં આ સાધ્વીજીએ ચાલીસ વર્ષો વિતાવ્યાં.
કૃશ અને જીર્ણ-શીર્ણ થઈ ચૂકેલો દેહ અને છેલ્લાં બાર વર્ષોથી ભાંગેલા પગની પીડા, પડખું જાતે ફેરવી ન શકાય, જાતે સૂઈ કે બેસી ન શકાય, એવી દેહની સ્થિતિ, છતાંય સ્વસ્થતા અને જાગૃતિ કઈ યુવાનને પણ શરમાવે તેવી ! ડોકટરે જેને શારીરિક બળના આધારે અસંભવિત ગણતા હતા તે તેમણે આત્મબળ વડે સંભવિત કરી બતાવ્યું.
જ્યારે એમને ઊંઘ ન આવતી ત્યારે સહવતી સાધ્વીઓને ચિંતા થતી, પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં : “આ તો ઘણું સારી વાત છે કે હું રાત્રિના નીરવ એકાંતમાં પ્રભુનું ધ્યાન ધરી શકે છે. શત્રુંજય, ગિરનાર, તારંગાજી, ખેશ્વર, રાણકપુર, આબજી તથા ખંભાતના દરેક જિનાલયની માનસ-યાત્રા કરું છું. શાલિભદ્રજી, ગજસુકુમારજી, મેતારજ, અરેણિક મુનિ, ધનાઅણગાર આદિ મહાત્માઓનાં જીવન વિશે વિચારું છું. આનાથી મોટું સદ્ભાગ્ય બીજુ શું હોઈ શકે ?”
છેલ્લાં ત્રણ વર્ષથી તેઓશ્રી ફક્ત પ્રવાહી જ લઈ શકતાં. તેમને પૂછવામાં આવે, કે આપને અશક્તિ નથી લાગતી? તો કહેતાં, “આત્માની શક્તિ અનંત છે અને અણહારી પર જલદી મેળવવું છે તો વાપરવાની ઝંઝટ છૂટે એ જ હું તે ઇચ્છું છું.” માગશર સુદ ૮ ની રાત્રે સ. મ. શ્રી પૂર્ણભદ્રાશ્રીજીને કહે : “મેં તમારી બધાની પાસે ખૂબ સેવા કરાવી છે. તેને બદલે હું કઈ રીતે વાળીશ?” ત્યારે સા. મ. શ્રી પૂર્ણભદ્રાશ્રીજીએ કહ્યું : “અમે તમારી કઈ જ સેવા કરી નથી. અમે તે ફક્ત અમારી ફરજ બજાવી છે, એથી વધુ શું?” ત્યાગ અને વૈરાગ્યનીતરતા શબ્દોમાં ધર્મમાતાએ પોતાના જીવનની ઢળતી સંધ્યાએ કહ્યું : હું તો મારી તૈયારી કરીને બેઠી છું. આ શરીર તે હવે જર્જરિત થઈ ચૂકયું છે. આ કાયા ક્યાં સુધી ચાલવાની છે? મને તો ચારિત્ર મળ્યું, તેનાથી ખૂબ જ પ્રસન્ન છું. આ ચારિત્રને ધન્ય છે. સંસારમાં હોત, તે આ પરિસ્થિતિમાં મારી શી દશા હોત? મને કેઈ ભગવાનના દર્શન પણ ના કરાવત. હું આ સાધ્વીઓની સેવાથી ખૂબ પ્રસન્ન છું. આવી સેવા કણ પ્રાપ્ત કરી શકે ? આ બધું ચારિત્રને જ આભારી છે.”
માગશર સુદ ૧૦ના દિવસે શારીરિક અસ્વસ્થતાને કારણે ઉપાશ્રયના મકાનમાં જ ભગવાન લાવીને પ્રભુ-દર્શન કરાવ્યાં. સ્મરણ-સ્તોત્ર, ઉશરણ વિ. પન્ના, તેમ જ પંચમહાવ્રતનું અર્થ સહિત શ્રવણ, પુણ્યપ્રકાશનું સ્તવન વગેરે સવારથી જ સંભળાવવાનું ચાલુ હતું.
તેઓ કેટલી વિરલ સ્વસ્થતાથી જીવ્યાં, કે વેદનાની એક લકીર પણ એમના ચહેરા પર શોધી નહતી મળતી! અંતિમ સમાધિ તો એમના જીવનનું દર્પણ હતી. આ રીતે તેઓ સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પામ્યાં. સંપૂર્ણ સ્વસ્થતા અને સમાધિપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને ચિંતવન કરતાં બપોરના ૩-૦૫ કલાકે તેમણે દેહ છોડ્યો.
તેઓ સદાય કહેતાં, કે “પ્રભુજીને આ પથ લીધે છે. દુર્લભ માનવજીવનમાં અત્યંત દુલભ એવું ચારિત્ર મળ્યું છે, તે અહીંથી જ એવું કરી જવું છે, કે જલદી મુક્તિ મળે અને જન્મ-મરણના ફેરા ટળે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org