SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૪૭૫ પૂર્ણ કરવાની. કર્મરાજાને પણ કલ્પના નહી હોય, કે મારી થપ્પડના જવાબ મને આ રીતે મળશે. સ. ૨૦૦૨ના વૈશાખ સુદ દસમના દિવસે અણસમજુ એવી ૯ વર્ષની તારા અને ૧૧ વર્ષની સુશીલાને સાથે લઈ પાલીતાણા પાસે આવેલ રાહિશાળામાં જઈ ક રાજા /મેહને લાત મારી ફગાવી દીધા સંસારી વેશ, અને સ્વીકાયાં સંયમ વેશ. બહેશ અને નીડર પૂ. સા. શ્રી દેવીશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સા. શ્રી કમળપ્રભાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. સુશીલાને સાધ્વી સૂર્ય પ્રભાશ્રી અને તારાને સાધ્વી તિલકપ્રભાશ્રી તરીકે પાતાનાં શિષ્યા બનાવ્યાં. એકની એક બહેન અને ભાણીએએ સયમ સ્વીકાર્યાંની જાણ થતાં ભાઈ એ દોડી આવ્યા, ભાણીને લેવા માટે; પરંતુ પૂર્વભવની પ્રબળ આરાધના અને દૃઢ મનેાબળના પિરણામે તે નાસીપાસ થયા. ભાણીઓની તથા બહેનની અડગતાના કારણે વીલે મુખે પાછા ફર્યાં. ત્રણે સંયમી આત્માઓના વિજય થયે!. પ્રવજ્યાના પથે ડગ માંડવાં તે જ પળથી ત્રણે આત્માઓએ જ્ઞાન, દન અને ચારિત્રની ધૂણી ધખાવી. ત્યાગ, વૈરાગ્યની જયેત પ્રગટાવી. અપૂર્વ ગુરુભક્તિ અને સમર્પણ ભાવ જેવા ગુષ્ણેાને આત્મસાત્ કર્યો. પુત્રી-સાધ્વીઓને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર વગેરે થાના અભ્યાસ કરાવ્યે અને પેાતે સ્તવન–સઝાયના અખૂટ ભંડાર બન્યાં. એમના ભાવવાહી અને સુરીલા કરૂં કહેવાતાં સ્તવનસજ્ઝાય સાંભળવા તે એક લડાવા ગણાતા. કડક સયમપાલન અને આચારપાલનના આગ્રહી હતાં. તપશક્તિ અલ્પ છતાં ગુરુભક્તિ અનન્ય હતી. શ્રાવિકાવગ માં પ્રશસ્ત બનેલ. વાત્સલ્યભાવ તા એવા વરસાવે કે ગમે તેવા દુ:ખી કે વ્યથિત આત્મ! સાંત્વન પામીને જતા. પેાતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવારમાં સંયમરુચિ વિકસાવવા માટે સૌને હિતશિક્ષા આદિ આપતાં. અનેક જીવાને પ્રતિષ્ઠાધ પમાડી સ’સારસાગરમાંથી ડૂબતા બચાવ્યા હતા. તેએની છત્રછાયામાં ૩૫ આત્મા સયમની આરાધના કરી રહ્યા છે. એમાંથી એક પુત્રીમહારાજને તો હંમેશાં પૂ. બામહારાજ-ગુરુદેવ પેાતાની નિશ્રામાં રાખતાં જ. બન્નેને કયારેય એકસાથે નહી. મેકલનાર પૂ. ગુરુદેવ સં. ૨૦૪૦ માં શિખરજી યાત્રા માટે જવા બન્નેને મે!કલ્યાં. ગુરુદેવ પાસે શિષ્યા-પ્રશિષ્યાઓને મૂકી સાધ્વી સૂર્ય પ્રભાશ્રી તથા તિલકપ્રભાશ્રી યાત્રાર્થે ગયાં. એ પછી ગુરુદેવની તબિયત લથડવા માંડી. ડોકટરોએ કેન્સરનું નિદાન કરતાં બન્ને પુત્રી મહારાજોને સમાચાર આપવા મહેન્દ્રભાઈ અને કીતિ ભાઈ જબલપુર ગયા. ઉપકારી માતા ગુરુદેવના આ સમાચાર સાંભળી ક્ષણભર બન્ને મૂઢ જેવાં બની ગયાં. શુ કરશું હવે? તત્ક્ષણ સ્વસ્થ બની નિર્ગુણ્ય કર્યાં કે સ્થાવર તી કરતાં જંગમ તીસમા ગુરુની સેવા વધારે મૂલ્યવાન છે, માટે આજે જ ગુજરાત પાછા વળવુ. રોજના ૩૦ થી ૩૫ કિ. મી. ને! ઉગ્ર વિહાર કરી જબલપુરથી એક મહિનામાં અમદાવાદ આવી ગયાં, ગુરુદેવનાં ચરણામાં સેવાના મેવા મેળવવા. અપૂર્વ સેવા-આરાધના કરાવતાં છ મહિના વ્યતીત થયા. પૂજ્યશ્રીના દેહમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિ છતાં હૈયે અપૂર્વ સમતા હતી. અમદાવાદમાં આવેલ ઓપેરા સે!સાયટીના પ્રાંગણમાં દેવી-મળ સ્વાધ્યાય મંદિરમાં પૂજ્ય કમળપ્રભાશ્રીજી બિરાજમાન હતાં. અવાર-નવાર પૂ. આચાર્ય ભગવંતા પધારતા અને નિર્ધામણા કરાવતા. ૨૮ શિષ્યા-પ્રશિષ્યાથી પરિવરેલાં પૂજ્યશ્રીના વ્યાધિ ભયંકર હાવા છતાંય તેઓના મુખ ઉપર અપૂર્વી પ્રસન્નતા ખીલી ઊઠેલી હતી. પૂ. આ. શ્રી વિ. દેવસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વિ. હેમચ’દ્રસૂરીશ્વરજી મ. સા. ત્યાં અમદાવાદમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓશ્રીના મુખે વાર'વાર આરાધનાને પામી પૂ. કમળપ્રભાશ્રીજી પેાતાની સમતા વધારી રહ્યાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy